ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા

Posted On: 30 MAY 2022 4:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સત્તાને સેવાનું માધ્યમ માનીને ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને વંચિતોને તેમના હક્કો આપ્યા, જેથી તેમની લોકશાહીમાંની શ્રદ્ધા જાગી અને તેઓ દેશની વિકાસયાત્રામાં સહભાગી બન્યા

અનેક ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલા આ 8 વર્ષના તમામ દેશવાસીઓને અભિનંદન

છેલ્લા 8 વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકના સપના અને આકાંક્ષાઓને પાંખો આપી છે અને તેમનામાં નવો આત્મવિશ્વાસ જગાવ્યો છે

મોદીજીએ પોતાના સક્ષમ નેતૃત્વ અને મજબૂત ઈચ્છાશક્તિથી દેશને માત્ર સુરક્ષિત જ નથી બનાવ્યો, પરંતુ આવા અનેક નિર્ણયો લીધા, જેણે દરેક દેશવાસીઓનું માથું ગર્વથી ઊંચું કર્યું

આજે, મોદીજીના રૂપમાં, ભારત પાસે એક એવું નેતૃત્વ છે કે જેના પર દરેક વર્ગને વિશ્વાસ અને ગર્વ છે, તેમની અથાક મહેનતથી જનતાની અપેક્ષાઓ પૂરી કરવી એ આ વિશ્વાસનો મજબૂત સ્તંભ છે

આજે 130 કરોડ ભારતીયોના વિશ્વાસની આ શક્તિ દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે

ટેક્નોલોજી હોય કે રમતગમત, આરોગ્ય હોય કે સંરક્ષણ, વિકાસ હોય કે ગરીબ કલ્યાણ, આજે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની દરેક નીતિ અને દરેક સિદ્ધિ સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ છે

સક્ષમ નેતૃત્વ સાથે ભારત આપત્તિને તકમાં કેવી રીતે ફેરવે છે, આ નવા ભારતે આખી દુનિયાને બતાવી દીધું

જમ્મુ અને કાશ્મીર હોય કે પૂર્વોત્તર કે પછી ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત પડકારરૂપ વિસ્તારો, જેની તરફ કોઈએ દાયકાઓ સુધી જોવાની હિંમત કરી ન હતી, મોદીજીએ તેમના નેતૃત્વ અને દૂરંદેશીથી વિકાસ અને શાંતિનો નવો અધ્યાય લખ્યો છે, આજે આ પ્રદેશ દેશ સાથે કદમ મિલાવી આગળ વધી રહ્યો છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ દેશને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવાનો પાયો નાંખી રહ્યો છે

આ સંકલ્પને સાબિત કરવાની તમામ દેશવાસીઓની જવાબદારી અને ફરજ છે, જેથી આપણે આવનારી પેઢીને એક મજબૂત અને આત્મનિર્ભર ભારત આપી શકીએ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

તેમની શ્રેણીબદ્ધ ટ્વીટ્સ દ્વારા, કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સત્તાને સેવાનું માધ્યમ માનીને ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને વંચિતોને તેમના અધિકારો આપ્યા, જેનાથી તેમનો લોકશાહીમાં વિશ્વાસ જાગ્યો અને તેઓ દેશની વિકાસયાત્રામાં સહભાગી બન્યા. અનેક ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલા આ 8 વર્ષ માટે તમામ દેશવાસીઓને અભિનંદન.

શ્રી શાહે કહ્યું કે, “છેલ્લા 8 વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશના દરેક નાગરિકના સપના અને આકાંક્ષાઓમાં નવો વિશ્વાસ જગાડ્યો છે. મોદીજીએ પોતાના સક્ષમ નેતૃત્વ અને મજબુત ઈચ્છાશક્તિથી દેશને માત્ર સુરક્ષિત જ નથી બનાવ્યો, પરંતુ આવા અનેક નિર્ણયો લીધા, જેણે દરેક દેશવાસીઓનું માથું ગર્વથી ઊંચું કરી દીધું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ નેતૃત્વની પ્રશંસા કરતા શ્રી અમિત શાહે કહ્યું કે મોદીજીના રૂપમાં આજે ભારત પાસે એક એવું નેતૃત્વ છે જેના પર દરેક વર્ગને વિશ્વાસ અને ગર્વ છે. અમારી અથાક મહેનતથી જનતાની અપેક્ષાઓ પૂરી કરવી એ આ માન્યતાનો મજબૂત આધારસ્તંભ છે. આજે 130 કરોડ ભારતીયોના વિશ્વાસની આ શક્તિ દેશને દરેક ક્ષેત્રમાં આગળ લઈ જઈ રહી છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે "ટેક્નોલોજી હોય કે રમતગમત, આરોગ્ય હોય કે સંરક્ષણ, વિકાસ હોય કે ગરીબ કલ્યાણ, આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની દરેક નીતિ અને દરેક સિદ્ધિ સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ છે. સક્ષમ નેતૃત્વ સાથે ભારત આપત્તિને તકમાં કેવી રીતે ફેરવે છે, આ નવા ભારતે આખી દુનિયાને બતાવ્યું.

શ્રી અમિત શાહે કહ્યું કે "જમ્મુ અને કાશ્મીર હોય કે પૂર્વોત્તર કે પછી ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારો, જેની તરફ કોઈએ દાયકાઓ સુધી જોવાની હિંમત નહોતી કરી, મોદીજીએ તેમના નેતૃત્વ અને દૂરંદેશીથી વિકાસ અને શાંતિનો નવો અધ્યાય લખ્યો છે. આજે આ ક્ષેત્રો સમગ્ર દેશની સાથે આગળ વધી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ દેશને દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનાવવાનો પાયો નાંખે છે. આ સંકલ્પને પૂર્ણ કરવાની તમામ દેશવાસીઓની જવાબદારી અને ફરજ છે, જેથી કરીને આવનારી પેઢીને આપણે એક મજબૂત અને આત્મનિર્ભર ભારત આપી શકીએ.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1829446) Visitor Counter : 167