માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

2020માં માર્ગ અકસ્માતના પરિમાણોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, કુલ અકસ્માતોમાં સરેરાશ 18.46 ટકાનો ઘટાડો થયો, મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં 12.84 ટકાનો ઘટાડો થયો

Posted On: 26 MAY 2022 12:07PM by PIB Ahmedabad

2019ની સરખામણીમાં 2020માં માર્ગ અકસ્માતના પરિમાણોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કુલ અકસ્માતોમાં સરેરાશ 18.46 ટકાનો ઘટાડો થયો છે, મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં 12.84 ટકાનો ઘટાડો થયો છે અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં ગત વર્ષની સરેરાશ કરતાં 22.84 ટકાનો ઘટાડો થયો છે. કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) માં કુલ 3,66,138 માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેમાં 1,31,714 લોકોના મોત થયા છે અને 3,48,279 લોકો ઘાયલ થયા છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH)ની ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ (TRW) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ 'ભારતમાં માર્ગ અકસ્માતો - 2020' મુજબ 2018માં 0.46 ટકાના નજીવા વધારા સિવાય 2016થી માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સતત બીજા વર્ષે, 2020માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. તેવી રીતે, 2015થી ઘાયલ વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

2020માં સતત ત્રીજા વર્ષે, જીવલેણ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોમાં મોટાભાગે ઉત્પાદક વય જૂથોમાં યુવાનોનો સમાવેશ થાય  છે. 2020 દરમિયાન 18 - 45 વર્ષની વયજૂથના યુવાન પુખ્ત વયના લોકો પીડિતોમાં 69 ટકા હિસ્સો ધરાવે છે. 18 - 60 વર્ષની વયજૂથના કાર્યકારી વયજૂથના લોકો માર્ગ અકસ્માતના કુલ મૃત્યુમાં 87.4 ટકા હિસ્સો ધરાવે છે.

'ભારતમાં માર્ગ અકસ્માતો 2020'નું વર્તમાન પ્રમાણ કેલેન્ડર વર્ષ 2020 દરમિયાન દેશમાં થતા માર્ગ અકસ્માતોના વિવિધ પાસાઓ પર માહિતી પ્રદાન કરે છે. તેમાં દસ વિભાગો છે અને રસ્તાની લંબાઈ અને વાહનોની સંખ્યાના સંદર્ભમાં માર્ગ અકસ્માતો સંબંધિત માહિતી આવરી લે છે. રિપોર્ટમાં આપવામાં આવેલ ડેટા/માહિતી એશિયા પેસિફિક રોડ એક્સિડન્ટ ડેટા હેઠળ યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ પેસિફિક (UNESCAP) દ્વારા પૂરા પાડવામાં આવેલ પ્રમાણભૂત ફોર્મેટમાં કેલેન્ડર વર્ષના આધારે (APRAD) આધાર પ્રોજેક્ટ હેઠળ એકત્રિત કરવામાં આવેલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગોમાંથી મેળવવામાં આવે છે..

અહેવાલ મુજબ, જીવલેણ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, એટલે કે અકસ્માતમાં ઓછામાં ઓછા એક મૃત્યુનો સમાવેશ થાય છે. 2020માં કુલ 1,20,806 જીવલેણ અકસ્માતો નોંધાયા હતા, જે 2019ના 1,37,689ના આંકડા કરતાં 12.23 ટકા ઓછા છે. રસપ્રદ વાત છે કે, 2020 દરમિયાન, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને અન્ય માર્ગો પર અગાઉના વર્ષની સરખામણીમાં ઓછા અકસ્માતો, જાનહાનિ અને ઈજાઓ નોંધાઈ હતી.

2020 માં માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરનારા મુખ્ય રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. અને 2020માં માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરનારા મુખ્ય રાજ્યોમાં તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ છે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1828426) Visitor Counter : 184