પ્રધાનમંત્રીનું કાર્યાલય
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી યોશિહિદે સુગાએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
24 MAY 2022 2:25PM by PIB Ahmedabad
જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મહામહિમ શ્રી યોશિહિદે સુગાએ 24 મે 2022ના રોજ ટોક્યોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
તેઓએ સપ્ટેમ્બર 2021માં વોશિંગ્ટન ડી.સી.માં પ્રથમ વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન તેમની દ્વિપક્ષીય બેઠક સહિતની તેમની અગાઉની ક્રિયાપ્રતિક્રિયાઓને યાદ કરી. પ્રધાનમંત્રીએ ભારત-જાપાન સંબંધોને ગાઢ અને મજબૂત કરવામાં શ્રી સુગાના યોગદાનની પ્રશંસા કરી.
બંને નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર વિચાર વિમર્શ કર્યો. પ્રધાનમંત્રીએ શ્રી સુગાને જાપાનના સાંસદોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1827893)
મુલાકાતી સંખ્યા : 253
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam