પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની સોફ્ટબેંક કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર અને સ્થાપક શ્રી માસાયોશી સોન સાથે મુલાકાત

Posted On: 23 MAY 2022 12:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 મે 2022ના રોજ ટોક્યોમાં સોફ્ટબેંક કોર્પોરેશનના બોર્ડ ડિરેક્ટર અને સ્થાપક શ્રી માસાયોશી સોનને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ ભારતના સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સોફ્ટબેંકની ભૂમિકાની પ્રશંસા કરી. તેઓએ ટેક્નોલોજી, ઊર્જા અને ફાઇનાન્સ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ભારતમાં સોફ્ટબેંકની ભાવિ ભાગીદારી અંગે ચર્ચા કરી.

તેઓએ ભારતમાં વ્યવસાય કરવાની સરળતાને સક્ષમ કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ સુધારા અંગે ચર્ચા કરી હતી. સોફ્ટબેંક સાથે ચોક્કસ દરખાસ્તો શેર કરવામાં આવી હતી જ્યાં તે ભારતમાં તેનું રોકાણ વધારી શકે.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1827573) Visitor Counter : 165