પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારતીય ડેફલિમ્પિક્સ ટુકડી સાથે પ્રધાનમંત્રીની તેમનાં નિવાસસ્થાને થયેલી વાતચીતનો મૂળપાઠ

Posted On: 21 MAY 2022 9:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી : રોહિતજી, તમે દુનિયામાં સૌથી વરિષ્ઠ છો. રોહિતજી રમતા રમતા કેટલાં વર્ષો થઈ ગયાં?

રોહિતજી : હું 1997થી ઘણાં વર્ષો સુધી ઑલિમ્પિક્સ રમી ચૂક્યો છું.

પ્રધાનમંત્રીજી : જ્યારે તમે તમારી સામેના ખેલાડીઓ સાથે રમો છો, ત્યારે ઘણાં તો તમારા જૂના ખેલાડીઓ સામે આવતા હશે. શું અનુભવ થાય છે?

રોહિતજી: સર જ્યારે હું 1997થી અગાઉ જ્યારે રમતો હતો, ત્યારે  શ્રવણશક્તિ ધરાવતા લોકો સાથે હું સ્પર્ધા કરતો હતો અને મેં આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો અને હું ઑલિમ્પિક્સ રમ્યો. શ્રવણશક્તિવાળા લોકો સાથેની સ્પર્ધાની જેમ જ સ્પર્ધા થાય છે, મેં પણ એમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો અને હવે હું લગભગ શ્રવણશક્તિ ધરાવતા સ્પર્ધકો સાથે રમી શકું છું.

પ્રધાનમંત્રીજી : સારું, રોહિત તમારા વિશે કહો. તમે ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા, શરૂઆતમાં તમને કોણે પ્રેરણા આપી? અને આટલા લાંબા સમય સુધી જીવ લગાવીને રમવું, કદી થાકવું નહીં.

રોહિતજી: સર જ્યારે હું ખૂબ નાનો હતો ત્યારે મને લાગે છે કે મને યાદ પણ નથી કે હું ક્યારે જોતો હતો, હું એમ જ માતા-પિતા સાથે ચાલતો હતો, હું જોતો હતો, વસ્તુઓ જોઇને ખુશ રહેતો હતો કે કેવી રીતે સાંભળી શકતા લોકો રમે છે, હું પણ ઇચ્છતો હતો કે હું પણ રમું, મેં પણ ત્યાંથી જ મારું લક્ષ્ય નક્કી કર્યું અને પછી આગળ વધતો ગયો. જ્યારે મેં 1997માં રમવાનું શરૂ કર્યું ત્યારે પહેલા બધિર લોકો રમતા નહોતા, મને કોઈ પ્રકારનો ટેકો નહોતો મળતો, માત્ર આશ્વાસન અપાતું હતું. મારા પિતાજી આમાં ખૂબ સહકાર આપતા, ખાન-પાન, જ્યુસ, જે પણ ડાયેટની જરૂર હોય તેના પર ખૂબ ધ્યાન આપતા, ભગવાન ખૂબ મહેરબાન છે, તેથી મને પણ એટલે બૅડમિન્ટન બહુ ગમે છે.

પ્રધાનમંત્રીજી : જો રોહિત, આપ જ્યારે ડબલ્સમાં રમો છો ત્યારે આપનો પાર્ટનર મેં સાંભળ્યું છે કે મહેશ આપના કરતા ઉંમરમાં નાનો છે, એટલો ફરક છે કે આપ આટલા સિનિયર છો તો મહેશ ઘણો નાનો છે. તમે તેને કેવી રીતે સંભાળો છો, તમે તેને કેવી રીતે માર્ગદર્શન આપો છો, તમે તમારી જાતને તેની સાથે કેવી રીતે મેળવો છો?

રોહિતજી : મહેશ ઘણો નાનો છે, તેણે મારી સાથે 2014માં રમવાનું શરૂ કર્યું. મારાં ઘર પાસે રહેતો હતો, મેં તેને ઘણું શીખવ્યું છે. કેવી રીતે મૂવમેન્ટ કરવી, કેવી રીતે સખત મહેનત કરવી. ડેફલિમ્પિક્સમાં કેવી રીતે તૈયારી કરવી, તે થોડો અસંતુલિત રહે છે પરંતુ મેં તેને જે પણ શીખવ્યું તે મને ખૂબ સપોર્ટ કરે છે.

પ્રધાનમંત્રીજી:  રોહિતજી, અમે પણ તમારી સાથે કરી દઈશું. રોહિતજી તમારું જીવન એક ખેલાડી તરીકે અને એક વ્યક્તિ તરીકે હું સમજું છું કે તમારામાં નેતૃત્વની ગુણવત્તા છે, તમારામાં આત્મવિશ્વાસનું સ્તર છે અને તમને ક્યારેય કોઈ પણ વસ્તુથી કંટાળો આવતો નથી. સતત તેમાં ચેતના ભર્યા કરો છો. હું દ્રઢપણે માનું છું કે આપ ખરેખર દેશના યુવાનો માટે પ્રેરણારૂપ રહ્યા છો. તમે તમારાં જીવનમાં આવતા અવરોધોથી ક્યારેય હાર માની નથી. ઠીક છે, પરમાત્માએ તમને કંઈક ખામી આપી, પરંતુ આપે ક્યારેય હાર માની નથી. તમે છેલ્લાં 27 વર્ષથી દેશ માટે મેડલ જીતી રહ્યા છો. અને હું જોઉં છું કે તમે હજુ પણ સંતુષ્ટ નથી, કંઈક ને કંઇક કરવાનો જુસ્સો છે અને હું જોઉં છું કે ઉંમર વધે છે પણ તેની સાથે સાથે તમારું પ્રદર્શન પણ વધારે સારું થઈ રહ્યું છે. તમે તમારા લક્ષ્યાંકો નવા સેટ કરતા રહો છો. નવાં લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો. મને લાગે છે કે રમતવીરનાં જીવનમાં આ એક જ ગુણ સૌથી મોટી તાકાત હોય છે. તે ક્યારેય સંતોષ માનતો નથી. ઘણાં નવાં લક્ષ્યો નિર્ધારિત કરે છે, તેના માટે પોતાની જાતને ખર્ચે છે અને તેનાં જ પરિણામે તે સતત કંઈક ને કંઈક પ્રાપ્ત કરતો રહે છે. મારા તરફથી, મારા દેશ વતી, હું રોહિતને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

રોહિતજી: તમારો ખૂબ ખૂબ આભાર! હું પણ તમને અભિનંદન આપું છું સર.

ઉદઘોષક: શ્રી વીરેન્દ્ર સિંહ (કુસ્તી)

પ્રધાનમંત્રીજી : જી વીરેન્દ્ર! તમે કેમ છો?

વીરેન્દ્ર સિંહ: જી, હું બિલકુલ ઠીક છું.

પ્રધાનમંત્રીજી : તમે ઠીક છો?

વીરેન્દ્ર સિંહ : જી, જી!

પ્રધાનમંત્રીજી : તમારા વિશે થોડું કહો, જણાવો દેશવાસીઓ આપને જોવા માગે છે.

વીરેન્દ્ર સિંહ : મારા પિતાજી અને મારા કાકા પહેલવાન હતા. હું તેમને જોઈને કુસ્તી શીખ્યો અને તે ગુણ મારામાં આવ્યો અને મેં સતત આગળ વધવાના પ્રયત્નો કર્યા કે હું વધતો રહું. નાનપણથી મારા માતા-પિતા મને સપોર્ટ કરતાં હતાં. મારા પિતાજીએ મને ટેકો આપ્યો અને હું કુસ્તી શીખતો ગયો અને આજે સ્તરે પહોંચ્યો છું.

પ્રધાનમંત્રીજી :  પણ પિતાજીને અને કાકાને સંતોષ છે?

વીરેન્દ્ર સિંહ: ના, તેઓ ઈચ્છે છે કે હું વધુ કરું, વધુ રમું, આગળ વધતો જાઉં, અને પ્રગતિ કરતો રહું કે જેમ હું જોઉં છું કે શ્રવણશક્તિ ધરાવતા સમાજના લોકો છે તે સતત પ્રગતિ કરી રહ્યા છે, જેમ તેઓ જીતતા જઈ રહ્યા છે, હું પણ સાંભળનારા લોકો સાથે રમું છું. મેં તેમને પણ હરાવ્યા છે અને હું સિલેક્ટ થઈ ગયો છું પણ હું સાંભળી શક્તો નહીં એટલે મને કાઢી મૂકવામાં આવ્યો અને હું રહી શક્યો અને મને એ માટે બહુ પસ્તાવો થયો અને રડ્યો પણ. પણ પછી જ્યારે હું બધિર સમાજમાં પ્રવેશ્યો,  હું આવ્યો, તો મારાં રૂવાટાં ઊભાં થઈ ગયાં અને ખુશીનો માર્યો હું ફૂલ્યો ન સમાતો કે હું જીતી ગયો. જ્યારે મેં પહેલી વાર મેડલ જીત્યો ત્યારે મને થતું કે ચાલો હવે છોડી દઈએ, હું શ્રવણશક્તિવાળા સમાજની પાછળ શા માટે જાઉં? હવે હું બધિર સમાજમાંથી નામ કમાઈ શકું છું અને તેમાં સતત આગળ વધી શકું છું. મેં ઘણા મેડલ જીત્યા, 2005માં, પછી 2007માં, તે પછી જ્યારે મેં જ્યારે પ્રથમ ઑલિમ્પિક જીત્યું, તુર્કીમાં જીત્યો હતો.

પ્રધાનમંત્રીજી : સારું, વીરેન્દ્ર, મને કહો. વેલ 2005થી લઈને અત્યાર સુધીના દરેક ડેફલિમ્પિક્સમાં આપ મેડલ જીતીને જ આવો છો. આપને સાતત્ય ક્યાંથી મળે છે? આ પાછળ તમારી પ્રેરણા શું છે?

વીરેન્દ્ર સિંહઃ હું ડાયટ પર એટલું ધ્યાન નથી આપતો જેટલું પ્રેક્ટિસ પર આપું છું. હું સતત સાંભળતા લોકો સાથે પ્રેક્ટિસ કરું છું. હું ખૂબ મહેનત કરું છું. તે મહેનત વ્યર્થ જતી નથી, હું માત્ર તે કેવી રીતે રમી રહ્યો છે તે જોઉં છું અને તેને આગળ વધારતો રહું છું. સવાર-સાંજ સતત પ્રેક્ટિસમાં હું ઘણું ધ્યાન આપું છું. મારો ઉદ્દેશ્ય રહે છે કે જ્યારે હું ક્યાંક બહાર રમવા જાઉં ત્યારે મારાં માતા-પિતાનાં ચરણ સ્પર્શ કરીને નીકળું છું અને પોતાના દેશને છોડીને એમને યાદ કરીને જ રમું છું અને હું ખુશ રહું છું કે હું વિજયી બનીને આવ્યો છું. આ મારાં મનમાં મારી આશા રહે છે.

પ્રધાનમંત્રીજી : સારું, વીરેન્દ્ર, દુનિયાનો એવો કયો ખેલાડી છે જેની સાથે રમતા રમતા તમને કંઈક શીખવા મળે છે? તમને તેમની રમત જોવાનું ગમે છે, તે કોણ છે?

વીરેન્દ્ર સિંહ : હું બધાં રેસલરોને જોઉં છું, હું એમને જોઉં છું કે શું છે સ્ટ્રેટેજી? તેઓ કેવી રીતે દાવ રમે છે તે જોઈને હું શીખું છું. હું તેમને જ જોઈને રમું છું અને મને લાગે છે કે મારે તેના પર ધ્યાન રાખવાનું છે કે હું પણ તેના વિશે ઘરે સતત વિચારતો રહું છું કે તે ખેલાડી કેવી રીતે રમ્યો. તેથી મારે પણ તેના કરતા વધુ સારું રમવું પડશે અને તેને બરાબરની ટક્કર આપવી પડશે. મારે તેનાથી જરાય ગભરાવાનું નથી. એકદમ સામેની કડક ટક્કર આપવી પડશે અને તે દાવ-પેચથી જીતવાનું છે.

પ્રધાનમંત્રીજી : વીરેન્દ્ર સારી વાત છે કે તમે રમતગમતની દુનિયામાં ઉસ્તાદ હોવાની સાથે સાથે વિદ્યાર્થી પણ છો. આ પોતે એક મોટી વાત છે. તમારી જે ઈચ્છા શક્તિ છે, એ ખરેખર દરેકને પ્રેરણા આપે છે. આ સાથે, હું માનું છું કે ખેલાડીઓ અને દેશના યુવાનો બંને તમારી પાસેથી શીખી શકે છે અને તે છે તમારું સાતત્ય, એકવાર ટોચ પર પહોંચવું મુશ્કેલ છે એનાથીય મુશ્કેલ છે જ્યાં પહોંચ્યા છો ત્યાં ટકી રહેવું અને છતાં પ ઉપર જવાની કોશિશ કરતા રહેવું. આપે શિખર સુધી પહોંચવા માટે તપસ્યા કરી. તમારા કાકાએ, તમારા પિતાજીએ સતત આપને માર્ગદર્શન આપ્યું, આપની મદદ કરી. પહોંચવું એ એક વાત છે, પહોંચ્યા પછી ટકી રહેવું, મને લાગે છે કે આ તમારી અદભુત તાકાત છે અને તેથી જ ખેલાડી જગત આ વાતને સમજશે, તમારી પાસેથી શીખશે, હું તમને શુભેચ્છા પાઠવું છું, તમારો ખૂબ ખૂબ આભાર.

પ્રધાનમંત્રીજી : ધનુષ, નામ તો ધનુષ છે, પણ શૂટિંગ કરે છે?

ધનુષ: હા, હું શૂટિંગ કરું છું.

પ્રધાનમંત્રીજી : મને કહો, ધનુષ! તમારા વિષે જણાવો!

ધનુષ : જી, હું સતત પ્રેક્ટિસમાં શૂટિંગ કરતો રહ્યો. મારા પરિવારનો સપોર્ટ મને બહુ રહ્યો કે સ્ટેજ મુજબ તેઓ મને કહેતા રહ્યા કે મારે જીતવાનું જ છે, મારે પહેલા આવવાનું જ છે. હું જીતવા માટે ચાર વખત વિદેશ ગયો છું અને મારો એ હંમેશા નિર્ધાર રહ્યો છે કે મારે પહેલો મેડલ જ લાવવાનો છે, મારે ગોલ્ડ જ જીતવાનો છે.

પ્રધાનમંત્રીજી : ધનુષજી, આપ, રમતમાં આગળ વધવા માગતા વિદ્યાર્થીઓને તમે શું મદદ કરી શકો છો?

ધનુષ : હું બાળકોને રમતગમત માટે કહીશ કે હા આપણે તેમાં આગળ વધી શકીએ છીએ. આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સતત પ્રેક્ટિસ તમને આગળ લઈ જશે. તમારે સતત દોડવાની પ્રેક્ટિસ કરવી જોઈએ, ફિટ રહેવું જોઇએ. હું એટલું કહેવા માગું છું સર.

પ્રધાનમંત્રીજી : યોગ કરો છો?

ધનુષ : જી હું કરતો આવ્યો છું ઘણા સમયથી યોગા.

પ્રધાનમંત્રીજી : અને મેડિટેશન કરો છો?

ધનુષ: હા હું કરું છું પણ બહુ નહીં, પણ ક્યારેક ક્યારેક કરું છું ધ્યાન રાખવાના કારણે.

પ્રધાનમંત્રીજી : તમે જાણો છો કે આ શૂટિંગમાં મેડિટેશન, ધ્યાન ખૂબ ઉપયોગી છે?

ધનુષ : જી, બિલકુલ ધ્યાન કેન્દ્રીત કરવું પડે છે જી. એકદમ હોલ કરીને એકદમ કેન્દ્ર લગાવીને, એકદમ નિશાન પર એકદમ ધ્યાન રાખીને કરવું પડે છે.

પ્રધાનમંત્રીજી : સારું, એ કહો, નાનપણથી તમે ઘણી સિદ્ધિઓ મેળવી છે, તમે વિશ્વમાં જઈ આવ્યા છો. તમારી સૌથી મોટી પ્રેરણા શું છે? તમને કોણ પ્રેરિત કરે છે?

ધનુષઃ હું મારી માતાને સૌથી વધુ પ્રેમ કરું છું. મને તેમની સાથે બહુ ખુશી મળે છે. મારા પિતા પણ મને ખૂબ સપોર્ટ કરે છે અને મને પ્રેમ કરે છે. પરંતુ અગાઉ 2017માં, જ્યારે હું થોડો અસ્વસ્થ, હતાશ રહેતો હતો, ત્યારે મારી માતાનો ઘણો સપોર્ટ રહેતો હતો અને પછી સતત પ્રયત્નો કરતા કરતા, જ્યારે હું જીતવા માંડ્યો, ત્યારે મને ઘણી ખુશી મળવા લાગી અને તે જ મારા માટે પ્રેરણા સ્ત્રોત બનતું ગયું.

પ્રધાનમંત્રીજી – ધનુષ, સૌથી પહેલાં તો આપનાં માતાજી અને આપના પરિવારને પ્રણામ કરું છું, અને ખાસ કરીને આપનાં માતાજીને. જેમ આપે વર્ણન કર્યું કે તેઓ કેવી રીતે આપને સંભાળતાં હતાં, કેવી રીતે આપને પ્રોત્સાહિત કરતાં હતાં, કેવી રીતે આપને લડાઈ જીતવામાં મદદ કરતાં હતાં અને દરેક પડકાર સામે ઊભા રહેવા માટે આપને તૈયાર કરતાં હતાં. તો ખરેખર આપ બહુ નસીબદાર છો અને આપે જણાવ્યું કે આપે ખેલો ઇન્ડિયામાં પણ કંઇક નવું શીખવાની કોશિશ કરી, નવી વસ્તુઓ જાણવાનો પ્રયાસ કર્યો. અને ખેલો ઇન્ડિયાએ આજે દેશને બહુ સારા-સારા ખેલાડી આપ્યા છે. ઘણી ખેલ પ્રતિભાઓને આગળ વધવામાં પણ મદદ મળી છે. આપે આપનાં સામર્થ્યને ઓળખ્યું. પણ મને વિશ્વાસ છે કે આપનું સામર્થ્ય, ધનુષ, એનાથી પણ વધારે છે અને આપ આનાથીય વધુ પરાક્રમ કરી બતાવશો, એવો મને વિશ્વાસ છે. મારી આપને ઘણી ઘણી શુભકામનાઓ છે.

ધનુષ – ખૂબ ખૂબ આભાર.

ઉદઘોષક - કુ. પ્રિયંશા દેશમુખ – શૂટિંગ

પ્રધાનમંત્રીજી – સારું પ્રિયંશા, તમે પૂણેનાં છો.

પ્રિયંશા - ખરેખર હું મહારાષ્ટ્રની છું. મારું નામ પ્રિયંશા દેશમુખ છે. એ હું શૂટિંગમાં આઠ વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છું. તે પહેલાં મેં બૅડમિન્ટન કર્યું, બધું કર્યું પણ પછી હું હારી ગઈ એટલે મને લાગ્યું કે શૂટિંગ કરવું સરળ છે. તેથી હું 2014માં શૂટિંગમાં જોડાઈ. તે પછી 2014-15માં નેશનલ કૅમ્પ હતો ત્યાં મેં પોતાની કૅટેગરીમાં 7 ગોલ્ડ મેડલ અને ઓપન કૅટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો અને પહેલા હું રશિયામાં ફર્સ્ટ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં હતી ત્યારે પહેલી વાર આંતરરાષ્ટ્રીય સ્તરે રમી. તેથી હું થોડી ડરી ગઈ અને પરેશાન પણ થઈ. પણ દાદીમાનાં આશીર્વાદથી અને મારા પપ્પાએ મને સમજાવ્યું કે ગમે તે થાય, તું પહેલી વાર જઈ રહી છે, તો જા, રમ, તને જે મળશે તે મળશે. પણ હવે પ્રદર્શન કરીને બતાવો. પરંતુ મને ખબર નહીં કે મને શું મળ્યું પરંતુ જ્યારે આખરી સમયમાં મારું ક્વૉલિફિકેશન થયું ત્યારે ફાઇનલ થયું. બાદમાં તે ફાઇનલ થઈ અને મને મેડલ મળ્યું.

પ્રધાનમંત્રીજી- સારું, 2017માં, તમે છઠ્ઠા સ્થાને આવ્યાં હતાં. આ વખતે ગોલ્ડ લઈ આવ્યાં છો. આ કોઈ નાની સિદ્ધિ નથી. ને તમને હજુ પણ સંતોષ નથી, હજીય આપ પોતાની જાતને ફરિયાદ કરતા રહો છો.

પ્રિયંશા- ન હતો, મને વિશ્વાસ નહોતો, હું છતાં પણ ડરી રહી છું. અંજલિ ભાગવત મારાં ગુરુ છે અને દાદી અને પપ્પાનાં આશીર્વાદ છે, તે કોચે મને શીખવ્યું જે કરવું છે કરો, પરંતુ જો તમે સકારાત્મક વિચારશો, તો તમે તે કરશો. અને હમણાં જ, બ્રાઝિલમાં બીજો ઑલિમ્પિક થયો એમાં, મેં ધનુષ સાથે ટીમમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. આમ તો ઑલિમ્પિક થયો એ પહેલાં દાદી દુનિયામાં હવે નથી, તેમણે મને વચન આપ્યું હતું કે અમે મેડલ જીત્યા પછી ચોક્કસ આવીશું, પરંતુ દાદીએ મારી પાસેથી વચન લીધું કે હવે હું ચોક્કસ મેડલ મેળવીશ. પરંતુ તેમનાં આકસ્મિક મૃત્યુ બાદ મેં તેમનું સપનું પૂરું કર્યું છે, ત્યારે મને સારું લાગે છે.

પ્રધાનમંત્રીજી - જુઓ પ્રિયંશા, સૌ પ્રથમ હું અંજલિ ભાગવતજીને અભિનંદન આપું છું, તેમણે તમારા માટે જીવ રેડીને આટલી મહેનત કરી.

પ્રિયંશા – થેંક યુ સર!

પ્રધાનમંત્રીજી - હું તમને ખરેખર કહું છું કે એક તો તમારું, તમારા માતા-પિતાનું છે, પરંતુ જો કોચ પણ તમારા માટે પૂરાં દિલથી કામ કરે છે, તો તેનાં કારણે હું એક મોટો ફેરફાર જોઈ રહ્યો છું. સારું, મને એ કહો કે તમે પૂણેનાં છો, અને પૂણેના લોકો ખૂબ શુદ્ધ મરાઠી બોલે છે.

પ્રિયંશા - હા ખબર છે કે હું મરાઠી છું.

પ્રધાનમંત્રીજી - તો તમે આટલું સરસ હિન્દી કેવી રીતે બોલો છો.

પ્રિયંશા હું મરાઠી, હિન્દી બધું બોલું છું પણ સમસ્યા એવી છે કે મરાઠીમાં તો મને મારી ભાષા હોય છે. મને એવું થાય છે કે દુનિયામાં એક ભાષામાં વાત નથી કરવી, દરેક ભાષામાં વાત કરે છે, પણ હું મરાઠીમાં ઓછી વાત કરું છું.

પ્રધાનમંત્રીજી - મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, તમારી દાદીએ હંમેશા તમને પ્રોત્સાહિત કર્યાં, તમને ક્યારેય નિરાશ ન થવાં દીધાં, કદી આપને ઉદાસ ન થવાં દીધાં. તમે ઘણા પડકારોને પાર કર્યા છે અને જેમ મને કહેવામાં આવ્યું છે તેમ તમે તેને નવી નવી રીતે શીખવાનો પ્રયાસ કર્યો છે. હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌને પ્રેરણા આપતાં રહેશો.

પ્રિયંશા – થેંક યુ!

ઉદઘોષક - જાફરીન શેખ – ટેનિસ

પ્રધાનમંત્રીજી - હા, નમસ્તે જાફરીન.

જાફરીન - હું જાફરીન શેખ, ટેનિસ પ્લેયર છું. મેં બધિર ઑલિમ્પિક 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મારા પિતા મને ખૂબ સપોર્ટ કરે છે, ખૂબ મહેનત કરે છે. મેં ભારતમાં ઘણા મેડલ મેળવ્યા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર.

પ્રધાનમંત્રીજી – સરસ જાફરીન, તમે અને પૃથ્વી શેખર, તમારી જોડીએ મોટી કમાલ કરી દીધી. તમે બંને કૉર્ટમાં એકબીજાને કેવી રીતે મદદ કરતા હતા? તમે એકબીજાની મદદ કેવી રીતે કરો છો?

જાફરીન - અમે બંને સપોર્ટ કરીએ છીએ (અસ્પષ્ટ)

પ્રધાનમંત્રી - જુઓ, ન તો હું ટેનિસનો ખેલાડી રહ્યો, મને તે નસીબ નથી થયું, પરંતુ કહેવાય છે કે ટેનિસ એક એવી રમત છે કે તેમાં ટેકનિક પર ખૂબ ભાર મૂકવામાં આવે છે અને તેના તરફ ખૂબ ધ્યાન આપવામાં આવે છે. તમે માત્ર રમતને અપનાવી જ નથી, પરંતુ તમે દેશનું નામ ઘણી વખત ઊંચું કર્યું છે. આ વસ્તુઓને આત્મસાત કરવા માટે તમને કેટલી મહેનત કરવી પડી?

જાફરીન - સર, મેં ખૂબ મહેનત કરી, હંમેશા ખૂબ મહેનત કરી (અસ્પષ્ટ)

પ્રધાનમંત્રીજી – વારું, એક રીતે, દેશની દીકરીઓ, તેમનાં સામર્થ્યનો એક રીતે પર્યાય તો હોય જ છે, પરંતુ તમે નાની-નાની છોકરીઓ માટે પણ પ્રેરણા છો. તમે સાબિત કરી દીધું છે કે જો ભારતની દીકરી કંઇક કરવા માટે મક્કમ હોય તો તેને કોઇ અવરોધ રોકી શકતો નથી. જાફરીનને મારી શુભેચ્છાઓ. તમારી પાછળ આટલી મહેનત કરવા અને તમને અહીં સુધી પહોંચાડવા માટે તમારા પિતાને ખાસ અભિનંદન.

જાફરીન - સર, તમે સૌને સપોર્ટ કરો છો, (અસ્પષ્ટ) સ્પોર્ટ કરો.

પ્રધાનમંત્રીજી – હું કરીશ.

જાફરીન – આભાર સર, થેંક યુ!

પ્રધાનમંત્રીજી - હું કરીશ. તમારી ઊર્જાથી હું કહી શકું છું કે તમે લોકોએ જે મુકામ હાંસલ કર્યો છે તેના કરતાં ઘણું આગળ જવાનો જુસ્સો તમારામાં છે. આ જુસ્સો જાળવી રાખશો, આ જોશ જાળવી રાખશો. આ જોશથી દેશની જીતના નવા રસ્તા ખુલશે. ભારતનાં ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. અને હું માનું છું કે આપણા સામાન્ય ખેલ જગતમાં કોઈ વ્યક્તિ નામના લઈ આવે તો ત્યાંની રમત સંસ્કૃતિની, રમત ક્ષમતાની વાત થાય છે. પરંતુ કોઇ દિવ્યાંગ, કોઇ શારીરિક મજબૂરીમાં જીવતી વ્યક્તિ જ્યારે દુનિયામાં નામ રોશન કરે છે ત્યારે તે માત્ર ખેલાડી જીતીને નથી આવતો, તે માત્ર રમતની રમત નથી રહેતી, તે એ દેશની છબી પણ લઈને આવે છે કે હા, આ દેશ એવો છે કે જ્યાં દિવ્યાંગજનો પ્રત્યે પણ સમાન સંવેદના છે, આ જ ભાવ છે અને તે જ સામર્થ્યની પૂજા એ દેશ કરે છે.

બહુ મોટી તાકાત હોય છે. અને કારણે, તમે દુનિયામાં જ્યાં પણ ગયાં હશો, દુનિયામાં જ્યારે પણ કોઈએ તમારી સિદ્ધિ જોઈ હશે, તો તમને જોયાં હશે, તમારી રમત જોઈ હશે, તમારો મેડલ જોયો હશે, પણ મનની પાછળ વિચાર્યું હશે, સારું! હિન્દુસ્તાનમાં વાતાવરણ છે, દરેકને સમાનતા છે, દરેકને તક છે. અને તેનાથી દેશની છબી બને છે. એટલે કે સામાન્ય ખેલાડી દેશની છબી બનાવે છે, એનાથી અનેક ગણી વધારે સારી છબી દેશની સારી બનાવવાનું કામ તમારા દ્વારા થાય છે. તે તમારા પ્રયત્નો દ્વારા થાય છે. એટલે કે પોતે એક મોટી વાત છે.

આપ સૌને ફરી એકવાર શાનદાર જીત માટે અને દેશનું નામ રોશન કરવા માટે, દેશનું નામ ઊંચું કરવા માટે, ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવવા માટે અને તે પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, તે સમયે દેશના તિરંગાને ફરકાવવા બદલ આપ સૌ ઘણાં ઘણાં અભિનંદનને પાત્ર છો.

તમારા પરિવારજનો,  તમારા માતા-પિતા, તમારા કોચ, તમારી આસપાસનું વાતાવરણ હશે, આ બધાનો પુરુષાર્થમાં ઘણો ફાળો રહ્યો છે. અને તેથી હું તે બધાને પણ અભિનંદન આપું છું.

વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ સમગ્ર દેશની સામે હિંમતનું અભૂતપૂર્વ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. કેટલાક લોકો એવા હશે જે મેડલ સુધી પહોંચ્યા હોય, પરંતુ એમ માનીને ચાલો કે તે મેડલે તમને જોઇ લીધા છે. હવે તે મેડલ તમારી રાહ જોઈ રહ્યો છે. તે ચંદ્રક તમારી રાહ જોઈ રહ્યો છે. એવું વિચારો કે તમે હવે પાછળ છો. તમે ચોક્કસપણે સિદ્ધિ પ્રાપ્ત કરશો, તમે વિજયી થઈ આવશો અને જેઓ જીત્યા છે તેઓ પણ હવે તો તમારી પ્રેરણાનું કારણ બનશે. અને તમે ગેમમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને આવ્યા છો. તમે હિંદુસ્તાનના તમામ રેકોર્ડ તોડીને આવ્યા છો.

તેથી મને ટીમ પર હ્રદયથી ગર્વ છે, હું તમને અભિનંદન આપું છું અને આઝાદીના અમૃત મહોત્સવ, એમાં પણ તમે પ્રેરણા બનશો, તમે દેશનો ત્રિરંગો આગળ લહેરાવવામાં દરેક યુવાનો માટે પ્રેરણા બનશો, આ જ અપેક્ષા સાથે હું સૌ પ્રથમ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ આગળ વધવા માટે નિમંત્રિત કરું છું.

ખૂબ ખૂબ આભાર.

 

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1827309) Visitor Counter : 267