પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 17મી મેના રોજ ટ્રાઈની રજત જયંતીની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી 5G ટેસ્ટ બેડ લોન્ચ કરશે જે ભારતીય ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સને 5G અને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીમાં તેમના ઉત્પાદનો, પ્રોટોટાઇપ્સ, સોલ્યુશન્સ અને અલ્ગોરિધમ્સને માન્ય કરવા માટે સમર્થન આપશે

Posted On: 16 MAY 2022 4:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 મે, 2022ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી શ્રી આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડશે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી IIT મદ્રાસની આગેવાની હેઠળની કુલ આઠ સંસ્થાઓ દ્વારા મલ્ટી ઇન્સ્ટિટ્યૂટ સહયોગી પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવેલ 5G ટેસ્ટ બેડ પણ લોન્ચ કરશે. પ્રોજેક્ટમાં ભાગ લેનાર અન્ય સંસ્થાઓમાં IIT દિલ્હી, IIT હૈદરાબાદ, IIT બોમ્બે, IIT કાનપુર, IISc બેંગ્લોર, સોસાયટી ફોર એપ્લાઇડ માઇક્રોવેવ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ (SAMEER) અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન વાયરલેસ ટેકનોલોજી (CEWiT)નો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ રૂ.  220 કરોડ કરતાં વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. ટેસ્ટ બેડ ભારતીય ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ માટે સહાયક ઇકોસિસ્ટમને સક્ષમ કરશે જે તેમને 5G અને નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીમાં તેમના ઉત્પાદનો, પ્રોટોટાઇપ, સોલ્યુશન્સ અને અલ્ગોરિધમ્સને માન્ય કરવામાં મદદ કરશે.

TRAIની સ્થાપના 1997માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ, 1997 દ્વારા કરવામાં આવી હતી.

SD/GP/JD
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1825788) Visitor Counter : 188