માહિતી અને પ્રસારણ મંત્રાલય

કાન્સમાં શ્રી અનુરાગ ઠાકુર સાથે દેશભરની ફિલ્મી હસ્તીઓ રેડ કાર્પેટ પર ચાલશે


એ. આર. રહેમાન, શેખર કપૂર, અક્ષયકુમાર, રિકી કેજ રેડ કાર્પેટ પર ચાલનારી હસ્તીઓમાં સામેલ થશે

Posted On: 10 MAY 2022 6:02PM by PIB Ahmedabad

75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ઇવેન્ટ ભારતીય દર્શકો માટે એક ભવ્ય આયોજન હશે કારણ કે 17 મે 2022ના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના ઉદ્ઘાટનના દિવસે દેશભરની સીનેજગતની હસ્તીઓ ભારતીય પ્રતિનિધિમંડળના હિસ્સા તરીકે રેડ કાર્પેટ પર ચાલશે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુર કાન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ખ્યાતનામ હસ્તીઓની યાદીમાં દેશભરના અગ્રણી સંગીત ઉદ્યોગના સિતારા સામેલ છે. આ પ્રતિનિધિમંડળમાં નીચે ઉલ્લેખિત હસ્તીઓ પણ સામેલ છે:

  1. શ્રી અક્ષય કુમાર (અભિનેતા અને નિર્માતા, બોલીવૂડ)
  2. શ્રી એ.આર. રહેમાન (આંતરરાષ્ટ્રીય સંગીતકાર)
  3. શ્રી મામે ખાન (લોક સંગીતકાર, ગાયક)
  4. શ્રી નવાઝુદ્દીન સિદ્દીકી (અભિનેતા, બોલીવૂડ)
  5. સુશ્રી નયનતારા (અભિનેત્રી, મલયાલમ, તમિલ)
  6. સુશ્રી પૂજા હેગડે (અભિનેત્રી, હિન્દી, તેલુગુ)
  7. શ્રી પ્રસૂન જોશી (અધ્યક્ષ, CBFC)
  8. શ્રી આર. માધવન (અભિનેતા અને નિર્માતા), કાન્સમાં રૉકેટ્રીનું વર્લ્ડ પ્રીમિયર
  9. શ્રી રિકી કેજ (સંગીતકાર)
  10. શ્રી શેખર કપૂર (ફિલ્મ દિગ્દર્શક)
  11. સુશ્રી તમન્ના ભાટીયા (અભિનેત્રી, હિન્દી, તેલુગુ, તમિલ ફિલ્મ)
  12. સુક્ષી વાણી ત્રિપાઠી (અભિનેત્રી)

આ વર્ષે સંસ્કૃતિ, વારસો, પરંપરા અને વિકાસ સંબંધિત ભારતના સમૃદ્ધ સ્વાદ અને વિવિધતાને સીનેમાના માધ્યમથી પ્રદર્શિત કરવાનો ઇરાદો છે. દેશના વિવિધ સામર્થ્ય અને પરિબળોનું પ્રતિનિધિત્વ કરવા માટે દેશભરના વિવિધ વિસ્તારોમાંથી આ પ્રતિનિધિમંડળના સભ્યોની પસંદગી કરવામાં આવી છે.

તાજેતરમાં જ સંપન્ન થયેલા ભારતના 52મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કેટલીય નવી પહેલ કરવામાં આવી હતી – જેમ કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવા OTT પ્લેટફોર્મ સાથે સહયોગ; 75 ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરોને માન્યતા અને બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ. આ ભાવના સાથે જ, આ વર્ષે કાન્સ માટે કેટલીય નવી અને રસપ્રદ પહેલ કરવામાં આવી છે.

ધ્યાન આપવા લાયક તથ્ય એ છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના આ સંસ્કરણમાં કાન્સ ફિલ્મ બજારમાં ભારતના અધિકૃતરૂપે કન્ટ્રી ઓફ ઓનરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે કોઇ દેશને આ સન્માન આપવામાં આવ્યું હોય અને આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે ભારત પોતાની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ભારત અને ફ્રાન્સ પણ આ વર્ષે પોતાના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ અગાઉ એવી જાહેરાત કરી હતી કે ભારત કાન્સ નેક્સ્ટમાં કન્ટ્રી ઓફ ઓનર પણ છે, જે અંતર્ગત 5 નવા સ્ટાર્ટઅપને ઓડિયો – વિઝ્યુઅલ ઉદ્યોગમાં ભાગીદારી કરવાની તક આપવામાં આવશે.

SD/GP/JD



(Release ID: 1824290) Visitor Counter : 208