ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 48મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું

Posted On: 22 APR 2022 6:20PM by PIB Ahmedabad

મોદી સરકારે કાશ્મીરમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ અને પૂર્વોત્તરમાં ડ્રગ્સ તેમજ સશસ્ત્ર જૂથો નામની ત્રણ સમસ્યાઓના કાયમી ઉકેલમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે

 

અનેક સશસ્ત્ર જૂથો તેમના હથિયાર હેઠાં મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે, કલમ 370 નાબૂદ થયા પછી, કાશ્મીરમાં ઉત્સાહ, ઉમંગ અને વિકાસના નવા યુગનો આરંભ થયો છે

 

આ પરિવર્તન આવવાનું મૂળ કારણ એ છે કે, સમસ્યાનું વિશ્લેષણ અને તેને સમજીને તેના ઉપાયોની ગહન ચર્ચા કરીને એક વ્યૂહનીતિના આધારે કામ કરવામાં આવ્યું છે

 

તમામ પોલીસ વિભાગોએ 10 વર્ષની પોલીસ રણનીતિ અને તેની વાર્ષિક સમીક્ષાની પ્રેક્ટિસને સંસ્થાકીય બનાવવી જોઈએ

 

આ ખૂબ જ મહત્વનું છે કારણ કે, હવે એવા પ્રકારના ગુનાઓ થવા લાગ્યા છે કે પોલીસના આધુનિકીકરણ, તાલીમ, રાજ્ય પોલીસ વચ્ચે સંકલન, રાજ્ય બહારની પોલીસ વચ્ચે સંકલન અને ટેકનોલોજીને આત્મસાત કર્યા વગર આવા અપરાધો સામે લડવાનું શક્ય નથી

 

દેશભરની પોલીસને એકસૂત્રતા અને એકબીજા સાથે સામંજસ્યથી કામ કરવું પડશે

 

“ડેટા નવું વિજ્ઞાન છે અને બિગ ડેટા તમામ સમસ્યાઓનો ઉકેલ છે”, આ વિધાનને દેશભરની પોલીસે આત્મસાત કરવું જોઇએ

 

પોલીસ ગુનેગાર કરતાં બે ડગલાં આગળ હોવી જોઇએ અને આના માટે પોલીસે પણ આધુનિક, ટેક-સેવી બનવું પડશે

 

મોદી સરકાર હેઠળ આતંકવાદ પર આપણી સુરક્ષા એજન્સીઓનું કમાન્ડિંગ વર્ચસ્વ દેખાઈ રહ્યું છે

 

સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા અને પરફેક્શન ખૂબ જ મહત્વના છે પરંતુ સફળતા માત્ર જુસ્સાથી જ મળી શકે છે અને પોલીસ દળમાં નીચે કોન્સ્ટેબલ સુધી આ જુસ્સાનું નિર્માણ થવું જોઇએ

 

કાયદો અને વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે, આથી જ પોલીસ રાજ્યની ચૂંટાયેલી સરકારના નિર્દેશન હેઠળ ચાલે છે, આવી સ્થિતિમાં સૌથી મોટો પડકાર એકસમાન પ્રતિભાવનો છે

 

જો રાજ્યની પોલીસ આઇસોલેશનમાં કામ કરતી હોય તો આપણે આ બધા જ પડકારોનો યોગ્ય રીતે સામનો નહીં કરી શકીએ

 

અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ અને DG કોન્ફરન્સ જેવી બેઠકો અને વ્યવસ્થાઓ દ્વારા, રાજ્યો અહીં સાથે મળીને તેમના વિસ્તારની સમસ્યાઓ પર ચર્ચા કરી શકે છે અને એક સમાન નીતિ બનાવી શકે છે

 

આજે દુનિયામાં ભારત એક મોટી શક્તિ તરીકે ઉદયમાન થઇ રહ્યું છે, આજે આપણી પાસે Democracy, Demographic Dividend, Demand, & Decisiveness અને ભારતની Destiny ને બદલનારા આપણા નેતા પણ છે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પોલીસ ટેકનોલોજી મિશનની જાહેરાત કરી છે, ગૃહ મંત્રાલયે તેના માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે, જે અંગે સૂચનો મેળવવા માટે અમે BPR&D દ્વારા રાજ્યોની પોલીસને તે મોકલીશું, આના માધ્યમથી દેશભરની પોલીસ એક જ પ્રકારના ઉપકરણો અને ટેકનોલોજીથી સુસજ્જ થઇ શકશે

 

પોલીસ વિજ્ઞાનના બે પાસાઓ છે – સાયન્સ ફોર પોલીસ અને સાયન્સ ઓફ પોલીસ, આ બંને પર વિચાર કરીને જ આપણે દેશ સમક્ષ રહેલા પડકારોનો સામનો કરી શકીશું

 

સાયન્સ ઓફ પોલીસ માટે, આપણે મેડિકલ સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, મેનેજમેન્ટ સાયન્સ, આર્મ સાયન્સ અને કોમ્યુનિકેશન સાયન્સનો ઉપયોગ આગળ વધારવો પડશે

 

હવે અંગ્રેજોના જમાનાની પોલીસ કામગીરીનો યુગ પૂરો થઈ ગયો છે, હવે જ્ઞાન આધારિત, પુરાવા આધારિત અને તર્ક આધારિત પોલીસ કામગીરી કરવી પડશે અને આમાં આપણે પોલીસના વિજ્ઞાનને પણ બદલવું પડશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 48મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, ગૃહ રાજ્યમંત્રી શ્રી અજયકુમાર મિશ્રા, શ્રી નિશિથ પ્રમાણિક, BPR&Dના મહાનિદેશક શ્રી બાલાજી શ્રીવાસ્તવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F4SF.jpg

આ પ્રસંગે સંબોધન આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસનું આખા દેશની પોલીસ કામગીરીમાં બે દૃશ્ટિએ મહત્વપૂર્ણ યોગદાન છે. એક તો સમાન પડકારો સામે લડવા માટે દેશભરની પોલીસ વચ્ચે સમન્વય અને બીજું કે, અપરાધીઓ કરતાં બે ડગલાં આગળ રહેવા માટે ટેકનોલોજીનો ઉપયોગ. આપણી બંધારણમાં પોલીસને રાજ્યનો વિષય માનવામાં આવ્યો છે અને બંધારણનું નિર્માણ થયું ત્યારથી આજ દિન સુધી દેશની પોલીસ સમક્ષ સંખ્યાબંધ મોટા પડકારો આવ્યા છે કારણ કે, ગુનાખોરીની દુનિયામાં પણ નવા નવા આયામો જોડાયા છે. આમાં કેટલીક એવી બાબતો સામે આવી છે, જેમાં આખા દેશની પોલીસે એકબીજા સાથે એકસૂત્રતા અને સામંજસ્યથી કામ કરવું પડશે, અન્યથા આ પડકારોનો સામનો કરવો શક્ય નથી. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે, આથી જ પોલીસ રાજ્યની ચૂંટાયેલી સરકારના નિર્દેશન હેઠળ ચાલે છે, આવી સ્થિતિમાં સૌથી મોટો પડકાર એકસમાન પ્રતિભાવનો છે. ઉદાહરણ તરીકે, પૂર્વોત્તરના આઠ રાજ્યોમાં અલગ અલગ સરકારો અને અલગ-અલગ પોલીસ દળો છે, પરંતુ તેમની સમક્ષ સશસ્ત્ર જૂથોનો સામનો કરવાનો એક સમાન પડકાર છે. ડાબેરી ઉગ્રવાદ વાળા વિસ્તારમાં અલગ અલગ રાજ્યો છે પરંતુ તેમની સમક્ષ રહેલો પડકાર એક જ છે. આવા પડકારોનો સામનો કરવા માટે સમન્વય, નીતિ અને એકસૂત્રતાની જરૂર છે, જો રાજ્ય પોલીસ આઇસોલેશનમાં (એકલી) કામ કરશે તો આપણે આવા તમામ પડકારોનો યોગ્ય રીતે સામનો કરી શકીશું નહીં. બંધારણ બદલવાની જરૂર નથી, પરંતુ અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ અને DG કોન્ફરન્સ જેવી બેઠકો અને વ્યવસ્થાઓ દ્વારા કેટલાક રાજ્યો તેમના વિસ્તારની સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે એકસાથે આવી શકે છે અને એક સમાન નીતિ બનાવી શકે છે. તેમણે કહ્યું હતું કે, દેશભરની પોલીસ સમક્ષ ડ્રગ્સ, હવાલા ટ્રાન્ઝેક્શન અને સાઇબર ફ્રોડ જેવા કેટલાક એકસમાન પડકારો છે. તેના વિરુદ્ધ વિચાર-વિમર્શ, સહિયારી રણનીતિ અને એકસૂત્રતા સાથે કામ કરવા માટે પોલીસ વિજ્ઞાન કોંગ્રેસ એક આદર્શ ફોરમ છે. BPR&Dના નેજા હેઠળ યોજવામાં આવતી આવી બેઠકો, આ ખામીઓને સારી રીતે ઉકેલવા અને એકસમાન પડકારોનો સામનો કરવા માટે દેશભરની પોલીસને એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. ગૃહમંત્રીએ BPR&Dને આગ્રહ કર્યો હતો કે, તે પોતાના કાર્યક્રમો અને સત્રોની ડિઝાઇન સમાન પડકારોનો સામનો કરવા માટે દેશભરની પોલીસની એક રણનીતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002D6ES.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આખી દુનિયામાં ગુનેગારો અત્યારે નવી નવી ટેકનોલોજીથી સજ્જ થઇ રહ્યા છે અને પોલીસ ગુનેગારો કરતાં બે ડગલાં આગળ રહે તે ખૂબ જ જરૂરી છે, અને આના માટે પોલીસે પણ આધુનિક, ટેક-સેવી બનવું પડશે અને ટેકનોલોજીનો ઉપયોગ બીટ સુધી લઇ જવો પડશે. જ્યાં સુધી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સુધી ટેકનોલોજીનો ઉપયોગ નહીં પહોંચે ત્યાં સુધી આપણે નવા પ્રકારના ગુનાઓ સામે લડી શકીશું નહીં. આના માટે પણ BPR&Dએ એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું છે. આ બંને ઉદ્દેશો માટે પોલીસ કોંગ્રેસનું પણ મહત્વ છે અને તેના વગર આપણે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે છેલ્લાં 8 વર્ષમાં કાશ્મીર, ડાબેરી ઉગ્રવાદ અને પૂર્વોત્તરમાં નાર્કોટિક્સ તેમજ સશસ્ત્ર જૂથો જેવી ત્રણ મોટી સમસ્યાઓ, કે જે કેટલાય વર્ષોથી આંતરિક સુરક્ષા માટે મોટું જોખમ બનીને ઉભી હતી તેને ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે ઉકેલી છે અને તેનું નિવારણ લાવવામાં ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અનેક સશસ્ત્ર જૂથો તેમના હથિયાર હેઠાં મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે, કલમ 370 નાબૂદ થયા પછી, કાશ્મીરમાં ઉત્સાહ, ઉંમગ અને વિકાસના નવા યુગનો આરંભ થયો છે અને આજે આતંકવાદ પર આપણી સુરક્ષા એજન્સીઓનું કમાન્ડિંગ વર્ચસ્વ દેખાઇ રહ્યું છે તેમજ ડાબેરી ઉગ્રવાદ પણ સમાપ્ત થવાની દિશામાં પ્રગતિ થઇ રહી છે. આ પરિવર્તન આવવાનું મૂળ કારણ એ છે કે, સમસ્યાનું વિશ્લેષણ અને તેને સમજીને તેના ઉપાયોની ગહન ચર્ચા કરીને એક વ્યૂહનીતિના આધારે કામ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તમામ પોલીસ વિભાગોએ 10 વર્ષની પોલીસ રણનીતિ અને તેની વાર્ષિક સમીક્ષાની પ્રેક્ટિસને સંસ્થાકીય બનાવવી જોઈએ. આ ખૂબ જ મહત્વનું છે કારણ કે, હવે એવા પ્રકારના ગુનાઓ થવા લાગ્યા છે કે પોલીસના આધુનિકીકરણ, તાલીમ, રાજ્ય પોલીસ વચ્ચે સંકલન, રાજ્ય બહારની પોલીસ વચ્ચે સંકલન અને ટેકનોલોજીને આત્મસાત કર્યા વગર આવા અપરાધો સામે લડવાનું શક્ય નથી. તેમણે કહ્યું હતું કે, “ડેટા નવું વિજ્ઞાન છે અને બિગ ડેટા તમામ સમસ્યાઓનો ઉકેલ છે”, આ વિધાનને દેશભરની પોલીસે આત્મસાત કરવું જોઇએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદીજીએ આના માટે પોલીસ ટેકનોલોજી મિશનની જાહેરાત કરી છે, ગૃહ મંત્રાલયે તેના માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે, જે અંગે સૂચનો મેળવવા માટે અમે BPR&D દ્વારા રાજ્યોની પોલીસને તે મોકલીશું, આના માધ્યમથી દેશભરની પોલીસ એક જ પ્રકારના ઉપકરણો અને ટેકનોલોજીથી સુસજ્જ થઇ શકશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EHVS.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે સંખ્યાબંધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે પરંતુ તેનો ઉપયોગ ખાસ વધારે પ્રમાણમાં થઇ રહ્યો નથી. આપણે ડેટા એકઠો કરીને સંતોષ માની લેવો જોઇએ નહીં. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પોલીસ પર ક્યારેક ‘નો એક્શન’ અને ક્યારેક ‘એક્સ્ટ્રીમ એક્શન’નો આરોપ લાગે છે, પરંતુ આપણે સ્વાભાવિક પ્રતિક્રિયાની આદત પાડવી જોઇએ અને આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે સિસ્ટમ વ્યક્તિ પર નિર્ભર રહેવાના બદલે વ્યક્તિ સિસ્ટમ પર નિર્ભર હોય. તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ વિજ્ઞાનના બે પાસાઓ છે – સાયન્સ ફોર પોલીસ અને સાયન્સ ઓફ પોલીસ, આ બંને પર વિચાર કરીને જ આપણે દેશ સમક્ષ રહેલા પડકારોનો સામનો કરી શકીશું. શ્રી શાહે જણાવ્યું હતું કે, આજે દુનિયામાં ભારત એક મોટી શક્તિ તરીકે ઉદયમાન થઇ રહ્યું છે, આજે આપણી પાસે Democracy, Demographic Dividend, Demand, & Decisiveness અને ભારતની Destiny ને બદલનારા આપણા નેતા પણ છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે આપણી પાસે 16 હજાર કરતાં વધારે પોલીસ સ્ટેશન ઑનલાઇન થઇ ગયા છે. CCTNS દ્વારા નવ સેવાઓને રાજ્ય સ્તરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને હવે તેની લોકપ્રિયતા વધે તે પણ જરૂરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, CCTNS ની તમામ નવ સિટિઝન સેવાઓને દરેક પોલીસ સ્ટેશન સુધી પહોંડવાનું કામ દેશભરની પોલીસે કરવું જોઇએ. તમામ FIR અને ડેટા પર અભ્યાસ કરવા માટે આતંદવાદ વિરોધી દળને સક્રિય કરવું જોઇએ, નાર્કેટિક્સના કેસોમાં NCBને ડેટાબેઝ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે અને ઇન્ટર-ઓપરેટેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં પણ ઘણો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ, જાતીય ગુનેગારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ (NDSO) પણ તૈયાર કરવામાં આવ્યો છે. સાયન્સ ઓફ પોલીસ માટે, આપણે મેડિકલ સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, મેનેજમેન્ટ સાયન્સ, આર્મ સાયન્સ અને કોમ્યુનિકેશન સાયન્સનો ઉપયોગ આગળ વધારવો પડશે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સંરક્ષણ શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરીને બે મોટા પગલાં ભર્યા છે, અત્યાર સુધીમાં 7 રાજ્યોમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની એફિલિએટેડ કોલેજો ખુલી ગઇ છે. તમામ રાજ્યોના પોલીસ પોલીસ મહાનિદેશકોને અનુરોધ છે કે, તેઓ પોતાના રાજ્યમાં બંને યુનિવર્સિટીની એફિલિએટેડ કોલેજોનો રાજ્ય સરકારને આગ્રહ કરે, જેથી તમને પોલીસ ક્ષેત્રમાં નિષ્ણાતો ઉપલબ્ધ થાય. શ્રી શાહે જણાવ્યું હતું કે, હવે અંગ્રેજોના જમાનાની પોલીસ કામગીરીનો યુગ પૂરો થઇ ગયો છે, હવે જ્ઞાન આધારિત, પુરાવા આધારિત અને તર્ક આધારિત પોલીસ કામગીરી કરવી પડશે અને આમાં આપણે પોલીસના વિજ્ઞાનને પણ બદલવું પડશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004HT5J.jpg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, BPR&D એક મોડસ ઓપરેન્ડી બ્યૂરો બનાવી રહ્યું છે અને આવનારા દિવસોમાં તેનો પણ ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકાશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારે કાનૂની સુધારાની પહેલ પણ હાથ ધરી છે. કેદીઓની ઓળખ માટે તાજેતરમાં જ સંસદમાં નવું વિધેયક પસાર કરવામાં આવ્યું છે, તેનો અમલ કરવાનો હજુ બાકી છે. મોડલ જેલ એક્ટ તમને મોકલવામાં આવ્યો છે, તેનો અમલ કરવાનો છે, FCRAના કડક પાલન માટે કાયદો ઘડવામાં આવ્યો છે. અમે CRPC, IPC અને એવિડન્સ અધિનિયમમાં પણ સુધારા લાવી રહ્યા છીએ. નાર્કોટિક્સની કો-ઓર્ડિનેશન બેઠકની જવાબદારી રાજ્યોના પોલીસ વડાઓને સોંપવામાં આવી છે. હેકાથોનનું આયોજન કરીને પણ સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્નો કરવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા અને પરફેક્શન ખૂબ જ મહત્વના છે પરંતુ સફળતા માત્ર જુસ્સાથી જ મળી શકે છે. પોલીસ દળમાં નીચે સુધી આ જુસ્સાને લઇ જવાની જવાબદારી આપણી જ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, સદીની સૌથી ભીષણ કોરોના મહામારીનો સામનો દેશ અને દુનિયાએ કર્યો છે. દુનિયાભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને કોરોનાના સમયે દેશમાં લગભગ 4 લાખ કરતાં વધારે પોલીસ તેમજ CAPFના કર્મીઓ સંક્રમિત થયા હતા, 2700 કરતાં વધારે જવાનો મૃત્યુ પામ્યા હતા. આવા સમયમાં દેશની જનતા સમક્ષ પોલીસનો માનવતાવાદી ચહેરો આવ્યો હતો અને આપત્તિના સમયમાં પોલીસ શું કરી શકે છે તેનું ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય દૃશ્ટાંત તમામ દળોએ પૂરું પાડ્યું હતું. હું ફરજ નિભાવતી વખતે પ્રથમ હરોળમાં મહામારીનો સામનો કરતી વખતે પોતાના પ્રાણ ગુમાવનારા 2712 જવાનોને વિનમ્રતાપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરવા માંગું છુ.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1819133) Visitor Counter : 193