સહકાર મંત્રાલય
12-13 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં સહકાર નીતિ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આ પરિષદનું ઉદ્ઘાટન કરશે
સહકારી સંસ્થાઓનાં સમગ્ર જીવનચક્રને આવરી લેતી છ મહત્વની થીમ્સ જ નહીં, પરંતુ તેમના વ્યવસાય અને વહીવટનાં તમામ પાસાઓને સ્પર્શતી પણ ચર્ચા કરવામાં આવશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સહકાર સે સમૃદ્ધિનાં વિઝન અને મંત્રને સાકાર કરવા દેશમાં સહકારી આધારિત આર્થિક મોડલને મજબૂત કરવા માટે પ્રોત્સાહન આપશે
Posted On:
08 APR 2022 5:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ અને સહકારી ક્ષેત્રના વિકાસને નવેસરથી વેગ આપવા અને સહકારથી સમૃદ્ધિ તરફનાં વિઝનને સાકાર કરવા માટે 06 જુલાઈ 2021ના રોજ નવાં સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં ગતિશીલ નેતૃત્વ હેઠળ સહકારિતા મંત્રાલય સહકારી ક્ષેત્રના વિકાસ માટે નવી યોજનાઓ અને નવી સહકાર નીતિ ઘડવા માટે સતત કામ કરી રહ્યું છે.
PACSનું ડિજીટાઈઝેશન, સહકારી મંડળીઓના રાષ્ટ્રીય ડેટાબેઝની રચના, સહકારી શિક્ષણ અને તાલીમ માટેની યોજના અને "સહકાર સે સમૃદ્ધિ" નામની એક છત્ર યોજના દેશમાં સહકારી ચળવળને વધુ ઊંડી અને મજબૂત કરવા માટે મંત્રાલય દ્વારા લેવામાં આવેલી આવી અનેક પહેલ પૈકીની એક છે. સહકારિતા મંત્રાલય નવી રાષ્ટ્રીય સહકાર નીતિ પણ ઘડી રહ્યું છે જે નવી આર્થિક અને સામાજિક વાસ્તવિકતાઓને સંબોધિત કરી શકે છે.
આ પૃષ્ઠભૂમિમાં, 12-13 એપ્રિલ, 2022 ના રોજ નવી દિલ્હીમાં સહકાર નીતિ પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે સહકારિતા રાજ્ય મંત્રી શ્રી બી.એલ. વર્મા પણ ઉપસ્થિત રહેશે.
બે ડઝનથી વધુ કેન્દ્રીય મંત્રાલયોનાં પ્રતિનિધિ તરીકે સચિવો અને સંયુક્ત સચિવો, તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિ તરીકે તેમના મુખ્ય સચિવો, અધિક મુખ્ય સચિવો, મુખ્ય સચિવ, અગ્ર સચિવો અને રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ અને લગભગ 40 સહકારી અને અન્ય મુખ્ય રાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ આ પરિષદમાં ભાગ લેશે. આ કોન્ફરન્સની રચના નીચેની છ મહત્વની થીમ્સમાં કરવામાં આવી છે જે માત્ર સહકારી સંસ્થાઓનાં સમગ્ર જીવન ચક્રને આવરી લે છે એટલું જ નહીં, પરંતુ તેમના વ્યવસાય અને વહીવટનાં તમામ પાસાઓને પણ સ્પર્શે છે:
- વર્તમાન કાનૂની માળખું, નિયમનકારી નીતિની ઓળખ, કામકાજના અવરોધો અને તેમના દૂર કરવા માટે જરૂરી પગલાં, જે ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ- ધંધો કરવા માટે સરળતા તરફ દોરી જાય છે અને સહકારી સંસ્થાઓ અને અન્ય આર્થિક સંસ્થાઓને સમાન તકોનું ક્ષેત્ર પૂરું પાડવું.
- સહકારી સિદ્ધાંતો, લોકશાહી સભ્ય નિયંત્રણ, સભ્યોની ભાગીદારી વધારવી, પારદર્શિતા, નિયમિત ચૂંટણીઓ, એચઆર નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ પદ્ધતિઓનો લાભ ઉઠાવવો, એકાઉન્ટ રાખવા અને ઑડિટ સહિત વહીવટને મજબૂત કરવા માટેના સુધારા
- ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરીને, ઇક્વિટી બેઝને મજબૂત કરીને, મૂડી સુધી પહોંચ, પ્રવૃત્તિઓનું વૈવિધ્યકરણ, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, બિઝનેસ પ્લાન ડેવલપમેન્ટ, ઇનોવેશન, ટેક્નોલોજી અપનાવવા અને નિકાસ કરીને સહકારી સંસ્થાઓને ગતિશીલ આર્થિક સંસ્થાઓ બનાવવી.
- તાલીમ, શિક્ષણ, જ્ઞાનની વહેંચણી અને જાગૃતિ નિર્માણ સહિત સહકારી મંડળોને મુખ્ય પ્રવાહમાં લાવવા, તાલીમને ઉદ્યોગ સાહસિકતા સાથે જોડવી, મહિલાઓ, યુવાનો અને નબળા વર્ગોનો સમાવેશ
- નવી સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું, નિષ્ક્રિય થઈ ગયેલી સંસ્થાઓને પુનર્જીવિત કરવી, સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું, સભ્યપદ વધારવું, સમૂહોને ઔપચારિક બનાવવા, ટકાઉ વૃદ્ધિ માટે સહકારી સંસ્થાઓનો વિકાસ કરવો, પ્રાદેશિક અસંતુલન ઘટાડવું અને નવા ક્ષેત્રોની શોધ કરવી.
- સામાજિક સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવું અને સામાજિક સુરક્ષામાં સહકારી સંસ્થાઓની ભૂમિકા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ મંત્રાલય વિવિધ હિસ્સેદારો સાથે આવી પરિષદોની શ્રેણીનું આયોજન કરવા જઈ રહ્યું છે, જેમાં આ પ્રથમ છે. ટૂંક સમયમાં, તમામ સહકારી ફેડરેશનો સાથે તેમનાં મંતવ્યો આમંત્રિત કરવા માટે બીજી એક કાર્યશિબિરની દરખાસ્ત છે. આ પ્રયાસો નવી મજબૂત રાષ્ટ્રીય સહકાર નીતિની રચનામાં પરિણમશે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સહકાર સે સમૃદ્ધિનાં વિઝન અને મંત્રને સાકાર કરવા માટે દેશમાં સહકારી આધારિત આર્થિક મોડલને મજબૂત કરવા માટે પ્રોત્સાહન આપશે.
SD/GP/JD
(Release ID: 1815066)
Visitor Counter : 289