નાગરિક ઉડ્ડયન મંત્રાલય
ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS) તબક્કાવાર અમલમાં મુકવામાં આવશે
કોલકાતા, વારાણસી, પુણે, વિજયવાડા, બેંગલુરુ, દિલ્હી અને હૈદરાબાદમાં માર્ચ 2023 સુધીમાં FRS હશે
Posted On:
04 APR 2022 2:18PM by PIB Ahmedabad
ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ એ પેસેન્જરોને એરપોર્ટ પર સીમલેસ અને મુશ્કેલીમુક્ત અનુભવ પ્રદાન કરવા માટે સરકારની ડિજિ યાત્રા પહેલનો એક ભાગ છે. તેનો તબક્કાવાર અમલ કરવાનો છે. માર્ચ 2023 સુધીમાં કોલકાતા, વારાણસી, પુણે, વિજયવાડા, બેંગ્લોર, દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ પર પ્રથમ તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ્સ પર 'ટ્રાવેલ ડે' માટે નોંધણી સાથે ડિજિ યાત્રા બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમનું પ્રારંભિક પરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે.
સુરક્ષાની જરૂરિયાત ગતિશીલ પ્રકૃતિની છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS), દેશમાં નાગરિક ઉડ્ડયન સુરક્ષા માટેની નિયમનકારી સંસ્થા, અન્ય સંબંધિત એજન્સીઓ અને હિતધારકો સાથે પરામર્શ કરીને, એરપોર્ટ પર સમયાંતરે સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ તેને અપગ્રેડ કરે છે.
આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી જન. (ડૉ.) વી.કે. સિંહે (નિવૃત્ત) આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1813152)
Visitor Counter : 236