પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વ્યાપાર સમજૂતીના વર્ચ્યુઅલ હસ્તાક્ષર સમારંભમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

Posted On: 02 APR 2022 2:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી મોરિસન,
ઓસ્ટ્રેલિયા અને ભારતના ટ્રેડ મંત્રી,
અને અમારી સાથે જોડાયેલા બંને દેશોનાં તમામ મિત્રગણ,
નમસ્કાર!

એક મહિનાથી પણ ઓછા સમયમાં આજે હું પોતાના મિત્ર સ્કોટની સાથે ત્રીજી વાર રૂબરૂ થયો છું. ગત સપ્તાહે અમારી વચ્ચે વર્ચ્યુઅલ સમિટમાં ખૂબ પ્રોડક્ટિવ ચર્ચા થઈ હતી. એ સમયે અમે અમારી ટીમને ઈકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત તુરંત સંપન્ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. અને મને ખૂબ ખુશી છે કે આજે આ મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર થઈ રહ્યા છે. આ અસાધારણ ઉપલબ્ધિ માટે, હું બંને દેશોના ટ્રેડ મંત્રીઓ અને તેમના અધિકારીઓને હાર્દિક અભિનંદન આપું છું. 

હું ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી અને વર્તમાનમાં પ્રધાનમંત્રી મોરિસનના ટ્રેડ એન્વોય ટોની એબટનું પણ વિશેષ રીતે અભિનંદન આપવા માગું છું. તેમના પ્રયાસોથી આ પ્રક્રિયામાં ઝડપ આવી.

મિત્રો,
આટલા સમયમાં એવા મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ પર સહમતિ બનવી, એ દેખાય છે કે બંને દેશો વચ્ચે કેટલો પારસ્પરિક વિશ્વાસ છે. આ આપણા દ્વિપક્ષીય સંબંધો માટે ખરેખર એક વોટરશેડ મોમેન્ટ છે. અમારી અર્થવ્યવસ્થાઓનાં વચ્ચે એકબીજાની આવશ્યકતાઓ પૂરી કરવાનું ખૂબ પોટેન્શિયલ છે. મને પૂરો વિશ્વાસ છે કે આ એગ્રીમેન્ટથી અમે આ અવસરોનો પૂરો લાભ ઉઠાવી શકીશું. આ સમજૂતીના આધારે પર અમે સાથે મળીને સપ્લાઈ ચેઈનની રેસાઈન્સ વધારવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્ટેબિલિટીમાં પણ યોગદાન કરી શકીશું.

મિત્રો,
પીપલ ટુ પીપલ, આ સંબંધો ભારત-ઓસ્ટ્રેલિયા મિત્રતાનો મહત્વપૂર્ણ સ્તંભ છે. આ એગ્રીમેન્ટ અમારી વચ્ચે સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ અને પર્યટકોનું આદાનપ્રદાન આસાન બનાવશે, જેનાથી આ સંબંધ અને મજબૂત થશે. હું ફરી એકવાર બંને દેશોની ટીમોને “ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા ઈકોનોમિક કોઓપેરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ”, “ઈન્ડ-ઓસ. એક્તા”ના પ્રભાવી અને સફળ નેગોશિએશન પર અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી મોરિસનને આજના આયોજનમાં સામેલ થવા માટે મારા હાર્દિક ધન્યવાદ અને ઓસ્ટ્રેલિયામાં આવનારી ચૂંટણીના સફળ આયોજન માટે મારી શુભકામનાઓ. અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને કાલે રમાનાર વિશ્વકપ ફાઈનલ માટે શુભકામનાઓ.
નમસ્કાર!
 


(Release ID: 1812776) Visitor Counter : 314