કૃષિ મંત્રાલય
કેન્દ્રીય મંત્રીમંડળે 2022-23 સિઝન માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી
Posted On:
22 MAR 2022 2:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે 2022-23 સીઝન માટે કાચા શણ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને મંજૂરી આપી છે. આ મંજૂરી કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનની ભલામણો પર આધારિત છે.
કાચા જ્યુટ (TDN3 સમકક્ષ TD5 ગ્રેડ) ની MSP 2022-23 સિઝન માટે પાછલા વર્ષની સરખામણીમાં રૂ.250/-ના વધારા સાથે રૂ.4750/- પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. આનાથી સમગ્ર ભારતના ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 60.53 ટકા વળતર સુનિશ્ચિત થશે. 2022-23ની સિઝન માટે કાચા શણની જાહેર કરાયેલ MSP, સરકારે 2018-19ના બજેટમાં જાહેર કરેલ ઉત્પાદનની સરેરાશ કિંમતના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે MSP ફિક્સ કરવાના સિદ્ધાંતને અનુરૂપ છે.
તે નફાના માર્જિન તરીકે ઓછામાં ઓછા 50 ટકાની ખાતરી આપે છે. શણ ઉત્પાદકોને વધુ સારા વળતરની ખાતરી કરવા અને ગુણવત્તાયુક્ત જ્યુટ ફાઇબરને પ્રોત્સાહિત કરવા માટે તે એક મહત્વપૂર્ણ અને પ્રગતિશીલ પગલું છે.
જ્યુટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (JCI) પ્રાઈસ સપોર્ટ ઓપરેશન્સ હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે ચાલુ રહેશે અને આવી કામગીરીમાં જો કોઈ નુકસાન થયું હોય તો તેની સંપૂર્ણ ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1808144)