સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

આઝાદી કા અમૃત મહોત્સવના એક વર્ષની ઉજવણી માટે સંસ્કૃતિ મંત્રાલય ‘અમૃત કાલ કા પહલા સાલ’નું આયોજન કરશે


સંસ્કૃતિ, પર્યટન અને DoNER મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી ઉજવણીનું નેતૃત્વ કરશે


વિમેન ઇન પાવરને સમર્પિત અમર ચિત્ર કથાની વિશેષ આવૃત્તિ બહાર પાડવામાં આવશે

Posted On: 10 MAR 2022 3:22PM by PIB Ahmedabad

ભારત સરકારની પહેલ, આઝાદી કા અમૃત મહોત્સવના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવા માટે સંસ્કૃતિ મંત્રાલય 12મી માર્ચ 2022ના રોજ એક સાંસ્કૃતિક કાર્યક્રમ “અમૃત કાલ કા પહેલા સાલ”નું આયોજન કરી રહ્યું છે. પ્રગતિશીલ સ્વતંત્ર ભારત, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વારસો અને ભારતની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે 12મી માર્ચ 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પણ એક સન્માન છે. આઝાદી કા અમૃત મહોત્સવ દેશના ખૂણે-ખૂણેથી લોકોને એકસાથે લાવવા અને આત્મનિર્ભર ભારતની ભાવના દ્વારા સંચાલિત ભારત 2.0 ની ઉજવણીના વિઝન સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

AKAMના એક વર્ષ પૂર્ણ થવા પર સાંસ્કૃતિક ઉજવણી સેન્ટ્રલ પાર્ક, કનોટ પ્લેસ, નવી દિલ્હી ખાતે યોજવામાં આવશે અને પ્રવાસન, સંસ્કૃતિ અને DoNER મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી અને વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી દ્વારા આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સત્તામાં મહિલાઓ (બંધારણ સભામાં ચૂંટાયેલી)ને સમર્પિત ‘અમર ચિત્ર કથા’ની વિશેષ આવૃત્તિનું લોકાર્પણ જોવા મળશે. આ પછી, આઝાદી કા અમૃત મહોત્સવની એક વર્ષની સફર મલ્ટિ-મીડિયા પ્રેઝન્ટેશન દ્વારા વર્ણવવામાં આવશે. શહીદોને ડિજિટલ શ્રદ્ધાંજલિ- "ડિજિટલ જ્યોત" પણ ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવશે. સાંજે પ્રખ્યાત કવિ અને કલાકાર કુમાર વિશ્વાસ દ્વારા સુનીલ ગ્રોવર, ધ્વની ભાનુશાલી, અરમાન મલિક અને આરજે મલિષ્કા જેવા કલાકારો સાથે લાઇવ પરફોર્મન્સ હશે.

ભૌતિક અને વર્ચ્યુઅલ એમ વિવિધ સ્થળોએ આયોજિત કાર્યક્રમો અને પહેલોને સમગ્ર દેશમાં લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ અને સહભાગિતા પ્રાપ્ત થઈ છે. 12મી માર્ચ 2021ના રોજ શરૂ થયેલી ભારતની આઝાદીના 75 વર્ષ માટે 75-સપ્તાહનું કાઉન્ટડાઉન 15મી ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1804735) Visitor Counter : 228