સ્ટીલ મંત્રાલય
azadi ka amrit mahotsav

રફ ડાયમંડ ઓક્શનમાં NMDC ચમક્યું

Posted On: 10 MAR 2022 12:02PM by PIB Ahmedabad

સ્ટીલ મંત્રાલય હેઠળની CPSE દેશની સૌથી મોટી આયર્ન ઓર ઉત્પાદક, નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (NMDC), એ મધ્યપ્રદેશ રાજ્યમાં સ્થિત તેની પન્ના ડાયમંડ ખાણોમાં ઉત્પાદિત રફ હીરાના વેચાણ માટે ઈ-હરાજી હાથ ધરી હતી. ઈ-ઓક્શનને સુરત, મુંબઈ અને પન્ના ડાયમંડ વેપારીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ડિસેમ્બર'20 પહેલા ઉત્પાદિત, લગભગ 8337 કેરેટના રફ હીરા, હરાજીમાં ઓફર કરવામાં આવ્યા હતા અને લગભગ 100% જથ્થાને વિજેતા બિડ મળ્યા હતા.

NMDCનો મજગવાન ખાતે ડાયમંડ માઇનિંગ પ્રોજેક્ટ - પન્ના દેશની એકમાત્ર મિકેનાઇઝ્ડ હીરાની ખાણ છે. આ પ્રોજેક્ટ ઓર પ્રોસેસિંગ પ્લાન્ટની સુવિધાઓથી સજ્જ છે જેમાં હેવી મીડિયા સેપરેશન યુનિટ, ડાયમંડ સેપરેશન માટે એક્સ-રે સોર્ટર અને જનરેટ થનાર ટેઈલીંગ્સ માટે નિકાલ સિસ્ટમનો સમાવેશ થાય છે.

NMDCના CMD, શ્રી સુમિત દેબે જણાવ્યું હતું કે, “NMDC છેલ્લા છ દાયકાથી વધુ સમયથી ખાણકામના ક્ષેત્રમાં છે. અત્યાધુનિક ટેકનોલોજી અને અપ્રતિમ અનુભવ સાથે, કંપની એક એવી એન્ટિટી બની ગઈ છે જે રાષ્ટ્ર માટે ઉન્નત ઉત્પાદન ક્ષમતા સાથે પર્યાવરણીય સલામતી અને ખાણોની આસપાસના લોકોની સુરક્ષાને સંતુલિત કરે છે. અમને તાજેતરમાં સુરત ખાતે હાથ ધરવામાં આવેલી હીરાની હરાજીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો જ્યાં ઓફર કરેલા જથ્થાના લગભગ 100% હીરાના વેપારીઓ પાસેથી બિડ પ્રાપ્ત થયા હતા. NMDC પાસે મધ્ય પ્રદેશમાં પન્ના ખાતે તેની હીરાની ખાણ છે, જે ભારતમાં એકમાત્ર રાજ્ય છે જે આપણા દેશના કુલ હીરા સંસાધનમાં 90% હિસ્સો ધરાવે છે. એનએમડીસીની રાજ્યમાં વાર્ષિક 84,000 કેરેટની ઉત્પાદન ક્ષમતા સાથેની હાજરી દેશની વધતી અર્થવ્યવસ્થા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1804719) Visitor Counter : 272