નાણા મંત્રાલય
46મા સિવિલ એકાઉન્ટ દિવસ કાલે 2 માર્ચ, 2022ના રોજ મનાવવામાં આવશે કેન્દ્રીય બજેટ 2022-23માં ઘોષિત ઈ-બિલ પ્રક્રિયા પ્રણાલીનો શુભારંભ કરવામાં આવશે
Posted On:
01 MAR 2022 12:22PM by PIB Ahmedabad
46મા સિવિલ એકાઉન્ટ દિવસ ડો. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, જનપથ, નવી દિલ્હીમાં 2 માર્ચ, 2022ના રોજ મનાવવામાં આવશે. નાણાં તેમજ કોર્પોરેટ કાર્ય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણ મુખ્ય અતિથિ હશે. આ અવસર પર નાણાં સચિવ ડો. ટી. વી. સોમનાથન અને સંગઠનની પ્રમુખ શ્રીમતી સોનાલી સિંહ અન્ય ગણમાન્યોની ગરિમામયી ઉપસ્થિતિ રહેશે.
નાણાં મંત્રી શ્રીમતી સીતારમણ એક મુખ્ય ઈ-શાસન પહેલ - ઈલેક્ટ્રોનિક બિલ (ઈ-બિલ) પ્રક્રિયા પ્રણાલીનો શુભારંભ કરશે, જે વ્યાપાર સુગમતા તથા ડિજિટલ ઈન્ડિયા ઈકો સિસ્ટમનું અંગ છે. બજેટ 2022-23 ઘોષણા અનુસાર, ઈ-બિલ પ્રણાલીને તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં કાર્યાન્વિત કરવામાં આવશે. પારદર્શિતા, દક્ષતા અને ફેસલેસ-પેપરલેસ પેમેન્ટ પ્રણાલીની દિશામાં એક અન્ય કદમ છે. સપ્લાયર અને કોન્ટ્રાક્ટર હવે પોતાના દાવાઓને ઓનલાઈન દાખલ કરી શકશે, જેમને વાસ્તવિક સમયમાં ટ્રેક કરી શકાય છે.
દિવસભર ચાલનારા કાર્યક્રમમાં બે ટેકનિકલ સત્ર હશે-‘રિફોર્મ્સ ઈન પબ્લિક ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ’ પર નીતિ આયોગના સીઈઓ શ્રી અમિતાભ કાંતનું મુખ્ય સંબોધન હશે અને નાણાં મંત્રાલયની ખરીદી નીતિ પ્રકોષ્ઠના સલાહકાર શ્રી સંજય અગ્રવાલ ‘જનરલ ગાઈડલાઈન્સ ઓન પ્રોક્યોરમેન્ટ એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ’ પર પ્રસ્તુતિકરણ આપશે.
સીજીએ સંગઠન પર એક લઘુ ફિલ્મ બતાવવામાં આવશે, જેમાં સિવિલ એકાઉન્ટ સંગઠનની નાગરિક કેન્દ્રીય પ્રવૃતિઓ દર્શાવવામાં આવશે. તેમાં સરકાર દ્વારા શરૂ કરાયેલી પેમેન્ટની વિવિધ પ્રણાલીઓ, હાલમાં શરૂ કરવામાં આવેલા સુધારા તથા જાહેર નાણાકીય સંચાલન પ્રણાલી (પીએફએમએસ)ના વિકાસ અને સંચાલનમાં આધુનિક ટેકનોલોજીને સામેલ કરવામાં આવશે. પીએફએમએસ એક એકીકૃત ઈન્ફોર્મેશન ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જેના દ્વારા ડીબીટી, બીન-ટેક્સ રસીદો અને એકાઉન્ટ પ્રવૃતિઓ સહિત સરકારી પેમેન્ટ કરવામાં આવે છે.
આ પ્રણાલીઓની મજબૂતના કારણે ભારતીય સિવિલ એકાઉન્ટ સંગઠન સરકારી લેવડદેવડને નિર્બાધ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કોવિડ-19 સંકટ દરમિયાન પણ તેને સફળતાપૂર્વક કરવામાં આવ્યું. પેમેન્ટ અને રસીદની સરલ કાર્યવાહી જરૂરી ચિકિત્સા સેવા, શાંતિ-વ્યવસ્થા તથા અર્થવ્યવસ્થાને સ્થિર અને વિકાસોન્મુખ બનાવવા માટે મહત્વપૂર્ણ હોય છે.
કાર્યક્રમનું સીધુ પ્રસારણ દૂરદર્શન અને એએનઆઈ તથા એનઆઈસીના વેબકાસ્ટ પ્લેટફોર્મ (https://webcast.gov.in/finmin/cga)પર જોઈ શકાય છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1802077)
Visitor Counter : 278