મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

મહિલા અને બાળ કલ્યાણ વિભાગની એક છત્ર યોજનાઓ

મિશન પોષણ 2.0, મિશન શક્તિ અને મિશન વાત્સલ્ય

મહિલાઓ અને બાળકોના કુપોષણની ચિંતાઓ નિવારવા અને સશક્તીકરણ, વિકાસ તેમજ સંરક્ષણ માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપો

Posted On: 02 FEB 2022 9:34AM by PIB Ahmedabad

દેશના દીર્ઘકાલિન અને સમાન વિકાસ માટે તેમજ પરિવર્તનકારી આર્થિક અને સામાજિક પરિવર્તનો પ્રાપ્ત કરવા માટે ભારતની કુલ વસ્તીમાં 67.7% હિસ્સો ધરાવતી મહિલાઓ અને બાળકોનું સશક્તીકરણ અને સંરક્ષણ થાય અને એકંદરે સલામત તેમજ સુરક્ષિત માહોલમાં તેમનો વિકાસ સુનિશ્ચિત કરવામાં આવે તે ખૂબ જ નિર્ણાયક બાબત છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય મહિલાઓ અને બાળકોને સુલભ, પરવડે તેવો, ભરોસાપાત્ર અને તમામ પ્રકારના ભેદભાવ તેમજ હિંસાથી મુક્ત માહોલ પૂરો પાડીને દેશમાં સારી રીતે પોષિત અને ખુશ બાળકો તેમજ આત્મવિશ્વાસુ, આત્મનિર્ભર મહિલાઓ હોય તેવું સુનિશ્ચિત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આની પાછળ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકો માટે રાજ્યો દ્વારા લેવામાં આવતા પગલાંઓ વચ્ચેના અંતરાયને દૂર કરવાનો અને લૈંગિક રીતે સમાન અને બાળકો કેન્દ્રિત કાયદા, નીતિઓ તેમજ કાર્યક્રમનું સર્જન કરવા માટે આંતર મંત્રાલય તેમજ આંતર ક્ષેત્રીય એક કેન્દ્રિતા લાવવાનો છે.

ઉપરોક્ત ઉલ્લેખિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મંત્રીમંડળ દ્વારા તાજેતરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયની 3 મહત્વપૂર્ણ એક છત્ર યોજનાઓને મિશન મોડમાં અમલમાં મૂકવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનાઓ મિશન પોષણ 2.0, મિશન શક્તિ અને મિશન વાત્સલ્ય છે.

મિશન પોષણ 2.0 એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે. બાળકો, કિશોર વયની છોકરીઓ, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોષણ સામગ્રી અને ડિલિવરીમાં વ્યૂહાત્મક પરિવર્તન લાવીને તેમજ આરોગ્ય, સુખાકારી અને રોગ પ્રતિકારકનું પોષણ કરે તેવા આચરણો વિકસાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે એક કેન્દ્રી ઇકો સિસ્ટમનું સર્જન કરીને તેમને પડી રહેલી કુપોષણની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ યોજના લાવવામાં આવી છે. પોષણ 2.0માં પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ ભોજનની ગુણવત્તા અને ડિલિવરીને શ્રેષ્ઠતમ બનાવવામાં આવશે.

મિશન પોષણ 2.0 દેશના માનવ મૂડી વિકાસમાં યોગદાન આપશે; કુપોષણના પડકારોનો ઉકેલ લાવશે; લોકોમાં પોષણ અંગે જાગૃતિનો ફેલાવો કરશે અને દીર્ઘકાલિન આરોગ્ય તેમજ સુખાકારી માટે સારા ભોજનની આદતોને પ્રોત્સાહન આપશે અને મુખ્ય વ્યૂહનીતિઓ દ્વારા પોષણ સંબંધિત ઉણપોનો  ઉકેલ લાવશે. આ કાર્યક્રમ હેઠળ, પરંપરાગત સામુદાયિક ભોજનની આદતોને પણ અનુસરવાની સાથે સાથે પોષણ સંબંધિત ધોરણો અને માપદંડો તેમજ ગુણવત્તા અને THR માટે પરીક્ષણમાં સુધારો લાવવામાં આવશે અને મોટાપાયે હિતધારકો અને લાભાર્થીઓની સહભાગિતાને પ્રોત્સાહન આપવામાં આવશે. પોષણ 2.0 તેના એક છત્ર હેઠળ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમ/ યોજનાઓ લાવશે જેમાં આંગણવાડી સેવાઓ, કિશોર વયની છોકરીઓ માટે યોજના અને પોષણ અભિયાનનો સમાવેશ થાય છે.

પોષણ 2.0 અંતર્ગત માતૃત્વ પોષણ, નવજાત અને શિશુ આહારના ધોરણો, MAM/SMAની સારવાર અને આયુષ દ્વારા સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તે એક કેન્દ્રિતા, સુશાસન અને ક્ષમતા નિર્માણના આધારસ્તંભ પર કામ કરશે. પોષણ અભિયાન લોક સંપર્ક માટે મહત્વપૂર્ણ આધારસ્તંભ પણ બની રહેશે અને તેમાં પોષણ સહાય સંબંધિત આવિષ્કારો, ICT હસ્તક્ષેપો, મીડિયા સમર્થન અને સંશોધન, સામુદાયિક લોક સંપર્ક અને જન આંદોલનને આવરી લેવામાં આવશે.

મિશન પોષણ 2.0 તેના ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ વ્યૂહનીતિઓને એકીકૃત કરશે જેમકે, સુધારાત્મક વ્યૂહનીતિ, પોષણ જાગૃતિ વ્યૂહનીતિ, કમ્યુનિકેશન વ્યૂહનીતિ અને હરિત ઇકો સિસ્ટમનું સર્જન. મિશન પોષણ 2.0 હેઠળના ઉદ્દેશો મુખ્ય મંત્રાલયો/ વિભાગો/ સંગઠનો સાથે મજબૂત હસ્તક્ષેપ દ્વારા સંચાલિત એક કેન્દ્રિતા પ્રવૃત્તિઓ દ્વારા સાકાર કરવામાં આવશે.

MoWCD દ્વારા સુશાસનના સાધન તરીકે રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ ડિવિઝન દ્વારા પોષણ ટ્રેકર હેઠળ ડિજિટલ માળખાકીય સુવિધાનો અમલ કરવામાં આવશે, જે પોષણ ડિલિવરી સહાયક પ્રણાલીઓને વધારે મજબૂત બનાવશે અને તેમાં પારદર્શકતા લાવશે. પોષણ ટ્રેકર અંતર્ગત ટેકનોલોજીનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે જેથી (i) બાળકોમાં પ્રવર્તિત ઠીંગણાપણું, મેદસ્વીતા, ઓછું વજનની સમસ્યાઓની ગતિશીલ રીતે ઓળખ થઇ શકે (ii) છેવાડાના લોકો સુધી પોષણ સેવાની ડિલિવરી થઇ શકે.

મિશન શક્તિમાં એકીકૃત સંભાળ, સલામતી, સંરક્ષણ, પુનર્વસન અને સશક્તીકરણ દ્વારા મહિલાઓ માટે જન કેન્દ્રિત જીવનચક્ર સહાયની વિભાવના કરવામાં આવી છે જેથી મહિલાઓ તેમના જીવનના વિવિધ તબક્કે પ્રગતિ કરતી જાય ત્યારે તેમને બંધનોમાંથી આઝાદ કરી શકાય. મિશન શક્તિમાં સંબલ અને સામર્થ્ય નામની બે પેટા યોજનાઓ સમાવવામાં આવી છે. સંબલ પેટા યોજના મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે સમાવવામાં આવી છે જ્યારે સામર્થ્ય પેટા યોજના મહિલાઓના સશક્તીકરણનો ઉદ્દેશ ધરાવે છે. સંબલ પેટા યોજનામાં હાલમાં અસ્તિત્વમાં રહેલા વન સ્ટોપ સેન્ટર્સ (OSC), મહિલા હેલ્પલાઇન (181-WHL) અને બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને સમાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, મહિલાઓમાં વૈકલ્પિક તકરાર નિવારણને પ્રોત્સાહન આપવા અને તેની સુવિધા પૂરી પાડવા માટે તેમજ સમાજ અને પરિવારમાં લૈંગિક ન્યાય અપાવવા માટે નવા ઘટક તરીકે નારી અદાલતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સામર્થ્ય પેટા યોજના મહિલાઓના સશક્તીકરણ માટે છે, જેમાં હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉજ્જવલા, સ્વધાર ગૃહ અને વર્કિંગ વૂમન હોસ્ટેલ યોજનાઓને સમાવી લેવામાં આવી છે. આ ઉપરાંત, કામકાજી મહિલાઓના બાળકો માટે રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) પણ સમાવી લેવામાં આવી છે જે, એક છત્ર ICDS યોજના હેઠળ હતી તેને હવેથી સામર્થ્ય હેઠળ એકત્રિત કરવામાં આવી છે.

મિશન વાત્સલ્ય નામની બાળકોની યોજનાને નીતિ ઘડનારાઓ દ્વારા રાષ્ટ્રની સર્વોપરી અસ્કયામતો પૈકી એક તરીકે ગણાવવામાં આવી છે. ભારતમાં 18 વર્ષ સુધીની ઉંમરના 472 મિલિયન બાળકો છે અને દેશની કુલ વસ્તીમાંથી બાળકોની સંખ્યા 39 ટકા જેટલી છે. મિશન વાત્સલ્યનો ઉદ્દેશ ભારતમાં દરેક બાળકનું બાળપણ આરોગ્યપ્રદ અને ખુશીઓથી ભરેલું હોય તેવું સુનિશ્ચિત કરવાનો; બાળકોના વિકાસ માટે સંવેદનશીલ, સહાયક અને તાલમેલ સાથેની ઇકોસિસ્ટમને આગળ ધપાવવાનો; જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015માં આપેલા આદેશનું યથાયોગ્ય પાલન કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સહાય કરવાનો; SDGના લક્ષ્યો પ્રાપ્ત કરવાનો છે.

મિશન વાત્સલ્ય હેઠળના ઘટકોમાં કાનૂની સંગઠનો; સેવા ડિલિવરી માળખાઓ; સંસ્થાગત સંભાળ/સેવાઓ; બિન સંસ્થાગત સમુદાય આધારિત સંભાળ; કટોકટીમાં લોક સંપર્ક સેવાઓ; તાલીમ અને ક્ષમતા નિર્માણ સામેલ રહેશે.

ઉપરોક્ત ઉલ્લેખિત ત્રણેય મિશન 15મા નાણાં પંચના 2021-22થી 2025-26 સુધીના સમયગાળા દરમિયાન અમલમાં મૂકવામાં આવશે.

પોષણ અભિયાન સહિત મિશન પોષણ 2.0 માટે કુલ નાણાકીય ખર્ચ 1,81,703 કરોડ છે જેમાં કેન્દ્ર સરકારના હિસ્સાના 1,02,031 કરોડ અને રાજ્ય સરકારના હિસ્સાના 79,672 કરોડ સામેલ છે. કેન્દ્રના હિસ્સામાં અંદાજે રૂપિયા 10,108.76 કરોડ (10.99%)નો વધારો કરવામાં આવ્યો છે. મિશન પોષણ 2.0 હેઠળ કુલ ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે ખર્ચની વહેંચણીના આધારે ગણવામાં આવ્યો છે જેને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે, એટલે કે, ધારાસભા ધરાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે  60:40ના ધોરણે અને NER તેમજ હિમાલયના રાજ્યો તેમજ જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ માટે 90:10ના ધોરણે અને ધારાસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશો માટે 100%ના ધોરણે રહેશે.

મિશન શક્તિમાં કુલ નાણાંકીય ખર્ચ રૂપિયા 20898 કરોડ છે જેમાંથી કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 15761 કરોડ અને રાજ્યનો હિસ્સો રૂ. 5228 કરોડ છે. સંબલ પેટા યોજનાનો અમલ કેન્દ્ર દ્વારા 100% ભંડોળ સહાય સાથે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના તરીકે કરવામાં આવશે જેનું ભંડોળ નિર્ભયા ફંડ/ MWCD બજેટમાંથી રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સીધા જ જિલ્લા કલેક્ટર અથવા સંબંધિત નિદેશાલય/ આયુક્તાલયને ભંડોળ રિલીઝ કરવાની જોગવાઇ સાથે પૂરું પાડવામાં આવશે. સામર્થ્ય પેટા યોજનાનો અમલ કેન્દ્ર અને ધારાસભા ધરાવતી રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે 60:40ના ભંડોળના ગુણોત્તર સાથે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના તરીકે કરવામાં આવશે જેમાંથી ધારાસભા ધરાવતા પૂર્વોત્તર અને વિશેષ શ્રેણીના રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો કે જ્યાં 90:10 ગુણોત્તરનો અમલ કરવામાં આવ્યો હોય તેને બાકાત રાખવામાં આવશે. ધારાસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશો માટે, 100% ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે. મિશન શક્તિ હેઠળ કેન્દ્રના હિસ્સાનો કુલ ખર્ચ અંદાજે 24% વધારીને રૂપિયા 12742 કરોડમાંથી રૂ. 15761 કરોડ કરવામાં આવ્યો છે.

મિશન વાત્સલ્યનો કુલ અમલીકરણ ખર્ચ રૂ. 10916 કરોડ છે જેમાંથી કેન્દ્રનો હિસ્સો રૂ. 6928 કરોડ અને રાજ્યનો હિસ્સો રૂ. 3988 કરોડ છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન, બાળ સંરક્ષણ સેવાઓ (CPS) યોજના હેઠળ કરવામાં આવેલી કુલ ફાળવણી રૂ. 3852 કરોડ હતી જેથી CPS યોજનાઓની સરખામણીએ મિશન વાત્સલ્યમાં હેઠળ કરવામાં આવેલી ફાળવણીમાં લગભગ 63.68%ની વૃદ્ધિ જોવા મળે છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1794720) Visitor Counter : 788