પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત અને ઈઝરાયેલ વચ્ચે ઔપચારિક રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી શ્રીનું વક્તવ્ય
Posted On:
29 JAN 2022 10:05PM by PIB Ahmedabad
તમામ ઈઝરાયેલી મિત્રોને ભારતથી નમસ્કાર અને શાલોમ. આજનો દિવસ આપણા સંબંધોમાં એક વિશેષ મહત્વ ધરાવે છે. 30 વર્ષ અગાઉ, આજના જ દિવસે, આપણી વચ્ચે ડિપ્લોમેટિક રિલેશન્સ સંપૂર્ણપણે સ્થાપિત થયા હતા.
બંને દેશો વચ્ચે એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. ભલે એ અધ્યાય નવો હતો પરંતુ આપણા બંને દેશોનો ઈતિહાસ ખૂબ જૂનો છે. આપણા લોકો વચ્ચે સદીઓથી ઘનિષ્ઠ નાતો રહ્યો છે.
જેમકે ભારતનો મૂળ સ્વભાવ છે, સેંકડો વર્ષોથી અમારો યહૂદી સમુદાય ભારતીય સમાજમાં કોઈ ભેદભાવ વિના એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રહ્યો છે અને ઉછર્યો છે. તેણે અમારી વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આજે જ્યારે દુનિયામાં મહત્વપૂર્ણ પરિવર્તન થઈ રહ્યા છે, ભારત-ઈઝરાયેલ સંબંધોનું મહત્વ વધી ગયું છે. અને પારસ્પરિક સહયોગ માટે નવા લક્ષ્ય રાખવાનો આનાથી સારો અવસર બીજો કયો હોઈ શકે - જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ આ વર્ષે મનાવી રહ્યું છે, જ્યારે ઈઝરાયેલ પોતાની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ આગામી વર્ષે મનાવશે અને જ્યારે બંને દેશો પોતાના રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે.
30 વર્ષના આ મહત્વપૂર્ણ પડાવ પર, હું આપ સૌને ફરીથી અભિનંદન આપું છે. મને પૂરો વિશ્વાસ છે કે ભારત-ઈઝરાયેલની દોસ્તી આવનારા દાયકાઓમાં પરસ્પરના સહયોગ માટે નવા વિક્રમો સ્થાપિત કરતી રહેશે.
ધન્યવાદ, તોદા રબ્બા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964