પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં 11 નવી મેડિકલ કૉલેજ અને સીઆઇસીટીના એક નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું


જે જિલ્લાઓમાં નવી મેડિકલ કૉલેજો સ્થપાઇ રહી છે એ છે વિરુધુનગર, નમક્કલ, નિલગિરીસ, તિરુપ્પુર, થિરુવલ્લુર, નાગપટ્ટનમ, ડિંડીગુલ, કલ્લાકુરુચિ, અરિયાલુર, રામનાથપુરમ અને કૃષ્ણાગિરી.

છેલ્લાં સાત વર્ષોમાં, મેડિકલ કૉલેજોની સંખ્યા વધીને 596 થઈ છે, 54%નો વધારો

મેડિકલ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકો વધીને આશરે 1 લાખ 48 હજાર બેઠકો, 2014માં 82 હજાર બેઠકો કરતા આશરે 80%નો વધારો

2014માં એઈમ્સની સંખ્યા 7 હતી એ આજે વધીને 22 થઈ છે

“ભવિષ્ય એ સમાજોનું છે જે આરોગ્ય સંભાળમાં રોકાણ કરે. ભારત સરકાર આ ક્ષેત્રમાં ઘણા સુધારા લાવી છે”

“આગામી પાંચ વર્ષોમાં તમિલનાડુને રૂપિયા ત્રણ હજાર કરોડથી વધુની મદદ કરાશે. આનાથી સમગ્ર રાજ્યમાં શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, જિલ્લા જાહેર આરોગ્ય લેબ્સ અને ક્રિટિકલ કેર બ્લૉક્સ સ્થાપવામાં મદદ મળશે”

“તમિલનાડુની ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિ મને હંમેશા આકર્ષે છે”

Posted On: 12 JAN 2022 5:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 11 નવી મેડિકલ કૉલેજો અને સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલ (સીઆઇસીટી)નું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. એલ મુરુગન અને ડૉ. ભારતી પવાર, તમિલનાડુના મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિન અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 11 મેડિકલ કૉલેજોનાં ઉદ્ઘાટન અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલનાં ઉદ્ઘાટન સાથે સમાજની તંદુરસ્તી આગળ વધારાઇ રહી છે અને સાથે સાથે આપણી સંસ્કૃતિ સાથેનું આપણું જોડાણ પણ વધારે મજબૂત થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે તબીબોની તંગી લાંબા સમયથી એક સમસ્યા રહી હતી અને હાલની સરકારે મહત્વપૂર્ણ તફાવતને પૂરવાને અગ્રતા આપી હતી. તેમણે માહિતી આપી હતી કે 2014માં, દેશમાં 387 મેડિકલ કૉલેજો હતી. છેલ્લાં માત્ર સાત વર્ષોમાં, સંખ્યા વધીને 596 મેડિકલ કૉલેજોની થઈ છે. 54%નો વધારો છે. 2014માં ભારતમાં આશરે 82 હજાર મેડિકલ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકો હતી. છેલ્લાં સાત વર્ષોમાં, સંખ્યા વધીને આશરે 1 લાખ 48 હજાર બેઠકોની થઈ છે. આશરે 80%નો વધારો છે. 2014માં, દેશમાં માત્ર સાત એઈમ્સ હતી. પરંતુ 2014 બાદ, મંજૂર થયેલી એઈમ્સની સંખ્યા વધીને 22 થઈ છે. સાથે સાથે, તબીબી શિક્ષણ ક્ષેત્રને વધારે પારદર્શી બનાવવા માટે વિવિધ સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે તમિલનાડુમાં એકી સાથે 11 મેડિકલ કૉલેજોનાં ઉદ્ઘાટન થવાની સાથે, તેમણે એક રીતે પોતાનો વિક્રમ તોડ્યો છે. તાજેતરમાં તેમણે ઉત્તર પ્રદેશમાં 9 મેડિકલ કૉલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે બે આકાંક્ષી જિલ્લાઓ રામનાથપુરમ અને વિરુધુનગરમાં અને એક પર્વતીય જિલ્લા નિલગિરીસમાં કૉલેજો સ્થપાવાથી પ્રાદેશિક અસંતુલનનો ઉકેલ આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે જીવનમાં એકાદ વાર આવતી કોવિડ-19 મહામારીએ આરોગ્ય ક્ષેત્રની અગત્યતાનો ફરી એકરાર કર્યો છે. ભવિષ્ય સમાજોનું હશે જે આરોગ્ય સંભાળમાં રોકાણ કરે. ભારત સરકાર ક્ષેત્રમાં ઘણા સુધારા લાવી છે. આયુષ્માન ભારતને લીધે, ગરીબોને ઉચ્ચ ગુણવત્તાની અને પરવડે એવી આરોગ્ય સંભાળ મળી છે. ઘૂંટણ ઇમ્પ્લાન્ટ્સ અને સ્ટેન્ટ્સની કિમત હતી એનાથી ત્રીજા ભાગની થઈ ગઈ છે. તેમણે એવી માહિતી પણ આપી હતી કે એક રૂપિયાના ખર્ચમાં સેનિટરી નેપ્કિન્સ પૂરાં પાડીને મહિલાઓમાં તંદુરસ્ત જીવનશૈલીને આગળ ધપાવાશે. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો ઉદ્દેશ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સંશોધનમાં ખાસ કરીને જિલ્લા સ્તરે મહત્વપૂર્ણ ઊણપને ભરવાનો છે. તમિલનાડુને આગામી પાંચ વર્ષોમાં રૂપિયા ત્રણ હજાર કરોડથી વધુની મદદ પૂરી પાડવામાં આવશે. આનાથી સમગ્ર રાજ્યમાં શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, જિલ્લા જાહેર આરોગ્ય લૅબ્સ અને ક્રિટિકલ કેર બ્લોક્સ સ્થાપવામાં મદદ મળશે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. આગામી વર્ષોમાં, “હું ભારતની ગુણવત્તાયુક્ત અને પરવડે એવી સંભાળ માટે ગો ટુ ડેસ્ટિનેશન તરીકે કલ્પના કરું છુંએમ તેમણે ટિપ્પણી કરી હતી. મેડિકલ ટુરિઝમ માટે હબ તરીકે હોવું જરૂરી દરેક બાબત ભારત પાસે છે. હું આપણા તબીબોની કુશળતાનએ આધારે કહુ& છું”, એમ તેમણે કહ્યું હતું. તેમણે તબીબી આલમને ટેલિમેડિસીન તરફ પણ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે તેઓ તમિલ ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિથી હંમેશાં આકર્ષિત રહ્યા છે. “સંયુક્ત રાષ્ટ્રો ખાતે વિશ્વની સૌથી જૂની ભાષા, તમિલમાં મને જૂજ શબ્દો બોલવાની તક મળી મારાં જીવનની સૌથી આનંદી પળોમાંની એક હતીએમ તેમણે ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની સરકારને બનારસ હિંદુ યુનિવર્સિટી ખાતે તમિલ અભ્યાસ પરસુબ્રમ્ણ્ય ભારતી પીઠસ્થાપવાનું ગૌરવ મળ્યું છે. તેમણે કહ્યું કે પીઠ તેમના સંસદીય મતવિસ્તારમાં આવેલી છે અને તમિલ વિશે વધારે જિજ્ઞાસા જગાડશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં, ભારતીય ભાષાઓ અને ભારતીય જ્ઞાન પદ્ધતિઓને પ્રોત્સાહન પર મૂકવામાં આવેલા ભાર વિશે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે માધ્યમિક કે મિડલ લેવલે શાળા શિક્ષણમાં શાસ્ત્રીય ભાષા તરીકે તમિલમાં હવે અભ્યાસ થઈ શકે છે. ભાષા સંગમમાં તમિલ ભાષાઓમાંની એક છે જ્યાં શાળાના વિદ્યાર્થીઓ ઑડિયો વીડિયોમાં વિવિધ ભારતીય ભાષાઓમાં 100 વાક્યો સાથે પરિચિત થાય છે. ભારતવાણી પ્રોજેક્ટ હેઠળ તમિલની સૌથી મોટી -વિષય વસ્તુને ડિજિટલાઇઝ્ડ કરવામાં આવી છે. “અમે માતૃભાષામાં શિક્ષણને અને શાળાઓમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમારી સરકારે ઇજનેરી જેવા ટેકનિકલ અભ્યાસક્રમો પણ વિધાર્થીઓને ભારતીય ભાષાઓમાં આપવાનું શરૂ કર્યું છેએમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કેએક ભારત, શ્રેષ્ઠ ભારતવિવિધતામાં એક્તાની ભાવનાને વધારવા અને આપણા લોકોને વધુ નિકટ લાવવા માગે છે. “હરિદ્વારમાં એક નાનું બાળક જ્યારે થિરુવલ્લુવરની પ્રતિમા જુએ છે અને એની મહાનતા વિશે જાણે છે ત્યારે યુવા મનમાંએક ભારત, શ્રેષ્ઠ ભારતનું બીજ વવાય છે, એમ તેમણે ભાર મૂક્યો હતો. તેમણે દરેકને તમામ સાવધાની લેવા અને કોવિડ અનુરૂપ વર્તણૂક જાળવી રાખવાનો અનુરોધ કરીને સમાપન કર્યું હતું.

નવી મેડિકલ કૉલેજો અંદાજે રૂ. 4000 કરોડના ખર્ચે સ્થપાઇ રહી છે. આમાંથી રૂ. 2145 કરોડ કેન્દ્ર સરકાર દ્વારા પૂરાં પડાયાં છે અને બાકીના તમિલનાડુ સરકાર દ્વારા. જે જિલ્લાઓમાં નવી મેડિકલ કૉલેજો સ્થપાઇ રહી છે છે વિરુધુનગર, નમક્કલ, નિલગિરીસ, તિરુપ્પુર, થિરુવલ્લુર, નાગપટ્ટનમ, ડિંડીગુલ, કલ્લાકુરુચિ, અરિયાલુર, રામનાથપુરમ અને કૃષ્ણાગિરી. મેડિકલ કૉલેજોની સ્થાપના પરવડે એવા તબીબી શિક્ષણને ઉત્તેજન અને દેશના તમામ ભાગોમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાના પ્રધાનમંત્રીના નિરંતર પ્રયાસને અનુરૂપ છે. નવી મેડિકલ કૉલેજો કુલ 1450 બેઠકોની ક્ષમતા સાથે કેન્દ્ર દ્વારા પુરસ્કૃતએસ્ટાબ્લિશમેન્ટ ઑફ ન્યુ મેડિકલ કૉલેજીસ એટેચ્ડ વિથ એક્ઝિસ્ટિંગ ડિસ્ટ્રિક્ટ/રેફરલ હૉસ્પિટલયોજના હેઠળ સ્થપાઇ રહી છે. યોજના હેઠળ જે જિલ્લાઓમાં સરકારી કે ખાનગી મેડિકલ કૉલેજો હોય ત્યાં મેડિકલ કૉલેજો સ્થપાઇ રહી છે.

ચેન્નાઇમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલ (સીઆઇસીટી)ના નવા કેમ્પસની સ્થાપના ભારતીય વારસાનું રક્ષણ અને જાળવણી કરવાના અને પ્રાચીન ભાષાઓને ઉત્તેજન આપવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ છે. નવું કેમ્પસ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત છે અને રૂ. 24 કરોડના ખર્ચે નિર્મિત થયું છે. સીઆઇસીટી અત્યાર સુધી ભાડાંની બિલ્ડિંગથી ચાલતું હતું હવે નવા ત્રણ માળના કેમ્પસમાંથી ચાલશે. નવું કેમ્પસ વિશાળ લાયબ્રેરી, એક -લાયબ્રેરી, સેમિનાર હૉલ્સ અને એક મલ્ટીમીડિયા હૉલથી સજ્જ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા તરીકે સીઆઇસીટી તમિલ ભાષાની પ્રાચીનતા અને અજોડતાને સ્થાપવા સંશોધન પ્રવૃત્તિઓ કરીને પ્રાચીન તમિલને ઉત્તેજન આપવામાં યોગદાન આપી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટની લાઈબ્રેરી પાસે 45000થી વધુ પ્રાચીન તમિલ પુસ્તકોનો સમૃદ્ધ સંગ્રહ છે. પ્રાચીન તમિલને પ્રોત્સાહન અને એના વિદ્યાર્થીઓને ટેકો આપવા ઇન્સ્ટિટ્યૂટ સેમિનાર્સ યોજવા અને ટ્રેનિંગ પ્રોગ્રામ્સ ચલાવવા, ફેલોશીપ આપવી જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે. એનો ઉદ્દેશ વિવિધ ભારતીય અને 100 વિદેશી ભાષાઓમાંથિરુક્કુરલનો અનુવાદ અને પ્રસિદ્ધ કરવાનો પણ છે. નવું કેમ્પસ ઇન્સ્ટિટ્યૂટને સમગ્ર વિશ્વમાં પ્રાચીન તમિલને ઉત્તેજન આપવાનાં કાર્ય માટે કાર્યદક્ષ વાતાવરણ પૂરું પાડશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1789488) Visitor Counter : 242