વહાણવટા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય શિપિંગ મંત્રીએ કહ્યું છે કે હલ્દિયા જેટી ટૂંક સમયમાં કાર્યરત થશે; હલ્દિયાથી પાંડુ સુધીના પ્રાચીન જળમાર્ગને પુનર્જીવિત કરવા માટે આ આંતરિક બંદરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

Posted On: 03 JAN 2022 9:07AM by PIB Ahmedabad

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને આયુષ મંત્રી, શ્રી સર્બાનંદ સોનોવાલે આજે જાહેરાત કરી હતી કે હલ્દિયા ઇનલેન્ડ વોટરવે પોર્ટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અને જેટી ટૂંક સમયમાં કાર્યરત થશે. આ માર્ગ દ્વારા ગુવાહાટીના પાંડુ બંદર માટે આયાત-નિકાસ અને આંતરિક માલસામાનની અવરજવર શરૂ કરવામાં આવશે. આ રીતે ઉત્તર-પૂર્વ વિસ્તારને નેશનલ વોટરવે-2 દ્વારા કોલકાતા સાથે જોડવામાં આવશે. તેની શરૂઆત સાથે, 'ચિકન-નેક' (સિલિગુડી કોરિડોર)નો વિકલ્પ તૈયાર થઈ જશે, જેના દ્વારા પૂર્વોત્તર ક્ષેત્રમાંથી દેશના અન્ય રાજ્યો અને વિદેશોમાં માલસામાનની અવરજવર સસ્તી અને સરળ બનશે.

શ્રી સોનોવાલે કોલકાતા અને હલ્દિયા બંદરોના ડોકયાર્ડ અને શિપિંગ ઉદ્યોગના વિવિધ હિતધારકો સાથે વાર્તાલાપ કર્યો. મુખ્ય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ, ટાટા સ્ટીલ અને SAIL જેવી સ્ટીલ કંપનીઓ, પોર્ટ ઓપરેટરો, શિપિંગ કંપનીઓ, કાર્ગો ઓપરેટરો, કસ્ટમ ક્લીયરિંગ એજન્ટો અને શ્યામા પ્રસાદ મુખર્જી બંદરના જમીન વપરાશકર્તાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. શ્રી સોનોવાલે દરેકને કોલકાતા બંદર દ્વારા રાષ્ટ્રીય જળમાર્ગ-1 અને રાષ્ટ્રીય જળમાર્ગ-2ના સંગમનો ઉપયોગ કરવાની આ અનન્ય તકનો ભાગ બનવા વિનંતી કરી હતી.

શ્રી સોનોવાલે એ પણ માહિતી આપી હતી કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 અને 2ની જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે હેઠળ પાણીની ઊંડાઈ જાળવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે બેંકોને ગેરંટી આપવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે, જેથી કાર્ગો જહાજો સરળ નિયમો હેઠળ બેંકો પાસેથી ભંડોળ મેળવી શકે, જેથી આ ક્ષેત્રનો પણ વિકાસ થઈ શકે. હિતધારકોએ ખાતરી આપી કે તેઓ આ તકનો ઉપયોગ કરવા અને આ મિશનને સફળ બનાવવા આગળ આવશે. સ્ટેકહોલ્ડર્સ કોન્ફરન્સમાં 40 થી વધુ મુખ્ય લોકોએ ભાગ લીધો હતો.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1787049) Visitor Counter : 274