ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વર્ષ 2022ના પ્રથમ દિવસે જ #PMKISAN અંતર્ગત 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાને કિસાન કલ્યાણને પ્રાથમિકતા આપનાર કદમ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો


શ્રી અમિત શાહે કહ્યું કે કિસાન સશક્તીકરણ વિના દેશનો સમગ્ર વિકાસ અસંભવ છે અને એક કિસાન હિતૈષી સરકાર કેવી હોય છે એ દેશે છેલ્લા 7 વર્ષથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સતત અહર્નિશ પ્રયાસો કરી રહેલી મોદી સરકારના સ્વરૂપે જોયું છે

#PMKISAN યોજના ખેતીના સૌથી મહત્વના સમયે ખેડૂતોને આર્થિક સહયોગ આપીને તેમને ઋણમુક્ત રાખવાનું ખૂબ મોટું કામ કર્યુ છે

Posted On: 01 JAN 2022 4:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે વર્ષ 2022ના પ્રથમ દિવસે #PMKISAN અંતર્ગત 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપનારું કદમ ગણાવીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ્સના માધ્યમથી કહ્યું કે “ખેડૂત સશક્તીકરણ વિના દેશનો સમગ્ર વિકાસ અસંભવ છે અને એક ખેડૂત હિતેચ્છુ સરકાર કેવી હોય છે, એ દેશે છેલ્લા 7 વર્ષથી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી સતત અહર્નિશ પ્રયાસ કરી રહેલી મોદી સરકારના સ્વરૂપે જોયું છે.”

તેમણે કહ્યું કે “#PMKISAN યોજનાએ ખેતીના સૌથી મહત્વના સમયે ખેડૂતોને આર્થિક સહયોગ આપીને તેમને ઋણમુક્ત રાખવાનો ખૂબ મોટું કામ કર્યુ છે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1786813) Visitor Counter : 283