નાણા મંત્રાલય
DGGIએ મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના કેસમાં બહુવિધ અટકળોના મીડિયા અહેવાલોને રદિયો આપ્યો; તથ્યોના આધારે સીધી નોંધ કરી
Posted On:
30 DEC 2021 2:30PM by PIB Ahmedabad
GST ઇન્ટેલિજન્સ મહાનિદેશાલય (DGGI) દ્વારા કાનપુરના કન્નૌજમાં પરફ્યૂમરી કમ્પાઉન્ડ્સના ઉત્પાદક મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝ અને તેના માલિક પીયૂષ જૈનના કેસમાં હાલમાં ચાલી રહેલી તપાસ, કે જેમાં તેમના બે પરિસરોમાંથી રૂપિયા 197.49 કરોડની રોકડ રકમ અને 23 કિલો સોનુ તેમજ ખૂબ જ ઊંચી કિંમતનો ગેરકાનૂની સામાન જપ્ત કરવામાં આવ્યો છે, તે સંદર્ભે મીડિયાના અમુક વર્ગમાં એવા અહેવાલો ફરતા થયા છે કે, DGGI એ સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલી રોકડને ઉત્પાદન એકમના ટર્નઓવર તરીકે ગણવાનો નિર્ણય લીધો છે અને તદઅનુસાર તેની પ્રક્રિયા કરવાની દરખાસ્ત કરી છે. અમુક અહેવાલોમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે, પીયૂષ જૈને પોતાની બાકી નીકળતી કર ચુકવણી કબુલ્યા પછી DGGIની મંજૂરીથી, બાકી નીકળતા કરવેરા પેટે રૂપિયા 52 કરોડની કુલ રકમ જમા કરાવી છે. આમ, એવું બતાવવામાં આવ્યું છે કે, પીયૂષ જૈને જમા કરાવેલી રકમથી વિભાગ સંમત છે અને તદઅનુસાર બાકી નીકળતી કરની ચુકવણીની પતાવટ કરવામાં આવી છે.
આવા અહેવાલ સંપૂર્ણપણે અટકળો આધારિત, કોઇપણ પાયા વગરના છે અને હાલમાં ચાલી રહેલી તપાસની પ્રામાણિકતાને નબળી પાડવાનો પ્રયાસ કરે છે, જેને પક્ષકાર વિરુદ્ધ ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે અત્યંત વ્યાવસાયિક રીતે ફેલાવવામાં આવી રહ્યાં છે.
આ સંદર્ભે, સ્પષ્ટતા કરવામાં આવે છે કે, મેસર્સ પીયૂષ જૈનની રહેણાક અને ફેક્ટરી પરિસરમાંથી હાલમાં ચાલી રહેલી કેસની તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલી તમામ રોકડ રકમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સલામત કસ્ટડી હેઠળ રાખવામાં આવી છે અને આ સંદર્ભે હાલમાં તપાસ ચાલી રહી છે. મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમની બાકી નીકળતી કરની જવાબદારીઓ પૂરી કરવા માટે જપ્ત કરવામાં આવેલા નાણાંમાંથી બાકી કરની ચુકવણી પેટે કોઇ જ રકમ જમા કરાવવામાં આવી નથી અને તેમની લેણાં કરની રકમ હજુ નક્કી કરવાની બાકી છે.
આ ઉપરાંત, પીયૂષ જૈન દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવેલી રજૂઆતો હાલમાં ચાલી રહેલી તપાસને આધીન છે અને વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલી રોકડ રકમના સ્રોત અને મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝ અથવા તપાસમાં સામેલ અન્ય પક્ષકારો પાસેથી લેણાં નીકળતા કરની ચોક્કસ રકમ અંગેના કોઇપણ અભિપ્રાય શોધખોળ દરમિયાન વિવિધ પરિસરોમાંથી એકત્રિત કરવામાં આવેલા પુરાવાના મૂલ્યાંકન અને વધુ તપાસના પરિણામોના આધારે લેવામાં આવશે.
તેમના ગુનાની સ્વૈચ્છિક કબૂલાત અને રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાના આધારે, પીયૂષ જૈનની 26.12.2021ના રોજ CGST કાયદાની કલમ 132 હેઠળ નિર્ધારિત ગુનાઓ બદલ ધરપકડ કરવામાં આવી હતી અને 27.12.2021ના રોજ સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
SD/GP/JD
(Release ID: 1786297)
Visitor Counter : 300