ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગૃહ મંત્રાલયે મિશનરીઝ ઓફ ચેરિટી (એમઓસી)ના બેંક એકાઉન્ટ્સ ફ્રિઝ કર્યા નથી


ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ જાણકારી આપી કે ખુદ મિશનરીઝ ઓફ ચેરિટીએ એસબીઆઈને પોતાના એકાઉન્ટ્સ ફ્રિઝ કરવાનો અનુરોધ કર્યો હતો

એફસીઆરએ નોંધણી રિન્યુ કરવા માટે એફસીઆરએ અંતર્ગત અપાયેલી રિન્યુ સંબંધિત અરજીનો પ્રતિકૂળ ઈનપુટના કારણે અસ્વીકાર કરાયો

મિશનરીઝ ઓફ ચેરિટી તરફથી રિન્યુ અંગેની અસ્વીકૃતિની સમીક્ષા માટે કોઈ અનુરોધ/સંશોધન અરજી પ્રાપ્ત થઈ નથી

Posted On: 27 DEC 2021 6:07PM by PIB Ahmedabad

મિશનરીઝ ઓફ ચેરિટી (એમઓસી) દ્વારા એફસીઆરએ નોંધણીને રિન્યુ કરવા માટે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) અંતર્ગત અપાયેલી રિન્યુ કરવા અંગેની અરજીનો 25 ડિસેમ્બર, 2021ના રોજ એફસીઆરએ 2010 અને એફસીઆરઆર 2011 અંતર્ગત પાત્રતાની શરતો પૂરી નહીં કારણે અસ્વીકાર કરાયો હતો. રિન્યુઅલ અંગેની આ અસ્વીકૃતિની સમીક્ષા માટે મિશનરીઝ ઓફ ચેરિટી (એમઓસી) તરફથી કોઈ અનુરોધ/સંશોધન અરજી પ્રાપ્ત થઈ નથી.

મિશનરીઝ ઓફ ચેરિટી (એમઓસી)ની એફસીઆરએ અંતર્ગત નોંધણી નં. 147120001 અંતર્ગત નોંધણી કરવામાં આવી હતી અને તેની નોંધણી 31 ઓક્ટોબર સુધી માન્ય હતી. ત્યારબાદ, તેની માન્યતા અન્ય એફસીઆરએ સંસ્થાઓ કે જેમની રિન્યુઅલ સંબંધિત અરજી રિન્યુઅલ માટે પેન્ડિંગ હતી તેની સાથે 31 ડિસેમ્બર, 2001 સુધી વધારી દેવામાં આવી હતી.
 
જો કે, એમઓસીની રિન્યુઅલ સંબંધિત અરજી પર વિચાર કરતી વખતે કેટલાક પ્રતિકૂળ ઈનપુટ પ્રાપ્ત થયા. રેકોર્ડમાં નોંધાયેલા આ ઈનપુટને ધ્યાનમાં રાખીને, એમઓસીની રિન્યુઅલ સંબંધિત અરજીને મંજૂરી આપવામાં આવી નહોતી. એમઓસીની એફસીઆરએ નોંધણી 31 ડિસેમ્બર, 2021 સુધી માન્ય હતી. ગૃહ મંત્રાલયે એમઓસીના કોઈપણ એકાઉન્ટને ફ્રિઝ કર્યુ નથી. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ જાણકારી આપી છે કે ખુદ એમઓસીએ એસબીઆઈને પોતાના એકાઉન્ટ્સ ફ્રિઝ કરવાનો અનુરોધ કર્યો હતો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1785661) Visitor Counter : 349