પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
શ્રી પરષોત્તમ રૂપાલાએ એ આઈવીએફ કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં આઈવીએફ ટેકનીકથી પ્રથમવાર બન્ની ભેંસના બચ્ચાએ જન્મ લીધો
શ્રી રૂપાલાએ આઈવીએફ ટેકનીક દ્વારા ગાય-ભેંસના બચ્ચાઓને જન્મ આપવાની રીત અને તેનાથી આવકની ભરપૂર સંભાવનાઓ પર ચર્ચા કરી
Posted On:
24 DEC 2021 1:09PM by PIB Ahmedabad
મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે પૂણેના જે કે ટ્ર્સ્ટ બોવાજેનિક્સની મુલાકાત લીધી. આ આઈવીએફ કેન્દ્રમાં દેશમાં પ્રથમવાર આઈવીએફ ટેકનીકથી બન્ની ભેંસના બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે.
આ પ્રસંગે શ્રી રૂપાલાએ કહ્યું, “મને એ પ્રત્યક્ષ નિહાળવાનો અનુભવ પ્રાપ્ત કરવાની તક મળી હતી, જ્યારે ડો. વિજયપત સિંહાનિયા સેન્ટર ઓફ એક્સલન્સ ઓફ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ ઈન લાઈવસ્ટોકમાં સાહિવાલ જાતિની ગાયમાંથી અંડાણુ લેવામાં આવ્યા હતા.”
શ્રી રૂપાલાએ હર્ષ વ્યક્ત કર્યો અને કહ્યું, “મને ‘સમધી’ અને ‘ગૌરી’ સાહિવાલ ગાયોને મળવાનો મોકો મળ્યો હતો, જેમણે 100 અને 125 વાછરડાંને જન્મ આપ્યો હતો. પ્રત્યેક વાછરડાને એક લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું. આ રીતે, મને જણાવાયું કે આ બંને ગાયોએ જે કે બોવાજેનિક્સને એક વર્ષમાં લગભગ એક કરોડ રૂપિયાની આવક કરાવી આપી છે.”
તેમણે આઈવીએફ ટેકનીક દ્વારા ગાય-ભેંસના બચ્ચાઓને જન્મ આપવાની રીત અને તેનાથી થનારી આવકની ભરપૂર સંભાવનાઓને રેખાંકિત કરી.
જે કે બોવાજેનિક્સ, જે કે ટ્ર્સ્ટની પહેલ છે. ટ્રસ્ટે જાતિમાં ઉન્નત ગાયો અને ભેંસોની સંખ્યા વધારવા માટે આઈવીએફ અને ઈટી ટેકનીકની શરૂઆત કરી છે. આ માટે સ્વદેશી જાતિની ગાયો અને ભેંસોને પસંદ કરવા પર ધ્યાન આપવામાં આવે છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1784859)
Visitor Counter : 273