પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે
Posted On:
11 DEC 2021 9:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી “ડિપોઝિટર્સ ફર્સ્ટ: ખાતરીપૂર્વકની સમયમર્યાદામાં રૂ. પાંચ લાખ સુધીની થાપણ વીમા ચુકવણી’ કાર્યક્રમને 12મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સંબોધન કરશે..
ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ભારતમાં કાર્યરત તમામ કોમર્શિયલ બેંકોમાં બચત, ફિક્સ, કરંટ, રિકરિંગ ડિપોઝિટ વગેરે જેવી તમામ થાપણોને આવરી લે છે. રાજ્ય, કેન્દ્રીય અને પ્રાથમિક સહકારી બેંકોમાં થાપણો, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. મહત્વપૂર્ણ સુધારામાં, બેંક ડિપોઝિટ વીમા કવર રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરાયું છે.
થાપણ વીમા કવરેજ સાથે બેંક દર થાપણદાર દીઠ રૂ. 5 લાખ, પાછલા નાણાકીય વર્ષના અંતે સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા કુલ ખાતાઓની સંખ્યાના 98.1% છે, જે 80%ના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કની સામે છે.
ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ વચગાળાની ચૂકવણીનો પ્રથમ તબક્કો બહાર પાડવામાં આવ્યો છે, જે આરબીઆઈ દ્વારા પ્રતિબંધો હેઠળ છે તેવી 16 અર્બન કોઓપરેટિવ બેંકોના થાપણદારો પાસેથી પ્રાપ્ત થયેલા દાવા સામે છે. 1 લાખથી વધુ થાપણદારોના તેમના દાવા સામે વૈકલ્પિક બેંક ખાતાઓમાં રૂ. 1300 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે.
આ પ્રસંગે કેન્દ્રીય નાણા મંત્રી, રાજ્યમંત્રી નાણા અને આરબીઆઈ ગવર્નર પણ હાજર રહેશે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1780409)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam