સંરક્ષણ મંત્રાલય

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની વાયુ આવૃતિનું ઓડિશા તટથી દૂર સુખોઈ 30 એમકે-1થી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું


સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે સફળતાપૂર્વક કરાયેલા ટેસ્ટ ફાયરિંગ અંગે ડીઆરડીઓ, બ્રહ્મોસ, ભારતીય વાયુ સેના અને ઉદ્યોગની પ્રશંસા કરી

Posted On: 08 DEC 2021 12:13PM by PIB Ahmedabad

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની વાયુ આવૃતિનું આજે (8 ડિસેમ્બર, 2021) ઓડિશા તટથી દૂર એકીકૃત પરીક્ષણ રેન્જ, ચાંદીપુરથી સવારે 10.30 વાગ્યે સુપરસોનિક યુદ્ધ વિમાન સુખોઈ 30 એમકે-1થી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. આ ઉલ્લેખનીય ઉડાનમાં વિમાનથી લોન્ચ કરાયેલી મિસાઈલે તમામ મિશન ઉદ્દેશોને પૂરા કરવા માટે પૂર્વ નિયોજિત પ્રક્ષેપ પથ (ટ્રેજેક્ટરી)નું પાલન કર્યુ.

આ લોન્ચ બ્રહ્મોસના વિકાસમાં એક મુખ્ય ઉપલબ્ધિ છે. આ દેશમાં વાયુ આવૃતિ બ્રહ્મોસ મિસાઈલોના ક્રમબદ્ધ ઉત્પાદનની પ્રણાલીને ઉજાગર કરે છે. રામજેટ એન્જિનનો મુખ્ય ભાગ સ્થાપિત કરનારી મુખ્ય એરફ્રેમ એસેમ્બ્લીઓ ભારતીય ઉદ્યોગ દ્વારા સ્વદેશી રીતે વિકસિત કરાઈ છે. આ એસેમ્બ્લીઓમાં રામજેટ ઈંધણ ટેન્ક અને વાયુ ચાલિ (ન્યુમેટિક) ઈંધણ સપ્લાઈ સિસ્ટમ સહિત બીનધાતુ વાયુ ફ્રેમ સેક્શન સામેલ છે. પરીક્ષણ દરમિયાન, સંરચનાત્મક અખંડિતતા અને કાર્યાત્મક પ્રદર્શન પ્રમાણિત થયા છે. બ્રહ્મોસની વાયુ આવૃતિનું અગાઉ પરીક્ષણ જુલાઈ 2021માં થયું હતું. 

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે સફળ પરીક્ષણ ફાયરિંગ અંગે ડીઆરડીઓ, બ્રહ્મોસ, ભારતીય વાયુસેના અને ઉદ્યોગની પ્રશંસા કરી છે. ઉડાન પરીક્ષણમાં સામેલ ટીમોને અભિનંદન આપતા ડીઆરડીઓના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડો. જી. સતીશ રેડ્ડીએ કહ્યું કે ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ગુણવત્તા આશ્વાસન અને પ્રમાણીકરણ એજન્સીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ભારતીય વાયુ સેનાએ આ જટિલ મિસાઈલ પ્રણાલીના વિકાસ, પરીક્ષણ, ઉત્પાદન અને સમાવેશનમાં ભાગ લીધો છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના વિકાસ, ઉત્પાદન અને વિપણન માટે ભારત (ડીઆરડીઓ) અને રશિયા (એનપીઓએમ) વચ્ચે એક સંયુક્ત ઉદ્યમ છે. બ્રહ્મોસ એક શક્તિશાળી આક્રમક મિસાઈલ હથિયાર પ્રણાલી છે જેને અગાઉ જ સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવી છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1779265) Visitor Counter : 319