પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના રસીકરણ અભિયાનના વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવા પર ખુશી વ્યક્ત કરી

Posted On: 06 DEC 2021 10:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રસીકરણ અભિયાનના વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે. ભારતમાં 50% થી વધુ પાત્ર વસતીને હવે સંપૂર્ણ રીતે રસી આપવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ભારતની રસીકરણ ઝુંબેશ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરે છે. COVID-19 સામેની લડાઈને મજબૂત કરવા માટે ગતિ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે.

અને હા, માસ્ક અપ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય તમામ કોવિડ-19 સંબંધિત પ્રોટોકોલને અનુસરતા રહો.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1778380) Visitor Counter : 238