સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 125.75 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 73.67 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

સાજા થવાનો દર હાલમાં 98.35%

છેલ્લા 24 કલાકમાં 9,216 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (99,976)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.84%) 19 દિવસથી 1% કરતા ઓછો

Posted On: 03 DEC 2021 9:30AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 73,67,230 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 125.75 કરોડ (1,25,75,05,514) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,30,65,773 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,84,113

બીજો ડોઝ

95,21,499

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,79,693

બીજો ડોઝ

1,65,40,678

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

46,28,14,781

બીજો ડોઝ

23,38,72,325

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

18,57,50,859

બીજો ડોઝ

12,33,19,876

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

11,63,10,847

બીજો ડોઝ

8,06,10,843

કુલ

1,25,75,05,514

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,40,45,666 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 8,612 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.35% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001TZ9M.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 9,216 નવા કેસ નોંધાયા છે.

159 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020963.jpg

સક્રિય કેસનું ભારણ 547 દિવસ બાદ એક લાખથી ઓછું છે, હાલમાં 99,976 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.29% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003F3JO.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,57,156 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 64.46 કરોડથી વધારે (64,46,68,082) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.84% છે જે છેલ્લા 19 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.80% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 60 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 95 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004MICV.jpg

 

SD/GP/NP

(ogin : PIBAhmedabad Password : pibahmedabad@123)

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1777559) Visitor Counter : 229