પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
પશુપાલન અને ડેરી વિભાગ 26 નવેમ્બર, 2021ના રોજ "રાષ્ટ્રીય દૂધ દિવસ"ની ઉજવણી કરશે
‘આઈકનીક સપ્તાહ’- વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની સપ્તાહ-લાંબી ઉજવણી રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી સાથે સમાપ્ત થશે
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આ પ્રસંગે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરશે
ગુજરાત અને કર્ણાટક ખાતે IVF લેબ પણ શરૂ કરવામાં આવશે
Posted On:
25 NOV 2021 12:48PM by PIB Ahmedabad
પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા 26.11.2021ના રોજ ડો. વર્ગીસ કુરિયન (મિલ્ક મેન ઓફ ઈન્ડિયા)ની જન્મ શતાબ્દીની ઉજવણી નિમિત્તે "રાષ્ટ્રીય દૂધ દિવસ"ની ટીકે પટેલ ઓડિટોરિયમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) કેમ્પસ, NDDB,આણંદ, ગુજરાત ખાતે સવારે 10:00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા સુધી ઉજવણી કરવામાં આવશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ડૉ. કુરિયન દ્વારા બનાવવામાં આવેલી અન્ય સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
‘આઇકોનિક વીક’- વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની સપ્તાહભરની ઉજવણી રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી સાથે સમાપ્ત થશે.
સમારોહ દરમિયાન, કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા દેશમાં દેશી ગાય/ભેંસની જાતિના શ્રેષ્ઠ ડેરી ફાર્મર, શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન અને શ્રેષ્ઠ ડેરી કોઓપરેટિવ સોસાયટી (DCS)/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના વિજેતાઓને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એનાયત કરશે.
પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારોના વિજેતાઓના સન્માન ઉપરાંત, શ્રી પરષોત્તમ રૂપાલા ધામરોડ, ગુજરાત અને હેસરગટ્ટા, કર્ણાટક અને સ્ટાર્ટ-અપ ગ્રાન્ડ ચેલેન્જ 2.0 ખાતે IVF લેબનું ઉદ્ઘાટન/લોન્ચ પણ કરશે.
એમઓએસ ડૉ. મુરુગન અને સંજીવ બલયાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
SD/GP/JD
(Release ID: 1774971)
Visitor Counter : 397