માહિતી અને પ્રસારણ મંત્રાલય

બાવનમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)એ 75 ઉભરતા ''આવતીકાલના સર્જનાત્મક યુવા મન''ની જાહેરાત કરી


બિહારના 16 વર્ષના પ્રતિભાશાળી યુવાનની પસંદગી, માહિતી અને પ્રસારણ મંત્રીએ જણાવ્યું

“75 સર્જનાત્મક યુવા મનમાં ભારતના નાના નાના શહેરો અને નગરોના યુવાનોનો સમાવેશ”

Posted On: 20 NOV 2021 7:19PM by PIB Ahmedabad

ભારતની સ્વતંત્રતા ચળવળનો મહિમા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના મજબૂત મનોબળ અને હૃદયમાં વસેલો છે. ભારત દેશ તેની આકરી મહેનતથી મળેલી સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને દેશના તમામ રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવનો ધ્વજ લહેરાઈ રહ્યો છે ત્યારે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2021માં અતિથિ વિશેષ તરીકે હાજરી આપવા માટે સમગ્ર દેશમાંથી 75 ઉભરતા ફિલ્મ સર્જકોની પસંદગી કરવામાં આવી છે.

''75 વિજેતાઓ આવતીકાલના સર્જનાત્મક યુવા મન'' ફિલ્મ સર્જકની પ્રતિભા ધરાવે છે અને તેમની પસંદગી કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરના વિચારો અને પહેલને કારણે આ શક્ય બન્યું છે. આ સ્પર્ધા હેઠળ આઇએફએફઆઈ 52 ફિલ્મ ઉદ્યોગના ભાવિ આગેવાનોને તેમની પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે અને  આ વિશ્વ પ્રસિદ્ધ ઇવેન્ટમાં તેમની કલાનું પ્રદર્શન કરવાની તક પૂરી પાડશે. આ સ્પર્ધા દેશમાં યુવા સર્જનાત્મક દિમાગ અને ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને ઓળખવાનો પ્રયાસ છે.

75 યુવાનોમાં સાત મહિલાઓ તથા 68 પુરુષ કલાકારોનો સમાવેશ થાય છે. આ તમામ 35થી ઓછી વય ધરાવતા યુવાનો છે. તેમની પસંદગી ફિલ્મ સર્જનના વિવિધ ક્ષેત્રમાં તેમના કૌશલ્યની સ્પર્ધાત્મક સમીક્ષા બાદ કરવામાં આવી છે જેમાં દિગ્દર્શન, એડિટિંગ, ગાયનશૈલી, પટકથા તથા અન્ય બાબતોનો સમાવેશ થાય છે.

પોતાના આ ઉદ્દેશ્ય અંગે વાતચીત કરતાં કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંઘ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી રૂપે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ના ભાગરૂપે આવતીકાલના 75 સર્જનાત્મક યુવા મનની સ્પર્ધાનું આયોજન કરવાની પહેલ કરવામાં આવી હતી. જ્યૂરીના સદસ્યો દ્વારા અત્યંત ચીવટપૂર્વકની પ્રક્રિયા બાદ તેમની પસંદગી કરવામાં આવી હતી.''


માહિતી અને પ્રસારણ મંત્રીએ માહિતી આપી હતી કે આ પ્રતિભામાં સૌથી યુવાન બિહારનો 16 વર્ષનો આર્યન ખાન છે જેને તેના ફિલ્મ દિગ્દર્શનના કૌશલ્યને કારણે પસંદ કરવામાં આવ્યો છે.
 

મંત્રીએ ઉમેર્યું હતું કે 75 ઉભરતા કલાકારોની યાદીમાં ભારતના વિવિધ નાના નાના શહેરો અને નગરોમાંથી પસંદ કરાયેલી પ્રતિભાનો સમાવેશ કરાયો છે. તેઓ ભારતના 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આઇએફએફઆઈમાં આવી રહ્યા છે જેમાં આસાન અને મણીપુર જેવા ઉત્તર પૂર્વીય રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરના એક યુવાનનો સમાવેશ થાય છે.

તમામ 75 ઉભરતા કલાકારો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવે છે જેમાં આંધ્ર પ્રદેશ (2), આસામ (4), બિહાર (4), છત્તીસગઢ (3), દિલ્હી (6), ગોવા (2), જમ્મુ અને કાશ્મીર  (1), ગુજરાત (1), હરિયાણા (1), હિમાચલ પ્રદેશ (2), ઝારખંડ (1), કર્ણાટક (1), કેરળ (8), મધ્ય પ્રદેશ (4), મહારાષ્ટ્ર (14), મણીપુર (1), પંજાબ (1), રાજસ્થાન (1), તામિલનાડુ (4), તેલંગણા (2), ઉત્તર પ્રદેશ (3), ઉત્તરાખંડ (3) અને પશ્ચિમ બંગાળ (6)નો સમાવેશ થાય છે.

75 પ્રતિભાઓને આઇએફએફઆઈમાં ઉપસ્થિત રહેવાની અને ઉદ્યોગના નિષ્ણાતો સાથે માસ્ટર ક્લાસ દ્વારા અંગત રીતે વાર્તાલાપ કરવાની તક મળશે અને તેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાઈ શકશે.

વિજેતાઓની સંપૂર્ણ યાદી અહીં ક્લીક કરવાથી મળી શકશે.

આઇએફએફઆઈમાં નોંધણી કરનારા મીડિયાકર્મીઓ અથવા તો મીડિયાના સાથીઓ આ વિજેતાઓનો ઇન્ટર્વ્યૂ લેવા માગતા હોય અથવા તો વિજેતાઓના સંપર્કની વિગતો પ્રાપ્ત કરવા માગતા હોય તો તેઓ iffi-pib[at]nic[dot]in પર ઇમેલ કરી શકે છે.

સમગ્ર દેશના 75 સર્જનાત્મક પ્રતિભાઓની વિગતો

સ્પર્ધાની વિગતવાર માહિતી અહીંથી પ્રાપ્ત થઈ શકે છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1773602) Visitor Counter : 264