માહિતી અને પ્રસારણ મંત્રાલય

‘આવો અને ભારતની ‘સહયોગપૂર્ણ વિવિધતા’ના ‘સિનેમેટિક કૅલિડોસ્કૉપ’ના ભાગ બનો’: આઇએફએફઆઇના 52મા ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી


“વર્લ્ડ સિનેમા માટે ભારતને હબ બનાવવા-ફિલ્મ મેકર્સ અને સિને પ્રેમીઓ માટે પસંદગીનું સ્થળ બનાવવા સરકારનું લક્ષ્ય”-માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર

“કનેક્ટિવિટી, કલ્ચર અને કૉમર્સનાં અજોડ સંયોજન સાથે ભારત સિનેમેટિક ઈકોસિસ્ટમનું કેન્દ્રબિંદુ બનવા સજ્જ”

“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વમાં, ભારતનો ઉદ્દેશ ફિલ્મનિર્માણ માટે વૈશ્વિક રીતે પસંદગીનું સ્થળ બનવાનો”: રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન

આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યને અનુરૂપ ગોવા ફિલ્મ અને મનોરંજનના ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાનો ઉદ્દેશ ધરાવે છે: ગોવાના મુખ્ય મંત્રી શ્રી પ્રમોદ સાવંત

કોવિડ-19 રસીકરણમાં દેશની વિસ્મયકારક સિદ્ધિએ ફિલ્મપ્રેમીઓને આઇએફએફઆઇને ભવ્ય રીતે ઉજવવાનું ચાલુ રાખવામાં મદદ કરી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ સચિવ

Posted On: 20 NOV 2021 6:23PM by PIB Ahmedabad

ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની 52મી આવૃત્તિ આજે 20મી નવેમ્બર, 2021ના રોજ ગોવાના પણજીમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ હતી જેમાં ઘણી વસ્તુઓ પહેલી વાર થઈ રહી છે.

 

ગોવાના ફિલ્મ રસિકોને આવકારતા, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે યાદ કર્યું કે દેશ જ્યારે આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે  ગોવા આઝાદીનું 60મું વર્ષ ઉજવી રહ્યું છે. તેમણે કહ્યું કે “આઝાદીનો અમૃત મહોત્સવ આપણા માટે આપણે જ્યારે આપણી આઝાદીના 100 વર્ષોની ઉજવણી કરીએ ત્યારે દેશને નવી ઊંચાઇએ લઈ જવાની તક છે. “આ ભારતીય સિનેમા માટે અનોખી તક રજૂ કરે છે અને કન્ટેન્ટ સર્જનમાં, તમામ પ્લેટફોર્મ્સ પર તમામ સ્તરે પ્રસાર, તમામ પ્રાદેશિક ભાષાઓ, ઘર આંગણે અને વિદેશમાં પણ અકલ્પ્ય શક્યતાઓ રજૂ કરે છે.” 

 

મંત્રીએ માહિતી આપી હતી કે આ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આઇએફએફઆઇ 52 વિશ્વભરની ફિલ્મો અને ફિલ્મમેકર્સની વૈવિધ્યપૂર્ણ કલગી લઈ આવ્યું છે. “આઇએફએફઆઇમાં ઘણી બધી બાબતો પહેલવહેલી વાર થઈ રહી છે. પહેલી વાર, આઇએફએફઆઇએ ઓટીટી પ્લેટફોર્મ્સને આવવા અને તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે નિર્માણ કર્યું છે એ પ્રદર્શિત અને રજૂ કરવાની છૂટ આપી છે.”

મંત્રીએ માહિતી આપી કે આઇએફએફઆઇ નવી ટેકનોલોજીને અપનાવી રહ્યું છે અને કલાકારો અને ઉદ્યોગને એકમેક સાથે જોડાવાની અને ફેરફારોની ગતિ સાથે તાલ મિલાવવા મંચ આપી રહ્યું છે.

પહેલી વાર, પાંચ બ્રિક્સ દેશો- બ્રાઝિલ, રશિયા, દક્ષિણ આફ્રિકા, ચીન અને અલબત્ત ભારતની ફિલ્મો આઇએફએફઆઇની સાથે બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાશે. આઇએફએફઆઇમાં 300થી વધુ ફિલ્મો પ્રદર્શિત થઈ રહી છે. આશરે 75 દેશોની 148 આંતરરાષ્ટ્રીય ફિલ્મો મહોત્સવમાં દર્શાવાશે એવી માહિતી મંત્રીએ આપી હતી.

આઇએફએફઆઇએ 75 ઉભરતા ‘’ક્રિએટિંગ યંગ માઇન્ડ્સ ઑફ ટુમોરો” જાહેર કર્યા અને અભિવાદન કર્યું

આપણે મુશ્કેલીથી મેળવેલી આઝાદીનું 75મું વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ સાથે દેશના દરેક રાજ્યમાં લહેરાતા ઝંડા સાથે દેશ ઉજવી રહ્યો છે ત્યારે આઇએફએફઆઇમાં વિશેષ મહેમાન તરીકે હાજરી આપવા 75 યુવા આકાંક્ષી ફિલ્મ મેકર્સ સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવ્યા છે. આજે ઉદઘાટન સમારોહમાં વિજેતાઓનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.

આ નવીન પહેલ વિશે બોલતા મંત્રીએ કહ્યું: “ અમે ભારતની આઝાદીના 75મા વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવનિમિત્તે પહેલી વાર “75 યંગ ક્રિએટિવ માઇન્ડ્સ ઑફ ટુમોરો” સ્પર્ધા દ્વારા અમે યુવા પ્રતિભાઓની કદર કરીને માર્ગદર્શન આપી રહ્યા છીએ. ફિલ્મી હસ્તીઓની એક અગ્રણી જ્યુરી દ્વારા ચોક્સાઇપૂર્વકની પસંદગી પ્રક્રિયા બાદ એમની પસંદગી કરાઇ છે.”

મંત્રીએ માહિતી આપી કે સૌથી યુવા ઉમેદવારની વય માત્ર છ વર્ષની છે અને 75 ઊભરતા કલાકારોની યાદીમાં એવાં ઘણાં છે જેમને ભારતનાં વિવિધ નાના નગરો અને શહેરોમાંથી પસંદ કરાયાં છે.

મંત્રીએ સરકારના આઇએફએફઆઇ માટેનાં પ્રગતિશીલ અને મહત્વાકાંક્ષી વિઝનની રૂપરેખા પણ આપી હતી. “અમારી સરકારનું આઇએફએફઆઇ માટેનું વિઝન એક કાર્યક્રમ પૂરતું મર્યાદિત નથી પણ ભારત એની આઝાદીનું 100મું વર્ષ ઉજવે ત્યારે આઇએફએફઆઇ શું હોવું જોઇએ એ છે.”

માહિતી અને પ્રસારણ મંત્રીએ ભારતને કન્ટેન્ટ ક્રિએશનનું પાવરહાઉસ અને વિશ્વનું પોસ્ટ-પ્રોડક્શન હબ બનાવવાની સરકારની અડગ પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી. “અમારો ઉદ્દેશ ભારતને કન્ટેન્ટ-વિષયસામગ્રીના સર્જનનું પાવરહાઉસ બનાવવાનો છે, ખાસ કરીને પ્રાદેશિક મહોત્સવો વધારીને પ્રાદેશિક રીતે. આપણા કુશળ યુવાઓમાં રહેલી અપાર ટેકનોલોજિકલ આવડતનો લાભ લઈને ભારતને વિશ્વનું પોસ્ટ પ્રોડકશન હબ (ફિલ્મ નિર્માણ પછીનું કેન્દ્ર) બનાવવા-ફિલ્મ અને મહોત્સવોનું સ્થળ બનાવવા અને ફિલ્મ નિર્માતાઓ અને સિનેપ્રેમીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બનાવવાના અમારા પ્રયાસોમાં પણ અમે અડગ છીએ!” 

આજે વિશ્વ ભારતની ગાથા સાંભળવા માગે છે”

મંત્રીએ કહ્યું કે ભારત ભારતગાથા-ઉદય પામતા, શક્તિશાળી અને ગતિશીલ અબજ, ભારતની જેમ વિશ્વને દોરવા તૈયાર-નું  વર્ણન કરીને વિશ્વને મોહિત કરી શકે છે.

કેન્દ્રીય મંત્રીએ આ ક્ષેત્રની વિપુલ રોજગારની તકો પણ ઉજાગર કરી હતી. “ આપણે કન્ટેન્ટ, ફિલ્મ મેકિંગના ડિજિટલ યુગમાં હરણફાળ ભરી રહ્યા છે અને ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગ પાસે રોજગારની વિપુલ તકો રહેલી છે અને ભાવિ પેઢી માટે ફિલ્મ આર્કાઇવિંગ ભૂલવું ન જોઇએ.”

ફિલ્મમેકિંગમાં ઘણા યુવાનો છે એની નોંધ લેતા મંત્રીએ કહ્યું કે નવીન સામગ્રી માટે યુવા પાવરહાઉસ છે. “મીડિયા અને મનોરંજન ક્ષેત્ર ભારત રજૂ કરે છે એ ત્રણ વિશિષ્ટ સિદ્ધાંતો પઋ નિર્માણ થયું છે. સમૃદ્ધ અને સક્ષમ શ્રમ, સદા વધતો વપરાશ ખર્ચ અને વૈવિધ્ય સંસ્કૃતિ અને ભાષાકીય વારસો. વિશ્વમાં બીજે ક્યાંય આવું વ્યાપક મોબાઇલ, ઇન્ટરનેટ અને ડિજિટલાઇઝેશનની પહોંચથી સમર્થ આ બધું છે?”

મંત્રીએ કહ્યું કે કનેક્ટિવિટી, કલ્ચર અને કૉમર્સના આ વિશિષ્ટ સંયોજનથી ભારત સિનેમેટિક ઈકોસિસ્ટમનું કેન્દ્રબિંદુએ રહેવા સજ્જ છે. “આજે ભારતગાથા ભારતીયો દ્વારા લખાય અને નક્કી થાય છે.”

ફિલ્મ રસિકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ભારતમાં અને સમગ્ર વિશ્વમાં તમામ ફિલ્મ નિર્માતાઓને આમંત્રણ આપ્યું કે, આવો અને વિશ્વની સૌથી મોટી લોકશાહીની સહયોગપૂર્ણ વિવિધતાના સિનેમેટિક કૅલિડોસ્કૉપનો ભાગ બનો. “ભારતની વાર્તા ભારતીયો દ્વારા લખવામાં આવે છે અને નક્કી થાય છે. તમામ ફિલ્મ નિર્માતાઓને અમારો સંદેશ છે- આવો અને આ દાયકામાં અને એથીય આગળ આગેવાની લેવા અને કેન્દ્રનું સ્થાન લેવા માટે સજ્જ, ઉદભવતા, આકાંક્ષી અબજના અવાજ તરીકે હરણફાળ ભરવા માટે સજ્જ, ભારતના સહયોગપૂર્ણ વિવિધતાના સિનેમેટિક કૅલિડૉસ્કૉપનો ભાગ બનો”.

આજે ઉદઘાટન સમારોહમાં સત્યજીત રે લાઇફટાઇમ અચીવમન્ટ ઍવોર્ડથી સન્માનિત હૉલીવૂડના ફિલ્મમેકર માર્ટિન સ્કૉર્સેસે અને હંગેરીના ફિલ્મમેકર ઇસ્તવાન ઝાબોને મંત્રીએ અભિનંદન આપ્યા હતા.

આજે ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધી યર ઍવોર્ડ 2021 જેમને એનાયત કરવામાં આવ્યો હતો એ “ડ્રીમ ગર્લ” અને ફિલ્મ રસિકોની પેઢીઓને મોહિત કરનાર હેમા માલિનીની શ્રી ઠાકુરે પ્રશંસા કરી હતી. તેમણે જાણીતા ગીતકાર અને સીબીએફસીના ચેર પર્સન પ્રસૂન જોષીની પણ પ્રશંસા કરી હતી જેમણે પણ ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઑફ ધી યર ઍવોર્ડ 2021 એનાયત થઈ રહ્યો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને જણાવ્યું કે આઇએફએફઆઇ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સ્વભાવને સમજીને વિશ્વ સિનેમાની પ્રશંસા કરે છે. “આપણા અભિનેતાઓ ભૂતકાળમાં જીવંત દંતકથારૂપ નાયકો અને મહાન કાર્યક્રમો લાવ્યા છે.”

મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વમાં, ભારત ફિલ્મમેકિંગ માટેનું આકર્ષક સ્થળ બનવાનો ઉદ્દેશ ધરાવે છે. અમે ફિલ્મ ફેસિલિટેશન ઑફિસ ફિલ્મનિર્માતાઓની સુવિધા માટે એક જ સંપર્ક સ્થાન તરીકે શરૂ કરી છે.”

 

 

52મા આઇએફએફઆઇ ખાતે પ્રતિનિધિઓ અને મહેમાનોને આવકારતા ગોવાના મુખ્ય મંત્રી શ્રી પ્રમોદ સાવંતે પૂર્વ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી સ્વ. ડૉ. મનોહર પરિકરને યાદ કર્યા હતા જેમણે ગોવાના મુખ્યમંત્રી તરીકે ગોવામાં પહેલી વાર આઇએફએફઆઇ યોજ્યો હતો અને ત્યાર પછી છેલ્લાં 17 વર્ષોથી આઇએફએફઆઇ બીચ સિટીમાં યોજવામાં આવે છે.

“આ પર્યટન રાજ્યમાં ફિલ્મ શુટિંગને ઉત્તેજન આપવા અમે રાજ્યમાં ફિલ્મ શુટિંગને વધારવા સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપી રહ્યા છીએ.” મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને વિશ્વને એ બતાવી આપવા બદલ અભિનંદન આપ્યા કે દેશ આટલી ઝડપે કરોડો લોકોને રસી આપવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યની જેમ ગોવા ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રમાં કેન્દ્ર સરકારની મદદથી  આત્મનિર્ભરતા હાંસલ કરવા માગે છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે આઇએફએફઆઇ દેશનો સૌથી મોટો અને શ્રેષ્ઠ ફિલ્મ મહોત્સવ છે અને 50 વર્ષોથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવે છે. “આઇએફએફઆઇ ભારત અને સમગ્ર વિશ્વમાંથી નવ દિવસોનાં મહોત્સવમાં સારી ફિલ્મોની ઉજવણીનું એક સ્થળ છે.”

સચિવે માહિતી આપી કે કોવિડ-19 મહામારી છતાં મહોત્સવ મોટો થઈ રહ્યો છે. “આપણે મિશ્ર પદ્ધતિએ એને ઉજવી રહ્યા છીએ છતાં, ફિલ્મ મહોત્સવ અન્ય કોઇ કરતા મોટો થયો છે. આપણને કોવિડ-19 છતાં ગયા વર્ષના 69 દેશોની સરખામણીએ 96 દેશોમાંથી 624 એન્ટ્રીઓ મળી હતી ભારતની 18 વિવિધ ભાષાઓની 44 ફિલ્મો ભારતીય પેનોરમા વિભાગમાં પ્રદર્શિત થઈ રહી છે જેમાં બંધારણના 8મા અનુચ્છેદમાં પણ નથી એવી દિમાસા ભાષાની એક ફિલ્મ છે. 12 વર્લ્ડ પ્રિમિયર્સ, 7 આંતરરાષ્ટ્રીય પ્રિમિયર્સ, અને 64 ભારતીય પ્રિમિયર્સ છે જે દર્શાવે છે કે આઇએફએફઆઇ માટે દર વર્ષે પ્રેમ વધતો જાય છે. એ બતાવે છે કે આપણે આ કોવિડ સમય દરમ્યાન પડકારો સામે ઊભા રહ્યા છીએ.

બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ અને ફોક કન્ટ્રી સેક્શન બેઉના ભાગરૂપે બ્રિક્સ દેશોની સિનેમેટિક શ્રેષ્ઠ કૃતિઓ રજૂ થશે

 

 

આઇએફએફઆઇ 52 વિશે બોલતા સચિવે માહિતી આપી કે પહેલી વાર, પાંચ બ્રિક્સ દેશો, બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા અને અલબત્ત ભારતથી ફિલ્મો આઇએફએફઆઇ સાથે  બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ મારફત પ્રદર્શિત થશે. વધુમાં, કન્ટ્રી ઇન ફોકસના દાખલાથી વિપરિત, પાંચ બ્રિક્સ દેશો પણ આઇએફએફઆઇ 52 ખાતે તમામ ફોકસ દેશો છે અને એનાથી સિને રસિકોને આ પાંચેય દેશોની સિનેમેટિક શ્રેષ્ઠતા અને યોગદાનથી પ્રેરિત થવાનો લહાવો મળશે.

સચિવે માહિતી આપી કે આઇએફએફઆઇના ઇતિહાસમાં પહેલી વાર, તમામ મોટા ઓટીટી પ્લેટફોર્મ્સ જેવા કે નેટફ્લિક્સ, એમેઝોન, સોની અને અન્યો વિશેષ માસ્ટરક્લાસીસ, કન્ટેન્ટ લૉંચીઝ અને પ્રિવ્યુઝ, ક્યુરેટેડ ફિલ્મ પૅકેજ સ્ક્રિનિંગ્સ અને અન્ય વિવિધ સ્થળ પરના અને વર્ચ્યુઅલ કાર્યક્રમો દ્વારા ભાગ લઈ રહ્યા છે. ભવિષ્યમાં ઓટીટી પ્લેટફોર્મની સહભાગિતા નિયમિત વિશેષતા બની જશે.

સચિવે યાદ અપાવ્યું કે ફિલ્મ રસિકો ઉદઘાટન સમારોહમાં એકત્ર થઈ શક્યા એનું કારણ દેશ 1.16 અબજ કોવિડ-19 રસીઓ છ મહિનામાં આપવામાં સક્ષમ બન્યો એ વિલક્ષણ સિદ્ધિ છે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1773562) Visitor Counter : 245