પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 20-21 નવેમ્બરના રોજ લખનૌના પોલીસ હેડક્વાર્ટર ખાતે 56મી DGP કોન્ફરન્સમાં ભાગ લેશે.

Posted On: 18 NOV 2021 1:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર, 2021ના રોજ લખનૌના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ મહાનિર્દેશકો (DGP) અને પોલીસ મહાનિરીક્ષકો (IGP)ની 56મી કોન્ફરન્સમાં હાજરી આપશે.

બે દિવસીય કોન્ફરન્સ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ અને કેન્દ્રીય પોલીસ સંગઠનો લખનૌના સ્થળે ભૌતિક રીતે કોન્ફરન્સમાં હાજરી આપશે, જ્યારે બાકીના આમંત્રિતો આઈબી/એસઆઈબી હેડક્વાર્ટર ખાતે 37 જુદા જુદા સ્થળોએથી વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. આ કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમ, ડેટા ગવર્નન્સ, કાઉન્ટર ટેરરિઝમના પડકારો, ડાબેરી ઉગ્રવાદ, નાર્કોટીક્સની હેરફેરમાં ઉભરતા વલણો, જેલ સુધારણા સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

 

2014થી પ્રધાનમંત્રીએ ડીજીપી કોન્ફરન્સમાં ઊંડો રસ લીધો છે. અગાઉની સાંકેતિક હાજરીથી વિપરીત, તેઓ કોન્ફરન્સના તમામ સત્રોમાં હાજરી આપવાના છે અને સ્વતંત્ર અને અનૌપચારિક ચર્ચાઓને પ્રોત્સાહિત કરશે, જે ટોચના પોલીસ અધિકારીઓને મુખ્ય મુદ્દાઓ અને દેશને અસર કરતા આંતરિક સુરક્ષા મુદ્દાઓ પર  પ્રધાનનમંત્રી સીધા જ સંપર્ક કરવાની તક પૂરી પાડશે.

 

પ્રધાનમંત્રીના વિઝન મુજબ, 2014 થી, વાર્ષિક પરિષદો, જે પરંપરાગત રીતે દિલ્હીમાં આયોજિત થતી હતી, તે વર્ષ 2020 ના અપવાદ સાથે દિલ્હીની બહાર આયોજિત કરવામાં આવી હતી જ્યારે પરિષદ વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવી હતી. 2014માં ગુવાહાટી ખાતે, ધોરડો, 2015માં કચ્છનું રણ; 2016માં નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ; 2017માં બીએસએફ એકેડમી, ટેકનપુર; 2018માં કેવડિયા; અને આઈઆઈએસઈઆર, પૂણે 2019 માં ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1772890) Visitor Counter : 281