પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પંઢરપુરમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટના શિલાન્યાસ સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 08 NOV 2021 6:24PM by PIB Ahmedabad

રામકૃષ્ણ હરિ

રામકૃષ્ણ હરિ

કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન ભગતસિંહ કોશિયારીજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીમાન ઉદ્ધવ ઠાકરે જી. મંત્રી પરિષદના મારા સાથી શ્રી નીતિન ગડકરીજી, મારા અન્ય સહયોગી નારાયણ રાણેજી, રાવસાહેબ દાનવેજી, રામદાસ અઠાવલે જી, કપિલ પાટિલજી, ડોક્ટર ભાગવત કરાડજી, ડોક્ટર ભારતી પવારજી, જનરલ વીકે સિંહજી, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી શ્રી અજિત પવારજી, મહારાષ્ટ્ર વિધાનસભામાં મારા નેતા પ્રતિપતક્ષ અને મારા મિત્ર શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, ધારાસભા પરિષદના ચેરમેન રામરાજે નાઇકજી, મહારાષ્ટ્ર સરકારના તમામ સન્માનિત મંત્રીગણ, સંસદમાં મારા સહયોગી સાંસદગણ, મહારાષ્ટ્ર વિધાયકગણ, તમામ અન્ય જનપ્રતિનિધિ, અહીં આપણને આશીર્વાદ આપવા માચે ઉપસ્થિત તમામ પૂજ્ય સંતગણ અને શ્રદ્ધાળુ સાથીઓ.

બે દિવસ અગાઉ ઇશ્વર કૃપાથી મને કેદારનાથમાં આદિ શંકરાચાર્ય જીની પૂનઃનિર્મિત સમાધિની સેવાનો અવસર પ્રાપ્ત થયો અને આજે ભગવાન વિઠ્ઠલે પોતાના નિત્ય નિવાસ સ્થાન પંઢરપુરથી મને તમારા સૌની વચ્ચે સાંકળી લીધો. આથી વિશેષ આનંદનો, ઇશ્વરીય કૃપાનો સાક્ષાત્કાર બીજો કયો હોઈ શકે? આદિ શંકરાચાર્યજીએ સ્વયં કહ્યું છે -

મહા-યોગ પીઠે

તટે ભીમ રચ્યામ

વરમ પુન્ડરી કાય,

દાતુમ મુનીન્દ્રેઃ

સમાગત્ય તિષ્ઠન્તમ

આનન્દ કન્દં

પરબ્રહ્મ લિંગમ

ભજે પાન્ડુ-રંગમ

એટલે કે શંકરાચાર્યજીએ કહ્યું છે કે પંઢરપુરની મહાયોગ ભૂમિમાં વિઠ્ઠલ ભગવાન સાક્ષાત આનંદ સ્વરૂપે છે. તેથી પંઢરપુર તો આનંદનું સાક્ષાત સ્વરૂપ છે. અને આજે તો તેમાં આનંદની સાથે સેવાનો આનંદ પણ સંકળાયો છે. મલા અતિશય આનંદ હોતો આહેં કી, સંત જ્ઞાનોબા માઉલી આણિ સંત કુકોબારાંચ્યા પાલખી માર્ગાચે આજ ઉદઘાટન હોતે આહે. વારકન્યાંના અધિક સુવિધા તર મિલણાર આહેતચ, પણ આપણ દસે મ્હણતો કી, રસ્તે હે વિકાસાચે દ્વાર અસતે, તસે પંઢરી-કડે જાણારે હે માર્ગ ભાગવતધર્માચી પતાકા આણખી ઉંચ ફડકવિણારે મહામાર્ગ ઠરતીલ. પવિત્ર માર્ગાકડે નેણારે તે મહાદ્વાર ઠરેલ.

સાથીઓ,
આજે અહીં શ્રીસંત જ્ઞાનેશ્વર પાલખી માર્ગ અને સંત તુકારામ પાલખી માર્ગનો શિલાન્યાસ થયો છે. શ્રીસંત જ્ઞાનેશ્વર માહારાજ પાલખી માર્ગનું નિર્માણ હમણાં તમે વીડિયોમાં નિહાળ્યું, નીતિનજીનું ભાષણ પણ સાંભળ્યું છે. પાંચ ચરણોમાં થશે અને સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂર્ણ કરાશે. તમામ તબક્કામાં 350 કિલોમીટરથી વધુ લાંબા હાઇવે બનશે અને તેની ઉપર 11 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. તેની સૌથી ખાસ વાત છે કે હાઇવેની બંને બાજુંએ પાલખી યાત્રામાં પગપાળા ચાલનારા શ્રદ્ધાળુઓ માટે વારકરિયો માટે વિશેષ માર્ગ બનાવવામાં આવશે. ઉપરાંત આજે પંઢરપુરનો જોડનારા લગભગ સવા બસો કિલોમીટર લાંબા નેશનલ હાઇવેનો પણ શુભારંભ થયો છે, લોકાર્પણ થયું છે. તેના નિર્માણમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સતારા, કોલ્હાપુર, સાંગલી, બિજાપુર, મરાઠાવાડાના ક્ષેત્ર, ઉત્તરીય મહારાષ્ટ્રનું ક્ષેત્ર, તમામ સ્થળોથી પંઢરપુર આવનારા શ્રદ્ધાળુઓને નેશનલ હાઇવે ખૂબ મદદરૂપ બનશે. એક રીતે મહામાર્ગ ભગવાન વિઠ્ઠલના ભક્તોની સેવાની સાથે સાથે સંપૂર્ણ પૂણ્ય ક્ષેત્રના વિકાસમાં મદદરૂપ બનશે. ખાસ કરીને તેના મારફતે દક્ષિણ ભારત માટે એક સંપર્ક વધુ બહેતર બનશે. તેને કારણે હવે વધુ શ્રદ્ધાળુઓ અહીં આસાનીથી આવી શકશે. અને ક્ષેત્રના વિકાસ સાથે સંકળાયેલી અન્ય પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. હું તમામ પૂણ્ય કાર્યો સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓને અભિનંદન પાઠવું છું. એવા પ્રયાસો છે જે આપણને એક આત્મિક સંતોષ પ્રદાન કરે છે, આપણને જીવનની સાર્થકતાનો આભાસ કરાવે છે. હું ભગવાન વિઠ્ઠલના તમામ ભક્તોને, ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને પંઢરપુર ક્ષેત્રના વિકાસ અભિયાન માટે ખૂબ શુભેચ્છા પાઠવું છું. મી સભર્વ વારકયાંના નમન કરતો, ત્યાંના કોટી કોટી અભિનંદન કરતો. હું કૃપા માટે ભગવાન વિઠ્ઠલદેવજીના ચરણોમાં નમન કરું છું. તેમને સાષ્ટાંગ પ્રણામ કરું છું. હું તમામ સંતોના ચરણોમાં નમન કરું છું.

સાથીઓ
ભૂતકાળમાં આપણા ભારત પર કેટલાય હુમલા થયા, સેંકડો વર્ષોની ગુલામીમાં દેશ જકડાયેલો રહ્યો, કુદરતી આપત્તિઓ આવી, મુશ્કેલીઓ આવી, પરંતુ ભગવાન વિઠ્ઠલ દેવ પર આપણી આસ્થા આપણી દિંડી એવી અવરિત ચાલતી રહી. આજે પણ યાત્રા દુનિયાની સૌથી પ્રાચીન અને સૌથી મોટી જન-યાત્રાના રૂપમાં પિપલ મૂવમેન્ટના રૂપમાં જોવા મળે છે. અષાઢ એકાદશી પર પંઢરપુર યાત્રાનું આકાશી દ્રશ્ય કોણ ભૂલી શકશે. હજારો- લાખો શ્રદ્ધાળુઓ બસ ખેંચાઇ આવે છે, ખેંચાઇ આવે છે. ચારે તરફ રામકૃષ્ણ હરિ, પુંડલિક વરદે હારિ વિઠ્ઠલ અને જ્ઞાનોબા તુકારામનો જયઘોષ થતો હોય છે. પૂરા 21 દિવસ સુધી અનોખું અનુશાસન એક અસાધારણ સંયમ જોવા મળે છે. યાત્રા અલગ અલગ પાલખી માર્ગોથી ચાલે છે પરંતુ બધાનું ગંતવ્ય (અંતિમ) સ્થાન એક હોય છે. અમારી શાશ્વત શિક્ષાનું પ્રતિક છે કે જે આપણી આસ્થાને બાંધતી નથી પરંતુ મુક્ત કરે છે. જે આપણને શીખવે છે કે માર્ગ અલગ અલગ હોઈ શકે, પધ્ધતિઓ અલગ અલગ હોઈ શકે પરંતુ આપણું લક્ષ્ય એક હોય છે. અંતમાં તમામ પંથ ભાગવત પંથ છે અને માટે આપણે ત્યાં તો સંપૂર્ણ વિશ્વાસથી સાથે શાસ્ત્રોમાં કહ્યું કે એકમ સત્ વિપ્રાઃ બહુધા વદન્તિ સાથિયા......

સંત તુકારામ મહારાજજી જેઓએ આપણને મંત્ર આપ્યો અને તુકારામ મહારાજજીએ કહ્યુ કે વિષ્ણુમય જગ વૈષ્ણવાંચા ધર્મ, ભેદાભેદ ભ્રમ અમંગળ અઇકા જી તુમહી ભક્ત ભાગવત, કરાલ તે હિત સત્ય કરા. કોણા હી જિવાચા ઘડો મત્સર, વર્મ સર્વેશ્વર પૂજનાચે.. એટલે કે વિશ્વમાં બધુ વિષ્ણુ મય છેએટલા માટે જીવ જીવમાં ભેદ કરવો, ભેદભઆવ કરવો અમંગળ છે. પરસ્પર ઇર્ષ્યા હોય, દ્વેષ હોય, આપણે તમામને સમાન માનીએ સાચો ધર્મ છે. એટલે દિંડી મા કોઇ જાત-પાત હોતું નથી. કોઇ ભેદભાવ હોતો નથી, દરેક વારકરી સમાન છે, હર વારકરી એક બીજાના ગુરુભાઉ છે. ગુરુ બ્રહિણ છે. તમામ એક વિઠ્ઠલના સંતાન છે એટલે માટે તમામની એક જાતિ છે એક ગોણ વિઠ્ઠલ ગોત્ર. ભગવાન વિઠ્ઠલના દરબાર દરેક માટે એકસરખી રીતે ખુલ્લો છે અને જયારે હું તમામનો સાથ, તમામનો વિકાસ તમામનો વિશ્વાસ એવું કહું છુ ત્યારે તેની પાછળ મહાન પરંપરાની પ્રેરણા છે, ભાવના છે ભાવના આપણને દેશના વિકાસ માટે પ્રેરિત કરે છે તમામને સાથે લઇને તમામના વિકાસ માટે પ્રેરિત કરે છે.

સાથીઓ

પંઢરપુરની આભા, પંઢરપુરની અનુભૂતિ અને પંઢરપુરની અભિવ્યક્તિ દરેક અલૌકિક છે. આપણ મ્હાણતો ના માઝો માહેર પંઢરી, આહે ભિવરેચ્યા તીરી, ખરેખર પંઢરપુર માતાના ઘરની જેમ છે પરંતુ મારા માટે પંઢરપુરથી બે અન્ય ખાસ સંબંધ છે અને હું સંતજનોની સામે કહેવા માંગું છું કે મારો વિશેષ સંબંઘ છે. મારો પહેલો સંબંધ છે કે ગુજરાતનું દ્વારકાના ભગવાન દ્વારકાધીશ અહીં વિઠ્ઠલ સ્વરૂપમાં બિરાજમાન થયા છે. અને મારો બીજો સંબંધ કાશીનો છે. હું કાશીથી આવ્યો છું અને પંઢરપુર આપણી દક્ષિણ કાશી છે. માટે પંઢરપુરની સેવા મારા માટે સાક્ષાત શ્રી નારાયણ હરિની સેવા છે. ભૂમિ છે જયાં ભક્તો માટે ભગવાન આજે પણ પ્રત્યક્ષ બિરાજે છે. ભૂમિ છે કે જેના માટે સંત નામદેવજી મહારાજે કહ્યું છે કે પંઢરપુર ત્યારથી છે જયારથી સંસારની સૃષ્ટિ પણ થઇ હતી. એવું એટલા માટે છે કે પંઢરપુર ભૌતિક રૂપથી નહી પણ ભાવનાત્મક રૂપથી આપણા મનમાં વસે છે. ભૂમિ છે કે જેણે સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ, સંત તુકારામ અને સંત એકનાથ તેવા અનેક સંતોને યુગ-સંત બનાવ્યા છે. ભૂમિએ ભારતને એક નવી ઊર્જા આપી છે ભારતને ફરીથી ચૈતન્ય કર્યું છે, ભારત ભૂમિની વિશેષતા છે કે સમય-સમય પર અલગ અલગ ક્ષેત્રોમાં આવી મહાન વિભૂતિઓ અવતરણ કરતી રહે છે, દેશને દિશા ચીંધતી રહે છે. તમે જૂઓ દક્ષિણમાં માધ્વાચાર્ય, નિમ્બાકાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય થયા, પશ્ચિમમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ધીરો ભગત, ભોજા ભગત, પ્રીતમ તો ઉત્તરમાં રામાનંદ, કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરુ નાનકદેવ, સંત રૈદાસ થયા અને પૂર્વમાં ચૈતન્ય મહાપ્રભુ અને શંકર દેવ જેવા અનેક સંતોના વિચારોએ દેશને સમૃધ્ધ કર્યોઅલગ અલગ સ્થાન, અલગ અલગ કાલખંડ પરંતુ એક ઉદ્દેશ્ય દરેકે ભારતીય જનમાનસમાં એક નવી ચેતના ફૂંકી, સમગ્ર ભારતને ભક્તિની શક્તિનો અહેસાસ કરાવ્યો, ભાવ અને ભાવમાં આપણે પણ જોઇએ છીએ કે મથુરાના કૃષ્ણ, ગુજરાતમાં દ્વારકાધીશ બને છે. ઉડ્ડુપીમાં બાલકૃષ્ણ બને છે અને પંઢરપુરમાં આવીને વિઠ્ઠલ રાયના સ્વરૂપમાં બિરાજમાન થાય છે. ભગવાન વિઠ્ઠલ દક્ષિણ ભારતમાં કનકદાસ અને પંરદરદાસ જેવા સંત કવિઓના માધ્યમથી જન જન સાથે જોડાઇ જાય છે અને કવિ લીલાશૂકના કાવ્યથી કેરલમાં પણ પ્રગટ થાય છે. તો ભક્તિની શક્તિ છે જે જોડવાવાળી શક્તિ છે. એક ભારત- શ્રેષ્ઠ ભારતનુ ભવ્ય દર્શન છે.

સાથીઓ

વારાકરી આંદોલનની એક અન્ય વિશેષતા છે કે પુરુષોના કદમથી કદમ મિલાવીને ચાલનારી અમારી બહેનો, દેશની માતૃ શક્તિ, દેશની સ્ત્રી શક્તિ. પંઢરી કી વારી, અવસરોની સમાનતાનું પ્રતિક છે. વારાકરી આંદોલનનુ ધ્યેય વાક્ય છે ભેદાભેદ અમંગળ.. સામાજિક સમરસતાનો ઉદઘોષ છે અને સમરસતામાં સ્ત્રી અને પુરુષ સમાનતા પણ અંતનિર્હિત છે. ઘણાબધા વારાકરી સ્ત્રી અને પુરુષ એકબીજાને માઉલી નામથી બોલાવે છે. ભગવાન વિઠ્ઠલ અને સંત જ્ઞાનેશ્વરનુ રૂપ એકબીજામાં નિહાળે છે. તમે પણ જાણો છો કે માઉલીનો અર્થ મા એટલે કે માતૃશક્તિનુ પણ ગૌરવગાન છે.

મહારાષ્ટ્રની ભૂમિમાં મહાત્મા ફુલે, વીર સાવરકર જેવા અનેક મહાપુરુષો પોતાના કાર્યને સફળતાના જે મુકામ પર પહોચ્યાં તે યાત્રામાં વારાકરી આંદોલને જે જમીન બનાવી હતી તેનું બહું મોટું યોગદાન રહ્યું હતું. વારાકરી આંદોલનમા કોણ હતા... સંત સાવતા મહારાજ, સંત ચોખા, સંત નામદેવ મહારાજ, સંત ગોરબા, સેનજી મહારાજ, સંત નરહરિ મહારાજ, સંત કાન્હોપાત્રા, સમાજના દરેક સમુદાય વારાકરી આંદોલનનો હિસ્સો હતા.

સાથીઓ

પંઢરપુરે માનવતાને માત્ર ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો માર્ગ દેખાડ્યો એવું નથી ભક્તિની શક્તિથી માનવતાનો પરિચય પણ કરાવ્યો છે. અહીં દરેક વખતે લોકો ભગવાન પાસે કાંઇ માંગવા માટે આવતા નથી અહીં વિઠ્ઠલ ભગવાનના દર્શન, તેમની નિષ્કામ ભક્તિ જીવનનું ધ્યેય છે. કાય વિઠુ માઉલીચ્યા દર્શાનને ડોવ્વ્યાચે પારણે ફિટતે કી નાહી  માટે ભગવાન પોતે ભક્તોના આદેશ પર યુગોથી કમર પર હાથ રાખીને ઉભા છે. ભક્ત પુંડલિકે પોતાના માતા-પિતામાં ઇશ્વરને જોયા, નર સેવાને નારાયણ સેવા માની હતી. આજ સુધી આદર્શ પર અમારો સમાજ જીવે છે. સેવા-દિંડીના માધ્યમથી જીવમાત્રની સેવાને સાધના માનીને ચાલે છે. દરેક વારકરી જે નિષ્કામ ભાવથી ભક્તિ કરે છે તે નિષ્કામ ભાવથી સેવા પણ કરે છે. અમૃત કલશ દાન-અન્નદાનથી ગરીબોની સેવાના પ્રકલ્પ તો અહીં ચાલ્યા કરે છે. શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ તમારા બધાની સેવા સમાજની શક્તિનું એક અદ્વિતિય ઉદાહરણ છે. આપણે ત્યાં આસ્થા અને ભક્તિ કેવી રીતે રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રભક્તિથી જોડાયેલી છે સેવા દિંડી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ગામડાંનુ ઉત્થાન, ગામડાની પ્રગતિ સેવા દિંડી તેનું એક મોટું માધ્યમ બની ચૂકી છે. દેશ આજે ગામડાના વિકાસ માટે જે સંકલ્પ લઇને આગળ વધી રહ્યો છે તે અમારા વારાકરી ભાઇ-બહેન તેની સૌથી મોટા તાકાત છેદેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું તો વિઠોવાની ભક્ત નિર્મલ વારી અભિયાનની સાથે તેને ગતિ આપી રહ્યા છે. આજ રીતે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હોય, જળ સંરક્ષણ માટે આપણો પ્રયાસ હોય, આપણી આધ્યાત્મિક ચેતના અમારી રાષ્ટ્રીય સંકલ્પોને ઊર્જા આપી રહી છે. અને આજે હું આપણા વારાકરી ભાઇ-બહેનો સાથે વાત કરું છું તો તમારાથી આશીર્વાદ સ્વરૂપ ત્રણ ચીજ માંગવા ઇચ્છું છું. માંગી લઉ... હાથ ઉંચો કરીને બતાવો... માંગી લઉ... શું તમે આપશો.. જૂઓ જે પ્રમાણે તમે બધાએ હાથ ઉંચા કર્યા છે તેનાથી મને આશીર્વાદ આપ્યા છે.. તમે હંમેંશા મારા પર પ્રકારનો સ્નેહ રાખો કે હું પોતાની જાતને રોકી શકું.. મારે પહેલા આશીર્વાદ જોઈએ છે કે એક શ્રીસંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગનું નિર્માણ થાય, જેવી રીતે સંત તુકારામ મહારાજ પાલખી માર્ગનું નિર્માણ થશે તેના કિનારે જે રસ્તો બને છે તે બંને બાજું કેટલાક મીટરના અંતરે ઘટાદાર વૃક્ષો જરૂર લગાવો કામ તમે કરશો.. મારો તો પ્રયાસ માત્ર છે. જયાં સુધીમાં માર્ગ બનીને તૈયાર થશે ત્યાં સુધીમાં વૃક્ષો પણ મોટા થઇ જશે અને પગપાળા રસ્તા પર છાંયડો પડશે. મારો પાલખી માર્ગોના કિનારે પડતાં ગામો જન આંદોલનનુ નેતૃત્વ કરે તેવો આગ્રહ છે. દરેક ગામ પોતાના ક્ષેત્રમાંથી નીકળતા પાલખી માર્ગની જવાબદારી સંભાળે, ત્યાં ઝાડ રોપે તો બહું જલદી કામ કરી શકાશે.

સાથીઓ

તમારા બીજા આશીર્વાદ જોઇએ અને આશીર્વાદ જોઇએ છે કે, પગપાળા માર્ગ પર થોડા થોડા અંતરે પીવાનું પાણી શુધ્ધ પાણી-જલની વ્યવસ્થા પણ કરવી માર્ગો પર પરબ બનાવવી. ભગવાન વિઠ્ઠલની ભક્તિમાં લીન શ્રધ્ધાળુ જયારે પંઢરપુર તરફ આગળ વધે તો 21 દિવસ સુધી પોતાનું તમામ ભૂલી જાય છે. પાણીની પરબ આવા ભક્તોને બહુ કામ લાગશે અને ત્રીજા આશીર્વાદ મારે પંઢરપુર માટે જોઇએ છે. હું ભવિષ્યમાં પંઢરપુરને ભારતનું સૌથી સ્વચ્છ તીર્થસ્થળો પૈકીનું એક જોવા માંગું છું. હિન્દુસ્તાનમાં જયારે કોઇ જૂએ કે ભાઇ સૌથી સ્વચ્છ તીર્થ સ્થળ કયું છે તો સૌથી પહેલા નામ વિઠ્ઠોબા કા મારા વિઠ્ઠલની ભૂમિનું મારા પંઢરપુરનું હોવુ જોઇએ આવવું જોઇએ. હું ચીજ તમારી પાસેથી માંગું છું અને કામ પણ જનભાગીદારીથી થશે. જયારે સ્થાનિક લોકો સ્વચ્છતા આંદોલનનું નેતૃત્વ પોતાની કમાનમાં લેશે ત્યારે સ્વપ્નને સાકાર કરી શકીશું અને હું હંમેશા જે વાતની વકિલાત કરું છું અને તમામને પ્રયાસ કરું છું તેની અભિવ્યક્તિ આવી હશે.

સાથીઓ,
જ્યારે આપણે પંઢરપુર જેવા આપણા તીર્થોનો વિકાસ કરીએ છીએ તો તેનાથી માત્ર સાંસ્કૃતિક પ્રગતિ થતી નથી પરંતુ સંપૂર્ણ ક્ષેત્રના વિકાસને બળ મળે છે. જે સડકો અહીં પહોળી રહી છે,. જે નવા હાઇવે મંજૂર  થઈ રહ્યા છે તેનાથી અહીં ધાર્મિક પર્યટન વધશે. નવા રોજગાર આવશે અને સેવા અભિયાનોને પણ વેગ મળશે. આપમા તમામના આદરણીય અટલ બિહારી વાજપેયી જી માનતા હતા કે જ્યાં હાઇવે પહોંચી જાય છે, માર્ગો પહોંચી જાય છે ત્યાં વિકાસની નવી ધારા વહેવા લાગે છે. વિચાર સાથે તેમણે સ્વર્ણિમ ચતુર્ભુજનો પ્રારંભ કરાવ્યો હતો. દેશના ગામડાઓને શહેર સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યું. આજે આદર્શો પર દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઝડપથી કામ થઈ રહ્યું છે. દેશમાં હેલ્થ માળખાને વેગ આપવા માટે વેલનેસ સેન્ટર ખોલવામાં આવી રહ્યા છે, નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી રહી છે. ડિજિટલ વ્યવસ્થાને વેગ આપવામાં આવી રહ્યો છે. દેશમાં આજે નવા હાઇવે, જળમાર્ગો, નવી રેલવે લાઇનો, મેટ્રો લાઇનો, આધુનિક રેલવે સ્ટેશન, નવા એરપોર્ટ, નવા એર રૂટનું એક મોટું વિસ્તૃત નેટવર્ક બની રહ્યું છે. દેશના તમામ ગામડાઓમાં હવે ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહોંચાડવા માટે ઝડપથી કામ થઈ રહ્યું છે. તમામ યોજનાઓમાં વધારે ઝડપ લાવવા માટે, સમન્વય લાવવા માટે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની પણ શરૂઆત થઈ ચૂકી છે. આજે દેશ સો ટકા કવરેજ વિઝનની સાથે આગળ ધપી રહ્યો છે. દરેક ગરીબને પાક્કું મકાન, દરેક ઘરમાં શૌચાલય, દરેક પરિવારને વિજળી જોડાણ, પ્રત્યેક ઘરમાં નળથી જળ અને આપણી માતાઓ બહેનોને ગેસ કનેક્શન તમામ સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યા છે. સમાજના ગરીબ, વંચિત, દલિત, પછાત, મધ્યમ વર્ગને તેનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે.

સાથીઓ,
આપણો મોટા ભાગના વારકરી ગુરુભાઉ તો ખેડૂત પરિવારમાંથી આવે છે. ગામ ગરીબ માટે દેશના પ્રયાસોથી આજે સામાન્ય માનવીના જીવનમાં કેવા પરિવર્તન આવી રહ્યા છે, તમે સૌ તે જોઈ રહ્યા છો. આપણા ગામ ગરીબથી, જમીન સાથે સંકળાયેલા અન્નદાતા આવા હોય છે. તેઓ ગ્રામીણ અર્થવ્યવસ્થાના સારથી હોય છે. અને સમાજની સંસ્કૃતિ, રાષ્ટ્રની એકતાનું પણ નેતૃત્વ કરે છે. ભારતની સંસ્કૃતિને, ભારતના આદર્શોને સદીઓથી અહીંના ધરતી પુત્ર જીવિત રાખી રહ્યા છે. એક સાચો અન્નદાતા સમાજને જોડે છે, સમાજને જીવે છે, સમાજ માટે જીવે છે. તમારાથી સમાજની પ્રગતિ છે અને તમારા પ્રગતિ સમાજની પ્રગતિ છે. તેથી અમૃત કાળમાં દેશના સંકલ્પોમાં આપણા અન્નદાતાની પ્રગતિનો મોટો આધાર છે. ભાવને લઈને આજે દેશ આગળ ધપી રહ્યો છે.

સાથીઓ,
સંત જ્ઞાનેશ્વર મહારાજે એક ખૂબ સારી વાત આપણને સૌને કહી છે, સંત જ્ઞાનેશ્વર મહારાજજીએ કહ્યું છે
દુરિતાંચે તિમિર જાવો. વિશ્વ સ્વધર્મ સૂર્યે પાહો. જો જે વાંચ્છિલ તો તેં લાહો, પ્રાણિજાત.
એટલે કે વિશ્વની બુરાઈઓનો અંધકાર નષ્ટ થાય. ધર્મનો, કર્તવ્યનો સૂરજ સમગ્ર વિશ્વમાં ઉદય થાય અને દરેક જીવની ઇચ્છા પૂર્ણ થાય. આપણને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણી સૌની ભક્તિ, આપણા સૌના પ્રયાસ સંત જ્ઞાનેશ્વર જીના ભાવને જરૂર સિદ્ધ કરશે. ભરોસા સાથે, હું ફરી એક વાર તમામ સંતોને નમન કરતા વિઠ્ઠોબાના ચરણોમાં નમન કરતા આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું.

જય જય રામકૃષ્ણ હરિ

જય જય રામકૃષ્ણ હરિ


(Release ID: 1770149) Visitor Counter : 342