ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકોને અભિનંદન આપ્યા
“પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો આ પદ્મ પુરસ્કારોને સામાન્ય માનવીનું સન્માન બનાવવાનો વાસ્તવમાં એક અનોખો પ્રયાસ છે“
“સ્વર્ગીય જ્યોર્જ ફર્નાન્ડિસજીનું જીવન નિઃસ્વાર્થ રાષ્ટ્રસેવાનું એક અપ્રતિમ ઉદાહરણ છે, કટોકટીના વિરોધથી લઈને વિવિધ પદો પર રહીને દેશની પ્રગતિમાં તેમણે ઘણું મોટું યોગદાન આપ્યું, મોદી સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણ પ્રદાન કરીને તેમના યોગદાનને ચિરસ્મરણીય બનાવવું અત્યંત હર્ષનો વિષય છે”
“સ્વર્ગીય અરૂણ જેટલીજીએ કાયદા, નાણાં અને અન્ય ક્ષેત્રોમાં પોતાની બુદ્ધિમતા અને અનુભવથી દેશના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું, આજે મોદી સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા અત્યંત અભિનંદનીય કદમ છે”
“સ્વર્ગીય સુષ્મા સ્વરાજજીનું જીવન જનકલ્યાણ તેમજ દેશસેવામાં સમર્પિત રહ્યું, વિદેશમંત્રી તરીકે તેમણે વિદેશ મંત્રાલયને સામાન્ય જનતા સાથે જોડવાના હેતુથી સદૈવ યાદ કરવામાં આવશે, તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવે એ મોદી સરકાર દ્વારા દેશના વિકાસમાં તેમના યોગદાન પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ છે.”
“ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે, શ્રી ગફૂરભાઈ એમ. બિલખિયા, શ્રીમતી સરિતા જોશી, પ્રો. સુધીર કુમાર જૈન, શ્રી શહાબુદ્દિન રાઠોડ, ડો. એચ.એમ. દેસાઈ, શ્રી યજ્દી નૌશિરવાન કરંજિયા, શ્રી નારાયણ જે. જોશી ‘કરયાલ’ અને ડો. ગુરદીપ સિંહને તેમના વિશિષ્ટ યોગદાન માટે મોદી સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે”
Posted On:
08 NOV 2021 7:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પદ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારનો આ પદ્મ પુરસ્કારોને સામાન્ય માનવીનું સન્માન બનાવવાનો વાસ્તવમાં એક અનોખો પ્રયાસ છે. પોતાના શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં શ્રી અમિત શાહે કહ્યું કે “સ્વર્ગીય જ્યોર્જ ફર્નાન્ડિસજીનું જીવન નિઃસ્વાર્થ રાષ્ટ્રસેવાનું એક અપ્રતિમ ઉદાહરણ છે. કટોકટીના વિરોધથી લઈને વિવિધ પદો પર રહીને દેશની પ્રગતિમાં તેમણે ઘણું મોટું યોગદાન આપ્યું. મોદી સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણ આપીને તેમના યોગદાનને ચિરસ્મરણીય બનાવવું અત્યંત હર્ષનો વિષય છે.”
શ્રી અમિત શાહે કહ્યું કે “સ્વર્ગીય અરૂણ જેટલીજીએ કાયદા, નાણાં અને અન્ય ક્ષેત્રોમાં પોતાની બુદ્ધિમતા અને અનુભવથી દેશના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું. આજે મોદી સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા એ અત્યંત અભિનંદનીય કદમ છે. ભારતના વિકાસ પ્રત્યે તેમનું સમર્પણ આપણને સદૈવ પ્રેરિત કરતું રહેશે.”
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે “સ્વર્ગીય સુષ્મા સ્વરાજજીનું જીવન જનકલ્યાણ તેમજ દેશસેવામાં સમર્પિત રહ્યું. વિદેશમંત્રી તરીકે તેમને વિદેશ મંત્રાલયને સામાન્ય જનતા સાથે જોડવા માટે સદૈવ યાદ કરવામાં આવશે. તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવે એ મોદી સરકાર દ્વારા દેશના વિકાસમાં તેમના યોગદાન પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ છે.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે “ગુજરાત માટે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે, શ્રી ગફૂરભાઈ એમ. બિલખિયા, શ્રીમતી સરિતા જોશી, પ્રો. સુધીર કુમાર જૈન, શ્રી શહાબુદ્દિન રાઠોડ, ડો એચ. એમ. દેસાઈ, શ્રી યજ્દી નૌશિરવાન કરંજિયા, શ્રી નારાયણ જે. જોશી ‘કરયાલ’ અને ડો. ગુરદીપ સિંહને તેમના વિશિષ્ટ યોગદાન માટે મોદી સરકાર દ્વારા પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1770105)
Visitor Counter : 283