PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
29 OCT 2021 5:07PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 104.82 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,348 નવા કેસ નોંધાયા
- સાજા થવાનો દર હાલમાં 98.19% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 13,198 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,36,27,632 દર્દીઓ સાજા થયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.47% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,61,334 થયું
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 35 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.18% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.12% પહોંચ્યો, છેલ્લા 25 દિવસથી 2% કરતા ઓછો
- કુલ 60.58 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 104.82 કરોડને પાર
છેલ્લા 24 કલાકમાં 74 લાખ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 98.19%
છેલ્લા 24 કલાકમાં 14,348 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,61,334
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.18%) છેલ્લા 35 દિવસમાં 2% કરતા ઓછો
છેલ્લા 24 કલાકમાં 74,33,392 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરો આજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 104.82 કરોડ (1,04,82,00,966) સુધી પહોંચી ગયો છે. આ 1,04,57,932 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,78,753
|
બીજો ડોઝ
|
91,96,000
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,71,035
|
બીજો ડોઝ
|
1,58,60,088
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
41,47,31,641
|
બીજો ડોઝ
|
13,64,95,078
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
17,38,19,237
|
બીજો ડોઝ
|
9,45,21,155
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
10,91,45,076
|
બીજો ડોઝ
|
6,56,82,903
|
કુલ
|
1,04,82,00,966
|
છેલ્લા 24 કલાકમાં 13,198 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,36,27,632 થઈ છે.
પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.19%છે.
કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 124 દિવસોમાં ઓછો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 14,348 નવા કેસ નોંધાયા છે.
સક્રિય કેસનું ભારણ હાલમાં 1,61,334 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.47% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 12,84,552 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 60.58 કરોડ (60,58,85,769) સંચિત પરીક્ષણો કર્યા છે.
જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.18% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 35 દિવસોથી 2% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.12%નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 25 દિવસોથી 2% ની નીચે અને સતત 60 દિવસોથી 3% ની નીચે રહ્યો છે.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 109.63 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 12.31 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.
રસીના ડોઝ
|
(29 ઓક્ટોબર, 2021 સુધી)
|
પુરવઠો
|
1,09,63,11,615
|
બાકી ઉપલબ્ધ
|
12,31,53,481
|
ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 109.63 કરોડ (1,09,63,11,615) થી વધુ રસી પૂરી પાડી છે.
હાલમાં, કોવિડ-19 રસીના 12.31 કરોડ (12,31,53,481) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.
(Release ID: 1767546)
Visitor Counter : 166