સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 104.04 કરોડને પાર
સાજા થવાનો દર હાલમાં 98.20%, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 16,156 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,60,989) 243 દિવસમાં સૌથી ઓછું
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.19%) છેલ્લા 34 દિવસમાં 2% કરતા ઓછો
Posted On:
28 OCT 2021 10:09AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 49,09,254 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરો આજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 104.04 કરોડ (1,04,04,99,873) સુધી પહોંચી ગયો છે. આ 1,03,62,667 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,78,578
|
બીજો ડોઝ
|
91,82,272
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,70,444
|
બીજો ડોઝ
|
1,58,24,383
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
41,26,09,938
|
બીજો ડોઝ
|
13,34,07,626
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
17,33,06,910
|
બીજો ડોઝ
|
9,35,00,396
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
10,88,31,281
|
બીજો ડોઝ
|
6,50,88,045
|
કુલ
|
1,04,04,99,873
|
છેલ્લા 24 કલાકમાં 17,095 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,36,14,434 થઈ છે.
પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.20%છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 123 દિવસોમાં ઓછો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 16,156 નવા કેસ નોંધાયા છે.
સક્રિય કેસનું ભારણ 2 લાખની નીચે રહ્યું છે અને હાલમાં 1,60,989 પર છે જે 243 દિવસમાં સૌથી ઓછો છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.47% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.
દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 12,90,900 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 60.44 કરોડ (60,44,98,405) સંચિત પરીક્ષણો કર્યા છે.
જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.19% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 33 દિવસોથી 2% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.25%નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 23 દિવસોથી 2% ની નીચે અને સતત 59 દિવસોથી 3% ની નીચે રહ્યો છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1767098)
Visitor Counter : 303