સંસ્કૃતિ મંત્રાલય

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 100 કરોડ રસીકરણની સીમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી માટે ત્રિ-રંગમાં 100 સ્મારકોને પ્રકાશિત કર્યા

Posted On: 21 OCT 2021 5:27PM by PIB Ahmedabad

મુખ્ય અંશો:

  • સ્મારકની રોશની કોરોના યોદ્ધાઓ - રસીકરણ કરનારાઓ, સ્વચ્છતા કર્મચારીઓ, પેરામેડિકલ, સહાયક કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે.
  • ત્રિ-રંગમાં જગમગેલા 100 સ્મારકોમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનો પણ સમાવેશ થાય છે

 

સંસ્કૃતિ મંત્રાલયનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દેશભરમાં 100 સ્મારકોને ત્રિ-રંગમાં પ્રકાશિત કરી રહ્યું છે કારણ કે ભારતે વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપી રસીકરણ અભિયાનમાં 100 કરોડ કોવિડ રસીકરણનો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. કોવિડ રોગચાળા સામેની લડાઈમાં અવિરત યોગદાન આપનારા કોરોના યોદ્ધાઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાના ચિહ્ન તરીકે આ રોશની થઈ રહી છે.

હુમાયુનો મકબરો

ત્રિ -રંગમાં રોશની કરવામાં આવતા 100 સ્મારકોમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સનો સમાવેશ થાય છે - દિલ્હીમાં લાલ કિલ્લો, હુમાયુનો મકબરો અને  કુતુબમિનાર, ઉત્તરપ્રદેશમાં આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરી, ઓડિશામાં કોનાર્ક મંદિર, તમિલનાડુમાં મમલ્લાપુરમ રથ મંદિરો, ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ આસિસી ચર્ચ, રાજસ્થાનના ખજુરાહો, ચિત્તોડના અને કુંભલગઢના કિલ્લાઓ, બિહારની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના ખોદાયેલા ખંડેર અને ગુજરાતમાં ધોલાવીરા (તાજેતરમાં વિશ્વ ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થયેલ).

સૂર્ય મંદિર, કોર્ણાક

લાલ કિલ્લો

દેશને રોગચાળાનો અસરકારક રીતે સામનો કરવામાં મદદ કરવા અને માનવજાતને માટે તેમની નિ:સ્વાર્થ સેવાઓ માટે દેશની મદદ કરવા માટે પોતાના કર્તવ્યથી ઉપર કામ કરવા વાળા કોરોના યોદ્ધાઓ - રસીકરણ કરનારાઓ, સ્વચ્છતા કર્મચારીઓ, પેરામેડિકલ, સહાયક કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ વગેરે પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે 100 સ્મારક 21 ઓક્ટોબર, 2021ની રાતે ત્રિ-રંગમાં ઝળહળતા રહેશેકારણ કે ભારતે 100 કરોડ રસીકરણનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે.

ખજુરાહો

રસીકરણે વાયરસના ફેલાવાને નિયંત્રિત કરવામાં અને ત્રીજી લહેરને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 100 કરોડ કોવિડ રસી ડોઝનું સંચાલન કરીને ભારત ચીન સાથે એકમાત્ર એવો દેશ બન્યો છે જે અબજ ડોઝ ક્લબમાં છે.



(Release ID: 1765528) Visitor Counter : 221