રસાયણ અને ખાતર મંત્રાલય
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે વર્ષ 2021-22 (1 ઓક્ટોબર 2021 થી 31 માર્ચ 2022 સુધી) દરમિયાન ફોસ્ફેટિક અને પોટેસિક (P&K) ખાતરો માટે પોષકતત્વો આધારિત સબસિડી (NBS)ના દરોને મંજૂરી આપી


રવિ 2021-22 માટે સબસિડીની ચોખ્ખી રકમ રૂ. 28,655

Posted On: 12 OCT 2021 8:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ વર્ષ 2021-22 (1 ઓક્ટોબર 2021 થી 31 માર્ચ 2022 સુધી) માટે P&K ખાતરોના પોષતતત્વો આધારિત સબસિડીના દરો નક્કી કરવાના ખાતર વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પોષકતત્વો આધારિત સબસિડી (NCB)ના મંજૂરી આપવામાં આવેલા દરો નીચે ઉલ્લેખ કર્યા મુજબ રહેશે:

પ્રતિ કિલો સબસિડીના દર (રૂપિયામાં)

 

N (નાઇટ્રોજન)

 

P(ફોસ્ફરસ)

 

K(પોટાશ)

 

S(સલ્ફર)

 

18.789

 

45.323

 

10.116

 

2.374

 

 

  1. કુલ રોલઓવરની રકમ રૂ. 28,602 કરોડ રહેશે
  2. DAP પર વધારાની સબસિડી માટે વિશેષ એક વખતના પેકેજનો હંગામી વધારાનો ખર્ચ રૂ. 5,716 કરોડ રહેશે.
  3. સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા ત્રણ NPKs ગ્રેડ પર વધારાની સબસિડી માટે હંગામી રૂ. 837 કરોડના ખર્ચે વિશેષ એક વખતનું પેકેજ આપવામાં આવ્યું છે જે NPK 10-26-26, NPK 20-20-0-13 અને NPK 12-32-16 છે. કુલ રૂ. 35,115 કરોડની સબસિડીની જરૂર પડશે.

 

CCFA દ્વારા NBSS યોજના હેઠળ મૅલેસિસ (ગોળની રસી) (0:0:14.5:0)માંથી પ્રાપ્ત કરવામાં આવતા પોટાશના સમાવેશને પણ મંજૂરી આપવામાં આવી છે.

નાણાકીય અસરો:

રવી 2021-22 માટે બચતને કાપ્યા પછી ચોખ્ખી જરૂરી સબસિડીની રકમ રૂ. 28,655 કરોડ રહેશે.

લાભો:

આનાથી ખેડૂતોને રવિ મોસમ 2021-22 દરમિયાન ખાતરોના સરળતાથી સબિસિડીવાળા/ પરવડે તેવા ભાવે તમામ P&K ખાતરો ઉપલબ્ધ થશે અને વર્તમાન સબિસિડીના સ્તરે ચાલુ રાખીને તેમજ DAP અને ત્રણ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતા NPK ગ્રેડ માટે વધારાની સબસિડી માટે વિશેષ પેકેજ આપવાથી કૃષિ ક્ષેત્રને ટેકો મળશે.

આનાથી ડાઇ-એમોનિયમ ફોસ્ફેટ (DAP)ની પ્રત્યેક થેલી પર રૂ. 438 અને દરેક NPK 10-26-26, NPK 20-20-0-13 & NPK 12-32-16 ની પ્રત્યેક થેલી પર રૂ. 100નો લાભ થશે જેથી ખેડૂતો માટે ખાતરોની કિંમત પવરડે તેવી જાળવી રાખવામાં આવશે.

અમલીકરણની વ્યૂહનીતિ અને લક્ષ્યો:

P&K ખાતરો પર સબસિડી CCEA દ્વારા મંજૂરી આપવામાં આવેલા NBS દરોએ આપવામાં આવશે જેથી ખેડૂતોને ખાતરો પરવડે તેવા ભાવે સરળતાથી ઉપલબ્ધ થઇ શકે.

પૃષ્ઠભૂમિ:

સરકાર ખાતર ઉત્પાદકો/ આયાતકારો મારફતે યુરિયા અને P&K ગ્રેડના 24 ખાતરો ખેડૂતોને સબસિડીના દરે ઉપલબ્ધ કરાવી રહી છે. P&K ખાતરો પર સબસિડીનું સંચાલન NBS યોજના અંતર્ગત કરવામાં આવે છે જેનો અમલ 01.04.2010થી કરવામાં આવ્યો છે. આને અનુરૂપ ખેડૂતો માટે અનુકૂળ અભિગમ અપનાવીને સરકાર ખેડૂતોને પરવડે તેવા ભાવે P&K ખાતરો ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. સબસિડીની રકમ ખાતર કંપનીઓને ઉપર ઉલ્લેખ કર્યા અનુસાર આપવામાં આવશે જેથી તેઓ ખેડૂતોને પરવડે તેવા ભાવે ખાતરો ઉપલબ્ધ કરાવી શકે જે અન્યથા વધારે ભાવે ઉપલબ્ધ હોય છે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1763494) Visitor Counter : 199