પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ ફુમિયો કિશિદા સાથે ટેલિફોન પર વાતચીત કરી

Posted On: 08 OCT 2021 6:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ ફુમિયો કિશિદા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ મહામહિમ કિશિદાને જાપાનના પ્રધાનમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરવા અંગે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

બંને નેતાઓએ ભારત અને જાપાનની વચ્ચે વિશેષ વ્યૂહાત્મક તેમજ વૈશ્વિક સહભાગિતામાં ઝડપથી થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને હાઈ ટેક અને  ભવિષ્યમાં ઊભરનારા ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ આગળ વધારવાની સંભાવના પર સહમતિ વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જાપાની કંપનીઓને વધુ રોકાણના માધ્યમથી ભારતના આર્થિક સુધારાઓનો લાભ ઉઠાવવા માટે આમંત્રિત કરી.

બંને નેતાઓએ ભારત-પેસિફિક ક્ષેત્રમાં ભારત અને જાપનની વચ્ચે દૃષ્ટિકોણોના વધતા સાંમજસ્ય તથા મજબૂત સહયોગ વિશે પણ ચર્ચા કરી. તેમણે આ સંદર્ભમાં ક્વૉડ ફ્રેમવર્ક અંતર્ગત સહયોગની પ્રગતિની સમીક્ષા કરી.

પ્રધાનમંત્રીએ મહામહિમ કિશિદાને દ્વિપક્ષીય શિખર મંત્રણા માટે પોતાની સુવિધાનુસાર ટૂંક સમયમાં ભારત આવવાનું આમંત્રણ આપ્યું.

 SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1762292) Visitor Counter : 219