સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. મનસુખ માંડવિયાએ માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે ગ્રીન રિબનનું વિતરણ કર્યું


માનસિક આરોગ્ય સાકલ્યવાદી આરોગ્યનું આવશ્યક ઘટક છે: કેન્દ્રીય આરોગ્ય મંત્રી

Posted On: 08 OCT 2021 3:01PM by PIB Ahmedabad

"માનસિક આરોગ્ય સાકલ્યવાદી આરોગ્યનું એક આવશ્યક ઘટક છે અને તેના પરની જાગૃતિ તેની આસપાસના કલંકને દૂર કરવા માટે ઘણું આગળ વધશે." કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં ગ્રીન રિબન પહેલનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 5 થી 10 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલી માનસિક આરોગ્ય જાગૃતિ સપ્તાહ દરમિયાન હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓના ભાગરૂપે માનસિક આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે દિલ્હીના હંસરાજ કોલેજ સાથે ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

10 ઓક્ટોબરને વિશ્વ માનસિક આરોગ્ય દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવે છે.

આ પ્રસંગે, ડૉ. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને ઉપસ્થિત મીડિયા કર્મચારીઓ વચ્ચે માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે ગ્રીન રિબિનનું વિતરણ કર્યું હતું. તેમણે હંસરાજ કોલેજના વિદ્યાર્થીઓને તેમના સાથીદારો અને સમુદાયમાં માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવવા વિનંતી કરી.

  

 

વરિષ્ઠ અધિકારીઓમાં ગ્રીન રિબનનું વિતરણ કરતાં તેમણે કહ્યું કે, આ ગ્રીન રિબન માનસિક સ્વાસ્થ્યનું પ્રતીક છે. આપણે આપણા સમાજમાં માનસિક સ્વાસ્થ્ય વિશે વધુને વધુ જાગૃતિ ફેલાવવાની જરૂર છે." ડૉ. માંડવિયાએ એ વાત પર ભાર મૂક્યો કે પ્રગતિ માટે તમામ પ્રકારના આરોગ્ય અને સુખાકારી જરૂરી છે." તંદુરસ્ત વ્યક્તિઓ વિના, તંદુરસ્ત કુટુંબ અને વિસ્તરણ દ્વારા તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર બનશે નહીં. બીમાર સ્વાસ્થ્ય, શારીરિક કે માનસિક, નબળી ઉત્પાદકતા તરફ દોરી જાય છે જેનાથી રાષ્ટ્રોની વૃદ્ધિ અને ઉત્પાદકતાને પ્રતિકૂળ અસર થાય છે.

મંત્રીએ ભારતમાં માનસિક આરોગ્યના મુદ્દાને સક્રિયપણે ઉકેલવા માટે ઉપસ્થિત લોકોને પણ આહવાન કર્યું: “દસમાંથી ત્રણ વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે. આપણા 14% બાળકો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે." તેમણે માતાપિતા, શિક્ષકો અને અન્ય હિસ્સેદારોને મદદની જરૂર હોય તેવા યુવાન નાગરિકોને શોધવા અને મદદ કરવા માટે સંવેદનશીલ બનાવવાની જરૂરિયાત પર વાત કરી. તેમણે અવલોકન કર્યું, "આપણે પહેલા પરિવારમાં માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર વાતચીત કરવાની જરૂર છે અને ધીમે ધીમે શાળાનું વાતાવરણ પણ સામેલ કરવું જોઈએ. આપણે આપણા શિક્ષકોને એવી રીતે તાલીમ આપવાની જરૂર છે કે તેઓ બાળકોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સરળતાથી શોધી શકે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાને ઓળખવી, સ્વીકારવી અને તેનું નિદાન કરવું અને તેની જેમ સારવાર કરવી મહત્વપૂર્ણ છે.

 

આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. સુનિલ કુમાર, શ્રી વિકાસ શીલ, અધિક સચિવ અને મિશન નિયામક (રાષ્ટ્રીય આરોગ્ય મિશન), શ્રી વિશાલ ચૌહાણ, સંયુક્ત સચિવ (નીતિ) અને આરોગ્ય મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1762111) Visitor Counter : 425