પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
04 OCT 2021 10:36AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પ્રધાનમંત્રીએ 2003માં સ્વિટ્ઝર્લેન્ડથી શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ ભારત પરત લાવવાનું અને 2015માં યુકેથી પુન:સ્થાપન પ્રમાણપત્ર મેળવવાનું પણ યાદ કર્યું.
શ્રેણીબદ્ધ ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. તેમણે રાષ્ટ્રને ગુલામીમાંથી મુક્ત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. એક કૃતજ્ઞ રાષ્ટ્ર સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ.
હું 2003માં સ્વિટ્ઝર્લેન્ડથી શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ પરત લાવવાની અને 2015માં મારી યુકેની મુલાકાત દરમિયાન તેનું પુન:સ્થાપન પ્રમાણપત્ર મેળવવાની તક મેળવીને ખુશી અનુભવું છું. તે મહત્વનું છે કે યુવાન ભારત તેમની હિંમત અને મહાનતા વિશે વધુ જાણે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1760704)
आगंतुक पटल : 377
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam