આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે રાજકોટ-કાનાલુસ રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી


યોજનાની કુલ અંદાજિત કિંમત રૂ. 1,080.58 કરોડ હશે અને તેની વધેલી / પૂર્ણ કરવાની કિંમત રૂ. 1,168.13 કરોડ છે

લાઇનની બમણી કરવાની કુલ લંબાઈ 111.20 કિમી છે

વિભાગને બમણો કરવાથી ક્ષમતામાં વધારો થશે અને સિસ્ટમ પર વધુ પરિવહન શરુ કરી શકાશે, રાજકોટથી કાનાલુસ સુધી પ્રસ્તાવિત બમણું કરવાથી સૌરાષ્ટ્ર પ્રદેશનો સર્વાંગી વિકાસ થશે

Posted On: 29 SEP 2021 3:54PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ રાજકોટ-કાનાલુસ રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે. યોજનાની કુલ અંદાજિત કિંમત રૂ. 1,080.58 કરોડ હશે અને તેની વધેલી / પૂર્ણ કરવાની કિંમત રૂ. 1,168.13 કરોડ છે. લાઇનની બમણી કરવાની કુલ લંબાઈ 111.20 કિમી છે. આ યોજના ચાર વર્ષમાં પૂર્ણ થશે.

વિભાગ પર હાલના માલસામાનની અવરજવરમાં મુખ્યત્વે પીઓએલ, કોલસો, સિમેન્ટ, ખાતર અને અનાજનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ રૂટ ગોઠવણીમાંથી ખાનગી સાઈડિંગ સાથે સંકળાયેલા ઉદ્યોગોમાંથી નૂર પેદા થાય છે. રિલાયન્સ પેટ્રોલિયમ, એસ્સાર તેલ અને ટાટા કેમિકલ જેવા મોટા ઉદ્યોગો દ્વારા ભવિષ્યમાં નોંધપાત્ર માલસામાનની અવરજવરનો ​​અંદાજ છે. રાજકોટ - કાનાલુસ વચ્ચેનો સિંગલ લાઇન BG સેક્શન વધારે સંતૃપ્ત થઇ ગયો છે અને ઓપરેશનલ કામકાજને સરળ બનાવવા માટે વધારાની સમાંતર બીજી લાઇનની જરૂર છે. પેસેન્જર/મેલ એક્સપ્રેસ ટ્રેનોની 30 જોડી આ સેક્શન પર ચાલે છે અને જાળવણી બ્લોક સાથે હાલની લાઇન ક્ષમતાનો ઉપયોગ 157.5% સુધી છે. બમણી થયા પછી માલ અને પેસેન્જર ટ્રાફિક બંનેની અટકાયતમાં નોંધપાત્ર ઘટાડો થશે. વિભાગને બમણો કરવાથી ક્ષમતામાં વધારો થશે અને સિસ્ટમ પર વધુ પરિવહન શરુ કરી શકાશે. રાજકોટથી કાનાલુસ સુધી પ્રસ્તાવિત બમણું કરવાથી સૌરાષ્ટ્ર પ્રદેશનો સર્વાંગી વિકાસ થશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1759286) Visitor Counter : 600