યુવા બાબતો અને રમત મંત્રાલય
સફળતા તેમના માટે આદત છે
Posted On:
29 SEP 2021 11:30AM by PIB Ahmedabad
ટોક્યો ઓલિમ્પિક -2020માં ઈતિહાસ રચ્યા બાદ ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધુ એક પ્રસિદ્ધ નામ થઈ ગયું છે. તેઓ ઓલિમ્પિકમાં સળંગ પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા હતા. અગાઉ તેણીએ રિયો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક જીત્યો હતો. આ જ જીતનો સિલસિલો જાળવી રાખતા સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં ચીનના હી બિંગજિયાઓને 21-13, 21-15થી હરાવીને કાંસ્ય પદક જીત્યું હતું.
વર્લ્ડ ચેમ્પિયનશિપ હોય કે ઓલિમ્પિક, સિંધુ પહેલાથી જ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ભારતને ગૌરવ અપાવતી રહી છે. તેણીએ સફળતાને પોતાની આદત બનાવી છે અને તેમની સફર હજુ યથાવત છે. બેડમિન્ટન રેકેટની કિંમતની કલ્પના કરો જેની સાથે સિંધુએ ઈતિહાસ રચ્યો. તે અમૂલ્ય છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ કોઈપણ વ્યક્તિ આ રેકેટનો માલિક બની શકે છે. હા, તમે સાચું સાંભળ્યું. તમે રાષ્ટ્રના હિતમાં અમૂલ્ય રેકેટનો ભાગ બની શકો છો.
ઓલિમ્પિકમાં તેમના પ્રદર્શન દ્વારા દેશને મંત્રમુગ્ધ કર્યા બાદ, સિંધુએ ભારત પાછા ફર્યા બાદ તરત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાનું રેકેટ રજૂ કર્યું. જેમ તમે જાણો છો કે પ્રધાનમંત્રી દ્વારા મળેલી ભેટોની ઈ-હરાજી શરૂ થઈ ગઈ છે. અને સિંધુનું રેકેટ પણ હરાજી કરવામાં આવી રહેલી વસ્તુઓની યાદીમાં સમાવવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઈ-હરાજી 7 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. તમે પ્રખ્યાત શટલરના રેકેટના ગૌરવપૂર્ણ માલિક બની શકો છો. તમારે ફક્ત www.pmmementos.gov.in પર લોગિન ઇન કરીને ઇ-હરાજીમાં ભાગ લેવાની જરૂર છે. સિંધુના રેકેટની આધાર કિંમત 80 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
ભૂતકાળમાં પ્રધાનમંત્રીને મળેલી ભેટોની હરાજી પણ કરવામાં આવી છે. છેલ્લી વખત આવી હરાજી 2019માં થઈ હતી. તે હરાજીમાં સરકારને 15.13 કરોડ રૂપિયા મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગંગાને સ્વચ્છ અને શુદ્ધ બનાવવા માટે સમગ્ર રકમ 'નમામી ગંગે કોશ'માં જમા કરવામાં આવી હતી. આ વખતે પણ હરાજીની રકમ 'નમામી ગંગે કોશ' પર જશે.
SD/GP/BT
(Release ID: 1759172)
Visitor Counter : 269