પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 28મી સપ્ટેમ્બરે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી 35 પાકની વિવિધતાઓ દેશને સમર્પિત કરશે


પ્રધાનમંત્રી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બાયોમેટ્રિક સ્ટ્રેસ ટૉલરન્સ, રાયપુરના નવનિર્મિત કૅમ્પસ દેશને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કૅમ્પસ પુરસ્કારો પણ એનાયત કરશે

Posted On: 27 SEP 2021 7:30PM by PIB Ahmedabad

આબોહવા સામે ઝીંક ઝીલે એવી લવચીક ટેકનોલોજીને અપનાવવા માટે સામૂહિક જાગૃતિ સર્જવાના પ્રયાસમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી સપ્ટેમ્બરે સવારે 11 કલાકે સમગ્ર દેશમાં  તમામ આઇસીએઆર સંસ્થાઓ, રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે)માં વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ સાથેની પાકની 35 વિવિધતાઓ દેશને સમર્પિત કરશે. આ કાર્યક્રમ દરમ્યાન, પ્રધાનમંત્રી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બાયોટિક સ્ટ્રેસ ટૉલરન્સ, રાયપુરના નવા બંધાયેલા કૅમ્પસને પણ દેશને સમર્પિત કરશે.

આ અવસરે, પ્રધાનમંત્રી કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કૅમ્પસ અવૉર્ડ એનાયત કરશે, સાથે નવીન પદ્ધતિઓ ઉપયોગમાં લેતા ખેડૂતો સાથે સંવાદ કરશે અને મેળાવડાને સંબોધન કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી અને છત્તીસગઢના મુખ્ય મંત્રી ઉપસ્થિત રહેશે.

વિશિષ્ટ લાક્ષણિકતાઓ સાથેની પાકની વિવિધતા

આબોહવા ફેરફાર અને કુપોષણના બેવડા પડકારોને ઉકેલવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર) દ્વારા ખાસ વિશિષ્ટ ગુણો સાથેની પાકની વિવિધતાઓ વિક્સાવવામાં આવી છે. આવી આબોહવા ફેરફાર સામે સ્થિતિસ્થાપક અને વધારે પોષણજથ્થો ધરાવતી પાકની 35 વિવિધતાઓને 2021ના વર્ષમાં વિક્સાવાઇ છે. આમાં દુષ્કાળ સહન કરી શકતી  કઠોળની એક જાત (અવિકસિત વટાણા), કરમાઇ જવા અને બીનઉપજાઉપણાં સામે ટકી શકતા કબૂતરચણ, સોયાબીનની વહેલી પાકતી જાત, ચોખાની રોગ સામે ટકી રહેતી જાતો અને ઘઉં, મોતી બાજરી, મકાઇ અને વટાણાં, રાજગડો, બક્વીટ (ત્રિકોણાકાર દાણાવાળું એક જાતનું અનાજ), ફોતરાંવાળા કઠોળ અને બાકળાની બાયોફોર્ટિફાઈડ જાતોનો સમાવેશ થાય છે.

આ વિશિષ્ટ ગુણો ધરાવતા પાકની વિવિધતાઓમાં, માનવ અને પ્રાણીનાં આરોગ્ય પર વિપરિત અસરો પડે છે એવા અમુક પાકોમાં પોષણ વિરોધી પરિબળો જોવા મળે છે એનો ઉકેલ લાવતી ખાસિયતોનો પણ સમાવેશ થાય છે. આવી વિવિધતાના ઉદાહરણોમાં, પુસા ડબલ્ડ ઝીરો મસ્ટર્ડ 33, પહેલી <2% યુરિક એસિડ અને <30 પીપીએમ ગ્લુકોસિનોલેટ્સ સાથેની કેનોલા ક્વૉલિટી હાઇબ્રિડ આરસીએચ 1 અને કુનિટ્ઝ ટાઈપિઝમ ઈન્હિબિટર અને લિપોક્સીજેનેઝ તરીકે ઓળખાતા બે પોષણ વિરોધી પરિબળોથી મુક્ત સોયાબીનની એક જાતનો સમાવેશ થાય છે. ખાસ વિશિષ્ટાઓ સાથેની અન્ય વિવિધતાઓ અન્યો સહિત સોયાબીન, સોર્ગમ (જુવાર-બાજરીનો સાંઠો, છાસટિયો) અને બૅબી કૉર્નમાં વિકસાવાઇ છે. 

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે

બાયોટિક સ્ટ્રેસીસમાં પાયાનું અને વ્યૂહાત્મક સંશોધન હાથ ધરવા, માનવ સંસાધનો વિક્સાવવા અને નીતિ મદદ પૂરી પાડવા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટની સ્થાપના રાયપુર ખાતે કરાઇ છે. શૈક્ષણિક વર્ષ 2020-21થી આ સંસ્થાએ અનુસ્તાનક-પીજી અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

ગ્રીન કૅમ્પસ અવૉર્ડ વિશે

રાજ્ય અને કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓને પોતાનું કૅમ્પસ વધારે હરિયાળું અને સ્વચ્છ બને  એવી પદ્ધતિઓ વિકસાવવા કે અપનાવવા માટે પ્રેરિત કરવા અને ‘સ્વચ્છ ભારત મિશન’, ‘વૅસ્ટ ટુ વૅલ્થ મિશન’ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 મુજબ સમુદાય સાથે જોડાવામાં સામેલ થવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા ગ્રીન કૅમ્પસ અવૉર્ડની સ્થાપના કરવામાં આવી છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1758737) Visitor Counter : 283