પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 27 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનનો શુભારંભ કરશે


પીએમ-ડીએચએમ ઉપયોગમાં આસાન એક ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરશે જે ડિજિટલ સ્વાસ્થ્ય ઈકો સિસ્ટમ અંતર્ગત આરોગ્યને લગતા અન્ય પોર્ટલના પરસ્પર સંચાલનને પણ સક્ષમ બનાવશે

Posted On: 26 SEP 2021 2:28PM by PIB Ahmedabad

એક ઐતિહાસિક પહેલ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન (પીએમ-ડીએચએમ)નો શુભારંભ કરશે. તેના પછી પ્રધાનમંત્રી પ્રસંગે સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનની પાયલટ પરિયોજનાની ઘોષણા કરી હતી. વર્તમાનમાં, પીએમ-ડીએચએમ 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગુ કરવામાં આવી રહ્યું છે.

પીએમ-ડીએચએમનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ એનએચએની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય)ની ત્રીજી વર્ષગાંઠ સાથે કરવામાં આવી રહ્યો છે. પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (પીએમ-ડીએચએમ) વિશેઃ
જન, ધન, આધાર અને મોબાઈલ (જેએએમ) ટ્રિનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલો તરીકે તૈયાર બુનિયાદી માળખાના આધારે, પીએમ-ડીએચએમ સ્વાસ્થ્ય સંબંધિત વ્યક્તિગત જાણકારીની સુરક્ષા, ગોપનીયતા અને ગુપ્તતાને સુનિશ્ચિત કરીને એક વિસ્તૃત શ્રૃંખલાની જોગવાઈના માધ્યમથી ડેટા, માહિતી અને જાણકારીનું એક સહજ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરશે જેનાથી બુનિયાદી માળખાકીય સેવાઓની સાથે-સાથે અંતર-પ્રચાલનીય અને માપદંડ આધારિત ડિજિટલ પ્રણાલીનો વિધિવત લાભ ઉઠાવી શકાશે. અભિયાન અંતર્ગત નાગરિકોની સહમતિથી સ્વાસ્થ્ય રેકોર્ડ સુધી પહોંચ અને આદાન-પ્રદાનને સક્ષમ બનાવી શકાશે.

SD/GP/JD

 

પ્રધાનમંત્રી઼-ડીએચએમના પ્રમુખ ઘટકોમાં પ્રત્યેક નાગરિક માટે એક સ્વાસ્થ્ય આઈડી સામેલ છે, જે તેમના આરોગ્ય ખાતા તરીકે પણ કાર્ય કરશે, જેનાથી વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડને મોબાઈલ એપ્લિકેશનની મદદથી જોડી અને જોઈ શકાશે. અંતર્ગત, હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (એચપીઆર) અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રિયા(એચએફઆર), આધુનિક અને પારંપરિક ચિકિત્સા પ્રણાલીઓ બંને મામલાઓમાં તમામ આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે એક સંગ્રહ તરીકે કાર્ય કરશે. તબીબો/હોસ્પિટલો અને આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે વ્યવસાયમાં પણ સરળતા સુનિશ્ચિત કરશે.

 

અભિયાનના એક હિસ્સા તરીકે તૈયાર કરાયેલ પીએમ-ડીએચએણ સેન્ડ બોક્સ, ટેકનોલોજી અને ઉત્પાદન તપાસ માટે એક માળખા તરીકે કાર્ય કરશે અને એવા  ખાનગી સંગઠનોને પણ મદદ પૂરી પાડશે જેઓ રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય પરિતંત્રનો હિસ્સો બનીને સ્વાસ્થ્ય માહિતી પ્રદાતા કે સ્વાસ્થ્ય માહિતી ઉપયોગકર્તા અથવા પીએમ-ડીએચએમના તૈયાર બ્લોક્સની સાથે કુશળતાથી સ્વયંને જોડવાની ઈચ્છા ધરાવે છે.

 

ચૂકવણીના મામલાઓમાં ક્રાંતિકારી પરિવર્તન તરીકે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ દ્વારા નિભાવાયેલી ભૂમિકાની જેમ અભિયાન ડિજિટલ સ્વાસ્થ્ય પરિતંત્રની અંદર પણ અંતર-પ્રચાલન ક્રિયાશીલતા લાવશે અને તેના માધ્યમથી નાગરિક માત્ર એક ક્લિકના માધ્યમથી આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચી શકશે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1758352) Visitor Counter : 477