સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ પોસ્ટ કોવિડ સિક્વેલ મોડ્યુલનું વિમોચન કર્યું

"આ મોડ્યુલ ડૉકટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓને કોવિડની લાંબા ગાળાની અસરોના મુદ્દા સાથે વ્યવહાર કરવા માટે માર્ગદર્શન આપશે": શ્રી માંડવિયા

"જો ફ્રન્ટલાઈન કર્મચારીઓ યોગ્ય જ્ઞાન અને તાલીમથી સજ્જ હોય, તો તેઓ કોવિડ પછીના પડકારો સામેની આ લડાઈમાં મૂલ્યવાન સંશાધન બની શકે છે": ડૉ. ભારતી પ્રવિણ પવાર

Posted On: 23 SEP 2021 12:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં પોસ્ટ કોવિડ સિક્વેલ મોડ્યુલનું વિમોચન કર્યું. આ મોડ્યુલ ભારતભરના ડૉકટરો, નર્સ, પેરામેડિક્સ અને કોમ્યુનિટી હેલ્થ વર્કર્સની કોવિડની લાંબા ગાળાની અસરોનો સામનો કરવા માટે ક્ષમતા વધારવામાં મદદ કરશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EELN.jpg

માર્ગદર્શિકા બહાર પાડવા અંગે ખુશી વ્યક્ત કરતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ ડૉકટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓને કોવિડની લાંબા ગાળાની અસરોને પહોંચી વળવા માર્ગદર્શન આપવા માટે તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ન્યૂનતમ આડઅસરો અને સારવારની કોઈ નકારાત્મક અસર ન થાય તે માટે કોવિડની સક્રિય અને વ્યાપક સારવાર જરૂરી છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મ્યુકોર્મિકોસિસના કેસો જેવા સ્ટેરોઇડ્સની વધુ માત્રા લેવાને કારણે અમે દર્દીઓમાં કોવિડ પછીની અસરના પરિણામો જોયા છે. ઓછી કે નહિવત આડઅસરો સાથે દવાઓ લેવી જરૂરી છે. જો આપણે અગાઉથી સજાગ રહીએ, તો તે કોવિડના ભાવિ પરિણામોનો સામનો કરવામાં ફળદાયી રહેશે. પોસ્ટ-કોવિડ સંબંધિત ખ્યાલો જે આપણા સમાજમાં કાયમ રહે છે જેમ કે ડર, કોવિડના કારણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો મહત્વપૂર્ણ છે. તેથી, આ પોસ્ટ-કોવિડ મુદ્દાઓને સમજવા અને તેમને ઉકેલવા મહત્વપૂર્ણ છે. આ પોસ્ટ કોવિડ ગૂંચવણોના સંચાલન માટે દેશભરના સંસાધન વ્યક્તિઓ દ્વારા કોવિડ પછીના સિક્વેલ મોડ્યુલ તૈયાર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ હેલ્થકેર પ્રોફેશનલ્સના વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા અત્યંત વિશિષ્ટ મોડ્યુલ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003586B.jpg

આ પ્રસંગે બોલતા, ડૉ. ભારતી પ્રવિણ પવારે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓને હલ કરવાની અને છેવાડા સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "આ રોગચાળાએ આપણી આરોગ્ય અને આરોગ્ય સંભાળ સિસ્ટમ પર અભૂતપૂર્વ પડકાર મૂક્યો છે. આટલી મોટી વસ્તી ધરાવતા દેશ માટે મેન્ટલ હેલ્થ કેર એક મોટો પડકાર છે. માનસિક સ્વાસ્થ્યના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણી ક્ષમતા વધારવાની જરૂર છે. જો ફ્રન્ટલાઈન કામદારો યોગ્ય જ્ઞાન અને તાલીમથી સજ્જ હોય, તો તેઓ આ પોસ્ટ કોવિડ પડકારો સામેની લડાઈમાં મૂલ્યવાન સંસાધન બની શકે છે. જ્યારે આપણે કોવિડ પછીના પરિણામો સામે લડવા માટે આપણી જાતને સજ્જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે આને છેવાડા સુધી લઈ જવું પણ મહત્વપૂર્ણ છે. રાજ્યના આરોગ્ય નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી જરૂરિયાતોને આધારે માનસિક સ્વાસ્થ્ય અને અન્ય મુદ્દાઓ માટે તાલીમ મોડ્યુલ તૈયાર કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આપણે બધાએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવા માટે કામ કરવું જોઈએ કે કોવિડ -19 છેલ્લો માનવ રોગચાળો બને.

શ્રી રાજેશ ભૂષણ, સચિવ, MoHFW, ડૉ. સુનીલ કુમાર, DGHS અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1757217) Visitor Counter : 93