પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વિશ્વના અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો

Posted On: 17 SEP 2021 8:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વિશ્વના અન્ય નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિને આપેલા તેમના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"માનનીય રાષ્ટ્રપતિ મહોદય તમારા આ અનમોલ શુભકામના સંદેશ માટે હૃદયથી આભાર."

 

 

ઉપરાષ્ટ્રપતિને આપેલા તેમના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"વિચારશીલ શુભેચ્છાઓ માટે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુનો આભાર."

 

શ્રીલંકાના રાષ્ટ્રપતિને આપેલા તેમના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"શુભેચ્છાઓ માટે રાષ્ટ્રપતિ ગોતબાયા આરનો આભાર."

 

નેપાળના પ્રધાનમંત્રીને આપેલા તેમના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું તમારી શુભેચ્છાઓ માટે આભાર માનું છું પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉવા."

 

શ્રીલંકાના પ્રધાનમંત્રીને આપેલા તેમના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"શુભેચ્છાઓ માટે આભાર, મારા મિત્ર, પીએમ રાજપક્ષે."

 

ડોમિનિકાના પ્રધાનમંત્રીને આપેલા તેમના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"પ્રેમાળ શુભેચ્છાઓ માટે હું તમારો આભારી છું, પીએમ રૂઝવેલ્ટ સ્કેરિટ."

 

નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને આપેલા તેમના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આભાર, શ્રી કે.પી. શર્મા ઓલી."
 

 

 

SD/GP/BT(Release ID: 1756002) Visitor Counter : 116