પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતો અને મહિલા મંત્રી મહામહિમ મેરીસ પેને અને સંરક્ષણ મંત્રી મહામહિમ પીટર ડટનએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
Posted On:
11 SEP 2021 9:59PM by PIB Ahmedabad
ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતો અને મહિલા મંત્રી મહામહિમ મેરીસ પેને અને સંરક્ષણ મંત્રી મહામહિમ પીટર ડટનએ પ્રથમ મંત્રી-સ્તરીય 2+2 ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંવાદની સમાપ્તિ પછી આજે તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ 2+2 વાટાઘાટો દરમિયાન મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે ઓસ્ટ્રેલિયન મહાનુભાવોની પ્રશંસા કરતા કહ્યું કે, તે બંને દેશો વચ્ચે વધતા વ્યૂહાત્મક સંપાતનો સંકેત છે.
બેઠક દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક સહયોગના વધુ વિસ્તરણની સંભાવનાઓ, ભારત-પ્રશાંત ક્ષેત્ર તરફ બંને દેશોની સહિયારી દ્રષ્ટિ અને માનવ સેતુ તરીકે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના વધતા મહત્વનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ ગયા વર્ષે બંને દેશો વચ્ચે સ્થાપિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને ઝડપથી આગળ વધારવામાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે પ્રધાનમંત્રી મોરિસનને વહેલી તકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું.
(Release ID: 1754213)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam