ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કર્ણાટક જિલ્લાઓમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી

Posted On: 08 SEP 2021 11:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૂચનાઓ પર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી (MeitY) મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં કર્ણાટકના છ જિલ્લાઓમાં જન આશીર્વાદ યાત્રા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમને દરેક જિલ્લાના કેટલાક ભાગમાંથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની ઝડપ અને સુલભતામાં સુધારો કરવા માટે અનેક વિનંતીઓ મળી હતી. તેમની મુલાકાત દરમિયાન શ્રી ચંદ્રશેખરે વચન આપ્યું હતું કે દરેક જિલ્લામાં MeitY ટાસ્ક ફોર્સ તેના અભ્યાસ માટે મોકલવામાં આવશે.

મંત્રીએ આપેલા વચનને અનુરૂપ, નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NIXI) અને સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા (STPI) ના અધિકારીઓનો સમાવેશ કરતી MeitY ની ટાસ્ક ફોર્સે તે વિસ્તારોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે અને કામ ઝડપથી શરૂ થઈ ગયું છે. મંત્રાલય દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સ દરેક જિલ્લાની મુલાકાત લેશે અને ત્યાંના લોકોને મળશે. તે રાજ્ય સરકારના અધિકારીઓને પણ મળશે અને મંત્રીને વિગતવાર અહેવાલ આપશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની નીતિ પ્રાથમિકતાઓમાં તમામ ભારતીયોને જોડવાની અને ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમનો લાભ દરેક ભારતીય સુધી સીધો પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0011GFV.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XVUD.jpg

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1753088) Visitor Counter : 259