ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
કોવિડ -19 રસીકરણ અભિયાન જન આંદોલન બનવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિએ જનપ્રતિનિધિઓ, ફિલ્મ અને રમતગમતની હસ્તીઓને લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવવા વિનંતી કરી
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતે કોવિડ સામેની તેની મહત્વપૂર્ણ અને સામૂહિક લડાઈમાં પોતાની ગતિ જાળવી રાખવી જોઈએ
રસીકરણ પછી પણ કોવિડ પ્રત્યે યોગ્ય વર્તનને અનુસરો: ઉપરાષ્ટ્રપતિ
દરેકને જવાબદારીપૂર્વક વર્તવાની વિનંતી કરી
ઉપરાષ્ટ્રપતિએ હૈદરાબાદ, વિજયવાડા અને નેલ્લોરમાં સ્વર્ણ ભારત ટ્રસ્ટનો મફત રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો
Posted On:
07 SEP 2021 12:59PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે (07-09-2021) જણાવ્યું હતું કે, કોવિડ -19 રસીકરણ અભિયાન એક જન આંદોલન બનવું જોઈએ અને દરેક લાયક વ્યક્તિને કોઈપણ ડર કે ખચકાટ વગર જરૂરી રસી લેવાની અપીલ કરી હતી.
હૈદરાબાદમાં સ્વર્ણ ભારત ટ્રસ્ટ દ્વારા ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડ અને મેડિસિટી હોસ્પિટલ્સના સહયોગથી આયોજિત મફત રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા શ્રી નાયડુએ કહ્યું કે રસી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
રસીઓ વિશેની અફવાઓનો વિરોધ કરવા તેમણે કોવિડ -19 રસીકરણ અંગેની અફવાઓ અને આશંકાઓને દૂર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવવા જનપ્રતિનિધિઓ, ફિલ્મ અને રમતગમત ક્ષેત્રની હસ્તીઓને વિનંતી કરી હતી.
કોવિડ પ્રત્યે જાગૃતિ લાવવા અને યોગ્ય વર્તનને પ્રોત્સાહન આપવા માધ્યમોની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રસીકરણ માટે લાયક દરેક નાગરિકે રસીની જરૂરી માત્રા લેવી તેને પોતાની ફરજ માનવી જોઈએ.
ખુશી વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે 6 સપ્ટેમ્બર, 2021 સુધી દેશમાં 71 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ 50 ટકાથી વધુ લોકોને આપવામાં આવ્યો છે.
તેને ટીમ ઈન્ડિયાની ભાવનામાં કેન્દ્ર અને રાજ્યોનો સામૂહિક અને નોંધપાત્ર પ્રયાસ ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ ભાર મૂક્યો હતો કે જ્યાં સુધી દરેક નાગરિકને રસી આપવામાં ન આવે ત્યાં સુધી રસીકરણ મિશને તેની ગતિ ગુમાવવી જોઈએ નહીં.
શ્રી નાયડુએ કહ્યું કે એવા સમયે જ્યારે વિકસિત દેશો પણ રોગચાળાનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતે માત્ર સ્વદેશી રીતે સફળતાપૂર્વક રસીઓનું ઉત્પાદન કર્યું નથી, પરંતુ તે વિશ્વનો સૌથી મોટો મફત રોગપ્રતિકારક કાર્યક્રમ પણ ચલાવી રહ્યું છે. આ ઉપરાંત, 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના સાથે ભારતે સમગ્ર વિશ્વમાં રસીઓની નિકાસ કરી છે.
ઉપરાષ્ટ્રપતિએ રોગચાળાને અસરકારક રીતે લડવા માટે રસીકરણ પછી પણ કોવિડ સંબંધિત યોગ્ય વર્તન અંગેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે લોકોએ વ્યક્તિગત સ્વચ્છતાને અનુસરવા, માસ્ક પહેરવા અને સુરક્ષિત અંતર જાળવવાની વ્યક્તિગત જવાબદારી લેવી જોઈએ.
શ્રી નાયડુએ લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે યોગની પ્રેક્ટિસ, શારીરિક તંદુરસ્તી જાળવવા અને તંદુરસ્ત આહાર જેવી તંદુરસ્ત જીવનશૈલીના વિકલ્પો અપનાવવાનું સૂચન કર્યું હતું.
તેમણે મફત રસીકરણ કાર્યક્રમના આયોજકો - સ્વર્ણ ભારત ટ્રસ્ટ, ભારત બાયોટેક, મુપ્પાવરાપુ ફાઉન્ડેશન, મેડિસિટી હોસ્પિટલ્સ (હૈદરાબાદ), સિંહપુરી વૈદ્ય સેવા સમિતિ (નેલ્લોર), પિન્નામનેની સિદ્ધાર્થ હોસ્પિટલ (વિજયવાડા)ને તેમની પહેલ અને પ્રયત્નો માટે અભિનંદન આપ્યા હતા. મફત રસીકરણ કાર્યક્રમ એક સાથે ત્રણ કેન્દ્રો - હૈદરાબાદ, વિજયવાડા અને નેલ્લોરમાં એક સાથે શરૂ કરવામાં આવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિના પત્નિ શ્રીમતી ઉષા નાયડુ, ભારત બાયોટેક લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી સુચિત્રા એલા, ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એન. મુકેશ કુમાર અને સ્વર્ણ ભારત ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. કામિનેની શ્રીનિવાસ એ લોકોમાં સામેલ હતા જેમણે હૈદરાબાદમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(Release ID: 1752817)