પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રીલા ભક્તિવેદાન્તા સ્વામી પ્રભુપાદજીની 125મી જન્મજયંતી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
01 SEP 2021 6:47PM by PIB Ahmedabad
હરે કૃષ્ણ, આજના આ પાવન અવસરે આપણી સાથે જોડાયેલા ભારતના સંસ્કૃતિ મંત્રી શ્રીમાન જી કિશન રેડ્ડી, ઇસ્કોન બ્યૂરોના પ્રમુખ શ્રી ગોપાલ કૃષ્ણ ગોસ્વામીજી અને વિશ્વના અલગ અલગ દેશોમાંથી આપણી સાથે જોડાયેલા સાથીઓ અને કૃષ્ણ ભક્તગણ.
પરમદિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી હતી અને આજે આપણે શ્રીલા પ્રભુપાદજીની 125મી જન્મજયંતી મનાવી રહ્યા છીએ. આ એવી બાબત છે જેમકે સાધનાનું સુખ અને સંતોષ બંને એક સાથે મળી જાય. આવા જ ભાવને આજે સમગ્ર દુનિયામાં શ્રીલા પ્રભુપાદ સ્વામીના લાકો કરોડો અનુયાયીઓ, અને લાખો કરોડો કૃષ્ણ ભક્તો અનુભવી રહ્યા છે. હું મારા સામેના સ્ક્રીન પર અલગ અલગ દેશોના આપ તમામ સાધકોને નિહાળી રહ્યો છું. એવું લાગી રહ્યું છે કે જાણે લાખો મન એક ભાવનાથી બંધાયેલા હોય, લાખો શરીર એક સમાન અનુભૂતિથી સંકળાયેલા હોય, આ એ કૃષ્ણ ચેતના છે જેની અલખ પ્રભુપાદ સ્વામીએ સમગ્ર દુનિયા સુધી પહોંચાડી છે.
સાથીઓ,
આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુપાદ સ્વામી એક અલૌકિક કૃષ્ણ ભક્ત તો હતા જ સાથે સાથે તેઓ એક મહાન ભારત ભક્ત પણ હતા. તેમણે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પણ સંઘર્ષ કર્યો હતો. તેમણે અસહયોગ આંદોલનના સમર્થનમાં સ્કોટિશ કોલેજમાંથી પોતાનો ડિપ્લોમા લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આજે એ સુખદ સંયોગ છે કે દેશ આવા મહાન દેશભક્તનો 125મો જન્મદિવસ એવા સમય થઈ રહ્યો છે જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 75 વર્ષનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. શ્રીલા પ્રભુપાદ સ્વામી હંમેશાં કહેતા હતા કે તેઓ દુનિયાના દેશોમાં એટલા માટે ભ્રમણ કરી રહ્યા છે કેમ કે તેઓ ભારતની સૌથી અમૂલ્ય નિધિ દુનિયાને આપવા માગે છે. ભારતનું જે જ્ઞાન વિજ્ઞાન છે, આપણી જે જીવન સંસ્કૃતિ અને પરંપરા છે, તેની ભાવના રહી છે અથ-ભૂત દયામપ્રતિઅર્થામ, જીવ માત્ર માટે, જીવ માત્રના કલ્યાણ માટે. આપણા અનુષ્ઠાનોનો પણ અંતિમ મંત્ર આ જ હોય છે ઇદમ ન મમમયાની, આ મારું નથી. આ અખિલ બ્રહ્માંડ માટે છે. સંપૂર્ણ સૃષ્ટિના હિત માટે છે અને તેથી જ સ્વામીજીના પૂજ્ય ગુરુજી શ્રીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી જીએ તેમની અંદરની ક્ષમતા જોઈ અને તેમને આદેશ આપ્યો કે તેઓ ભારતના ચિંતન અને દર્શનને સમગ્ર દુનિયા સમક્ષ લઈ જાય. શ્રીલા પ્રભુપાદ જીએ પોતાના ગુરુના આ આદેશને પોતાનું મિશન બનાવી દીધું અને તેની તપસ્યાનું પરિણામ આજે સમગ્ર વિશ્વના ખૂણા ખૂણામાં જોવા મળે છે.
અમૃત મહોત્સવમાં ભારતે પણ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રની સાથે આવા જ સંકલ્પોને પોતાના આગામી યાત્રાનો આધાર બનાવ્યો છે. આપણા આ સંકલ્પોના કેન્દ્રમાં, આપણા આ લક્ષ્યાંકોના મૂળમાં પણ વૈશ્વિક કલ્યાણની જ ભાવના છે. અને તમે બધા તેના સાક્ષી છો કે આ સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે તમામનો પ્રયાસ કેટલો જરૂરી છે. તમે કલ્પના કરી શકો છો જો પ્રભુપાદ જીએ એકલાએ વિશ્વને આટલું બધું આપ્યું છે તો આપણે બધા તેમના આશીર્વાદથી એક સાથે પ્રયાસ કરીશું તો કેવા પરિણામ આવશે? આપણે માનવીય ચેતનાના એ શિખર પર ચોક્કસ પહોંચીશું જ્યાં આપણે વિશ્વમાં વધુ મોટી ભૂમિકા નિભાવી શકીશું, પ્રેમના સંદેશને જન જન સુધી પહોંચાડી શકીશું.
સાથીઓ,
માનવતાના હિતમાં ભારત દુનિયાને જે કાંઇ પણ આપી શકે છે, આજે તેનું એક મોટું ઉદાહરણ છે વિશ્વભરમાં ફેલાયેલું આપણું યોગ જ્ઞાન. આપણી યોગની પરંપરા. ભારતની જે ટકાઉ જીવનશૈલી છે, આયુર્વેદ જેવું જે વિજ્ઞાન છે, આપણો સંકલ્પ છે કે તેનો લાભ સમગ્ર દુનિયાને મળે. આત્મનિર્ભરતાના જે મંત્રની શ્રીલા પ્રભુપાદ સ્વામી અવારનવાર ચર્ચા કરતા હતા તેને ભારતે પોતાનો ધ્યેય બનાવી દીધો છે અને એ દિશામાં દેશ આગળ ધપી રહ્યો છે. હું ઘણી વાર જ્યારે આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન્ડિયાના લક્ષ્યાંકોની વાત કરું છું તો હું મારા અધિકારીઓને, બિઝનેસમેનને ઇસ્કોનની હરે કૃષ્ણ ઝૂંબેશની સફળતાનું ઉદાહરણ આપું છું. આપણે જ્યારે પણ કોઈ અન્ય દેશમાં જઇએ છીએ અને ત્યાંના લોકો હરે કૃષ્ણ કહીને મળે છે તો આપણને કેટલું આપણાપણું લાગે છે, કેટલું ગૌરવ પ્રદાન થાય છે. કલ્પના કરો કે આ જ પોતીકાપણું આપણને મેઇક ઇન્ડિયા પ્રોડક્ટ માટે મળશે તો આપણને કેવું લાગશે, કેવી લાગણી થશે. ઇસ્કોનમાંથી શીખીને આપણે આ લક્ષ્યાંકો હાંસલ કરી શકીએ છીએ.
સાથીઓ,
ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે - ન હી જ્ઞાનેન સદૃશમ્ પવિત્ર મિહ વિદયતે
અર્થાત. જ્ઞાન સમાન પવિત્ર કાંઇ જ નથી. જ્ઞાનને આ સર્વોચ્ચતા આપ્યા બાદ તેમણે વધુ એક વાત કરી હતી. મચ્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિમનિવેશચયાની, જ્ઞાન વિજ્ઞાનને પ્રાપ્ત કર્યા બાદ પોતાના મનને, બુદ્ધિને કૃષ્ણમાં લગાવી દો, તેની ભક્તિમાં સમર્પિત કરી દો. આ વિશ્વાસ, આ બળ પણ એક યોગ છે. જેને ગીતાના 12મા અધ્યાયમાં ભક્તિયોગ કહેવામાં આવ્યો છે. અને આ ભક્તિયોગનું સામર્થ્ય ઘણું મોટું હોય છે. ભારતનો ઇતિહાસ પણ તેનો સાક્ષી છે. જ્યારે ભારત ગુલામીની ઉંડી ખાઈમાં ફસાયેલો હતો, અન્યાય, અત્યાચાર અને શોષણથી પિડીત ભારત પોતાના જ્ઞાન અને શક્તિ પર ધ્યાન કેન્દ્રીત કરી શકતો ન હતો ત્યારે આ ભક્તિ જ હતી જેણે ભારતની ચેતનાને જીવંત રાખી હતી, ભારતની ઓળખને અખંડિત રાખી હતી. આજે વિદ્વાનો એ વાતની સમીક્ષી કરે છે તે જો ભક્તિકાળની સામાજિક ક્રાંતિ થઈ ન હોત તો ભારત કોણ જાણે કયાં હોત, કયા સ્વરૂપમાં હોત. પરંતુ આ કઠીન પરિસ્થિતિમાં ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતોએ આપણા સમાજને ભક્તિની ભાવનાથી બાંધેલો રાખ્યો, તેમણે 'વિશ્વાસથી આત્મવિશ્વાસ'નો મંત્ર આપ્યો. આસ્થાના ભેદભાવ, સામાજિક ઉંચ-નીચ, અધિકાર - અનાધિકાર, ભક્તિએ આ તમામને ખતમ કરીને શિવ અને જીવની વચ્ચે એક સીધો સંબંધ રચી દીધો.
સાથીઓ,
ભારતના ઇતિહાસનો અભ્યાસ કરશો તો તમને તમામને પણ એ જાણવા મળશે કે ભક્તિની આ દોરીને જાળવી રાખવા માટે અલગ અલગ કાલખંડમાં ઋષિ મહર્ષિ અને મનીષી સમાજમાં આવતા રહ્યા, અવતકિત થતા રહ્યા. એક સમયે જો સ્વામી વિવેકાનંદ જેવા મનીષી આવ્યા જેમણે વેદ વેદાન્તને પશ્ચિમ સુધી પહોંચાડ્યા તો એ જ વિશ્વને જ્યારે ભક્તિયોગ આપવાની જવાબદારી આવી તો શ્રીલા પ્રભુપાદજી અને ઇસ્કોને આ મહાન કાર્યનું બીડું ઉઠાવી લીધું. તેમણે ભક્તિ વેદાન્તની દુનિયાને ચેતના સાથે જોડવાનું કામ પણ કર્યું. આ કોઈ સાધારણ કાર્ય ન હતું. તેમણે લગભગ 70 વર્ષની વયે ઇસ્કોન જેવું વૈશ્વિક મિશન શરૂ કર્યું જ્યારે લોકો પોતાના જીવનનો વ્યાપ અને સક્રિયતાનો અંત લાવી રહ્યા હતા. આ આપણા સમાજ માટે અને પ્રત્યેક વ્યક્તિ માટે મોટી પ્રેરણા છે. ઘણી વાર આપણે જોઇએ છીએ કે લોકો કહેવા લાગે છે કે ઉંમર થઈ ગઈ નહિતર ઘણું કરી શક્યા હોત. અથવા તો અત્યારે આ બધુ કાર્ય કરવાની યોગ્ય ઉંમર નથી. પરંતુ પ્રભુપાદ સ્વામી તેમના બાળપણથી લઈને સમગ્ર જીવન સુધી પોતાના સંકલ્પોમાં સક્રિય રહ્યા. પ્રભુપાદજી સમુદ્ર જહાજથી અમેરિકા ગયા તો તેઓ લગભઘ ખાલી હાથે અને ખાલી ખિસ્સે ગયા હતા તેમની પાસે માત્ર ગીતા અને શ્રીમદ ભાગવતની મૂડી હતી. રસ્તામાં તેમને હાર્ટ એટેક આવ્યો. યાત્રા દરમિયાન જ. જ્યારે તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા તો તેમની પાસે ભોજનની વ્યવસ્થા પણ ન હતી, રહેવાનું તો કોઈ ઠેકાણું જ ન હતું. પરંતુ તેના આગામી 11 વર્ષમાં દુનિયાએ જે કાંઈ નિહાળ્યું શ્રદ્ધેય અટલજીના શબ્દોમાં કહીએ તો અટલજીએ તેમના અંગે કહ્યું હતું કે તે કોઈ ચમત્કારથી કમ ન હતું.
આજે દુનિયાના અલગ અલગ દેશોમાં સેંકડો ઇસ્કોન મંદીર છે, કેટલાય ગુરુકુળ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીને બેઠા છે. ઇસ્કોને દુનિયાને દેખાડી દીધું કે ભારત માટે આસ્થાનો અર્થ છે ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ અને માનવતા પરનો વિશ્વાસ. આજે અવારનવાર દુનિયાના અલગ અલગ દેશોમાં લોકો ભારતીય વેશભૂષામાં કિર્તન કરતા જોવા મળે છે. કપડા સાદા હોય છે, હાથમાં ઢોલક-મંજીરા જેવા વાદ્યો હોય છે, હરે કૃષ્ણ સંગીતમય કિર્તન થાય છે. અને તમામ લોકો એક આત્મિક શાંતિમાં ઝૂમી રહ્યા હોય છે. લોકો જૂએ છે તો તેમને લાગે છે કે કદાચ કોઈ ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. પણ આપણે ત્યાં તો આ કિર્તન, આ આયોજન જીવનનો એક સહજ હિસ્સો બની ગયું છે. આસ્થાનું આ ઉલ્લાસમય સ્વરૂપ નિરંતર સમગ્ર દુનિયામાં લોકોને આકર્ષિત કરતું રહ્યું છે અને આ આનંદ આજે તણાવથી દબાયેલા વિશ્વને એક નવી આશા આપી રહ્યો છે.
સાથીઓ,
ગીતામાં ભગવાન કૃષ્ણનું કથન છે -
અદવેષ્ટા સર્વ-ભૂતાનાંમૈત્રઃ કરુણ એવ ચ.
નિર્મમોનિર-હંકારઃ સમ દુઃખ સુખઃ ક્ષમી.
અર્થાત, જે જીવ માત્રથી પ્રેમ કરે છે તેના માટે કરુણા અને પ્રેમ રાખે છે. કોઈને દ્વેષ નથી કરતો, એ જ ભગવાનને પ્રિય છે. આ જ મંત્ર હજારો વર્ષોથી ભારતના ચિંતનનો આધાર બની રહ્યો છે. અને, આ ચિંતનને સામાજિક આધાર આપવાનું કાર્ય આપણા મંદીરોએ કર્યું છે. ઇસ્કોન મંદીર આજે આ જ સેવા પરંપરાનું આધુનિક કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. મને યાદ છે કે જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે કેવી રીતે ઇસ્કોને લોકોની સેવા માટે આગળ આવીને કાર્યો કર્યા હતા. જ્યારે પણ દેશમાં કોઈ આપત્તિ આવી છે પછી તે ઉત્તરાખંડમાં પૂર હોય કે ઓડિશા અને બંગાળમાં વાવાઝોડાની તબાહી હોય, ઇસ્કોને સમાજના રક્ષકની કામગીરી બજાવી છે. કોરોનાની મહામારીમાં પણ તમે કરોડો દર્દીઓ, તેમના પરિવારજનો અને પ્રવાસીઓ માટે સતત ભોજન અને અન્ય જરૂરિયાતોની વ્યવસ્થા કરતા આવ્યા હતા. મહામારી ઉપરાંત લાખો ગરીબોને ભોજન અને સેવાના અવિરત અભિયાન તમારા માધ્યમથી ચાલતા રહ્યા છે. જે રીતે ઇસ્કોને કોવીડના દર્દીઓ માટે હોસ્પિટલ બંધાવી, અને અત્યારે વેક્સિન અભિયાનમાં પણ સહભાગીદારી અદા કરી રહ્યા છે તેની પણ માહિતી મળે સતત મળતી રહે છે. હું ઇસ્કોનને અને તેની સાથે સંકળાયેલા તમામ ભક્તોને તમારા આ સેવાયજ્ઞ માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.
સાથીઓ,
આજે તમે સત્ય, સેવા અને સાધનાના મંત્રની સાથે માત્ર કૃષ્ણ સેવા જ કરી રહ્યા નથી પરંતુ સમગ્ર દુનિયામાં ભારતીય આદર્શો અને સંસ્કારોના બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા પણ નિભાવી રહ્યા છો. ભારતનો શાશ્વત સંસ્કાર છે - સર્વ ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામય- આ જ વિચાર ઇસ્કોનના માધ્યમથી આજે તમે તમામના લાખો કરોડો લોકોના સંકલ્પ બની ચૂક્યા છો. ઇશ્વર પ્રત્યે પ્રેમ અને જીવ માત્રમાં ઇશ્વરના દર્શન, આજ આ સંકલ્પની સિદ્ધિનો માર્ગ છે. આજ માર્ગ આપણને વિભુતિયોગ અધ્યાયમાં ભગવાને બતાવ્યો છે. અમને વિશ્વાસ છે કે, 'વસુદેવઃ સર્વમ્' નો આ મંત્ર આપણે આપણા જીવનમાં ઉતારીશુ અને માનવ માત્રને પણ તેની એકતાની અનુભૂતિ કરાવીશું. આજ ભાવના સાથે આપ તમામનો ખૂબ ખૂબ આભાર.
હરે કૃષ્ણ.
SD/GP/JD
(Release ID: 1751262)
Visitor Counter : 303
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam